પાક. વિમાન દુર્ઘટના પહેલા પાયલટે એન્જીનને લઇને કહી હતી આ મોટી વાત, વાંચો વધુમાં તમે પણ

વિમાન દુર્ઘટના પહેલા પાયલટે શું કહ્યું હતું ?

પાકિસ્તાનમાં થયેલ વિમાન દુર્ઘટના આત્યારે ચર્ચાનો વિષય છે, ત્યારે આપને જણાવી દઈએ કે પાકિસ્તાન દેશની વ્યાપારિક રાજધાની કહેવતા કરાચી શહેરમાં શુક્રવારે સાંજે એક મુસાફર વિમાનમાં દુર્ઘટના સર્જાઈ હતી. આ વિમાન પિઆઇએનું ડોમેસ્ટિક ફ્લાઈટ પ્લેન હતું. જે લાહોરથી કરાચી માટે રવાના થયું હતું.

image source

આ વિમાન દુર્ઘટના પર પાકિસ્તાની સેનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘વિમાન દુર્ઘટનાને લઈને રાહત કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. આ કામમાં સેના સાથે કેટલાક અન્ય સંગઠનો પણ જોડાયેલા છે. અત્યાર સુધી 97 મૃતક દેહ મળી ચુક્યા છે, જો કે બે મુસફરો જીવંત છે. દુર્ઘટનાના કારણે ચપેટમાં આવી ગયેલા 25 ઘરોમાંથી ભંગાર હટાવી લેવામાં આવ્યો છે.’

image source

અધિકારીક માહિતીમાં દર્શાવેલા આંકડા મુજબ આ વિમાનમાં 99 લોકો સવાર હતા, જેમાં 91 મુસાફરો હતા તો 8 લોકો એરલાઇન્સ ટીમના હતા.

વિમાન દુર્ઘટના કેવી રીતે ઘટી

image source

શુક્રવાર સાંજની આ ઘટનામાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન A320 એયરબસ (PK8303) બપોરના ૧ વાગે લાહોર એરપોર્ટથી કરાચી જવા માટે રવાના થયું હતું. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સના મુખ્ય અધિકારી એર વાઈઝ માર્શલ મલિકે જણાવ્યુ હતું કે પાયલટે ટ્રાફિક કંટ્રોલ રૂમ પર કહ્યું હતું કે વિમાનમાં ટેકનીકલ સમસ્યાઓ ઉભી થઇ છે. આ વાત એમણે વિમાન અકસ્માત સર્જાતા પહેલા જ જણાવી હતી.

આ બાબતે પાકિસ્તાનની દુનિયા ન્યુઝ ચેનલે કહ્યું કે એમના પાસે પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલર વચ્ચે થયેલ વાતચીતની રેકોર્ડીંગ છે. આ રેકોર્ડીંગ મોનીટરીંગ વેબસાઇટ Liveatc.net પર પણ પોસ્ટ કરવામાં આવી છે. આ કથિત રેકોર્ડીંગ ક્લીપમાં પાયલટ સંદેશ આપી રહ્યો છે કે – ‘વિમાનના બે એન્જીને કામ કરવાનું બંધ કરી દીધું છે. … … … મે ડે મે ડે’

image source

આ સમયે ઘટના સ્થળે હાજર રહેલા બીબીસી ઉર્દુના સંવાદદાતા રીયાઝ સુહૈલ કહી રહ્યા છે કે. “અધિકારીઓના કહ્યા અનુસાર આ વિમાન દુર્ઘટનાના એક મિનીટ પહેલા જહાજનો એર ટ્રાફિક કંટ્રોલ ટાવર સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ ધુમાડો ઉડતા દેખાયો હતો. એના થોડાક જ સમય પછી આ વિમાનના દુર્ઘટના ગ્રસ્ત થવાના સમાચાર મળ્યા હતા. આ દુર્ઘટનાના સમાચાર જાહેર થતા જ વિમાનમાં સવાર મુસાફરોના ઘરવાળા ઘટના સ્થળે પહોચી ગયા હતા.”

દુર્ઘટનામાં માત્ર બે જ લોકોનો જીવ બચાવી શકાયો છે

પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુચના મંત્રી નસીર હુસૈન શાહે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે જ લોકોના બચવાની સંભાવના છે. આ બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ બેંક ઓફ પંજાબના અધ્યક્ષ જફર મસુદ છે, જેમને અત્યારે ગુલશન-એ-જૌહર હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને અન્ય વ્યક્તિ વિશે કોઈ માહિતી મંત્રી દ્વારા અપાઈ નથી. જો કે આ સમયે સિંધ પ્રાંતના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે હોસ્પિટલ જઈને જફર મસુદની મુલાકાત લીધી હતી.

image source

ઘટના પરના પ્રત્યક્ષ લોકોએ શું જોયું ?

આ દુર્ઘટના ઘણા લોકોએ પ્રત્યક્ષ જોઈ છે, કારણ કે જ્યાં વિમાન ખાબક્યું એ વિસ્તાર આબાદી વાળો વિસ્તાર છે. આ ઘટનાને પોતાની આખે જોનાર ઉજૈર ખાનને પૂછતા એમણે કહ્યું કે, ‘એમણે અચાનક એક મોટા ધડાકાનો અવાજ સાંભળ્યો હતો, જે અવાજ સાંભળીને તેઓ બહારની તરફ દોડી ગયા હતા.’ એમણે એમ પણ કહ્યું કે, ‘ચાર ઘર તો આ દુર્ઘટનામાં સંપૂર્ણ નાશ પામ્યા છે. આ ઘરોની જગ્યાએ બસ આગ અને ધુમાડાનું જ સામ્રાજ્ય હતું. એ લોકો મારા નજીકમાં જ રહે છે. પણ હું તમને એ નહિ કહી શકું કે આ બધું કેટલું ભયાનક હતું.’

image source

આ જ સમયે ઘટના સ્થળના નજીકમાં રહેતા અન્ય વ્યક્તિ ડૉ. કંવલ નાજીમે કહ્યું હતું કે, ‘તે આ અવાજ સાંભળીને ઘરની બહાર નીકળી હતી અને તેણે મસ્જીદ પાછળથી ધુમાડાના ગોટા ઉડતા જોયા હતા અને ઘણા બધા લોકોને આ ધુમાડા તરફ જતા પણ જોયા હતા.’ ડૉ નાજીમ કહે છે કે એમનું ઘર ઘટના સ્થળની બહુ નજીક છે, એટલે એમણે લોકોની ચીસો પણ સાંભળી હતી. એની થોડીક જ મીનીટોમાં પોલીસ અને સેના દુર્ઘટના સ્થળે આવી અને બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું હતું.

એયરબસ A320 ક્રેશ : પાકિસ્તાનની ત્રીજી સૌથી મોટી દુર્ઘટના

હવાઈ દુર્ઘટનાઓના આંકડા ભેગા કરનારી સંસ્થા એયરક્રાફ્ટ ક્રેશ રેકોર્ડ ઓફીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના સમયમાં પાકિસ્તાનમાં 80થી વધારે દુર્ઘટનાઓ ઘટી ચુકી છે, જેમાં એક હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

image source

પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ઘટનારી આ સૌથી મોટી ત્રીજી ઘટના છે. પાકિસ્તાનમાં સૌથી મોટી દુર્ઘટના 28 જુલાઈ 2010ના દિવસે ઘટી હતી. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ નજીક થયેલ આ દુર્ઘટનામાં 152 લોકોએ પોતાના જીવ ઘુમાવ્યા હતા.

ત્યાર બાદ, 20 એપ્રિલ 2012ના દિવસે ઇસ્લામાબાદમાં થયેલ અન્ય વિમાન દુર્ઘટનામાં 127 લોકોએ પોતાના જીવ ઘુમાવ્યા હતા. જો કે આ વખતે આ દુર્ઘટના કરાચી નજીક થઇ છે જેમાં 97 લોકોએ પોતાના જીવ ઘુમાવ્યા હતા. જો કે કોરોના સંક્રમણના કારણે લાગેલા લોકડાઉન ખુલવાના સમયગાળામાં જ આ ઘટના ઘટી છે.

પીએમ ઇમરાન ખાને આપ્યા તપાસના આદેશ અને આશ્વાસન :

image source

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ આ સમયે ઘટનાને કારણે અસર પામેલા પરિવારોને સાંત્વના આપતા પોતાના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી કહ્યું હતું કે, ‘પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સના વિમાનની દુર્ઘટનાને કારણે દુઃખી અને આહત થયો છું. હું પિઆઇએના સીઈઓ અરશદ મલિકના સંપર્કમાં છું જે કરાચી માટે નીકળી ચુક્યા છે. હું ઘટનાસ્થળ પર હાજર બચાવ અને રાહત કર્મીઓના પણ સંપર્કમાં છું કારણ કે આ સમયે આ જ પ્રાથમિકતા છે. આ માટે તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવશે. મારી પ્રાથના અને શ્રદ્ધાંજલિ મરનારા પરિવારોની સાથે છે.

તમને જણાવી દઈએ કે પાડોશી દેશમાં ઘટેલી દુર્ઘટના પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Source: BBC Hindi

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ