રેમેડિસિવિર ઈંજેક્શન લઇ જતુ મધ્યપ્રદેશ સરકારનું એક વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર ગુરુવારે તકનીકી ખામીને કારણે રનવે પરથી સરકી જતા દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં પાઇલટ અને સહ-પાયલોટને સામાન્ય ઇજાઓ પહોંચી છે.

ગ્વાલિયર જિલ્લાના પોલીસ અધિક્ષક અમિત સંઘીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ગ્વાલિયરના મહારાજપુર એરપોર્ટ પર ગુરુવારે રાત્રે આઠ વાગ્યે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે વિમાન લેન્ડિંગ કરતી વખતે રન-વે પરથી થોડુ સરકી ગયુ હતું.

સાંઘીએ જણાવ્યું હતું કે પાઇલટ અને સહ-પાયલોટને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તે બંને સલામત છે અને ઇન્જેક્શન પણ સલામત છે. મધ્ય પ્રદેશ સરકારે રાજ્યમાં ચાલી રહેલા રેમેડિસ્વીર ઇન્જેક્શનની અછતને કારણે જલ્દીથી કોવિડ-19 દર્દીઓ માટે આ ઇન્જેક્શન આપવા માટે વિમાનને તૈનાત કરી દીધું હતું.
સ્ટેટ પ્લેન રેમેડિસિવિર ઈન્જેક્શન લઈને આવી રહ્યું હતું. વિમાનમાં રેમેડિસિવરના ઇન્જેક્શન ભરેલા હતા. ક્રેશ લેન્ડિંગ દરમિયાન તમામ ઇન્જેક્શન પણ સલામત છે, તેમને કોઈ નુકસાન થયું નથી. સીએસપી મહારાજપુરા રવિ ભાદોરીયાએ ફોન પર આ સમાચારની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બધાં ઇન્જેક્શન સલામત છે. જો કે, રેમેડિસિવિર ઇંજેક્શન લેવા એરપોર્ટ પર આવેલા એક કાર્યકરને સામાન્ય રીતે ઇજા થઈ હતી.

બીજી તરફ નાગપુરથી મુંબઇ આવતા ખાનગી વિમાન માટે ગુરુવારે સાંજે એરપોર્ટ પર કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી અને બાદમાં વિમાન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. વિમાનમથક મુજબ વિમાનના ઉતરાણ બાદ પાંચેય લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નાગપુરથી ઉડાન કર્યા બાદ વિમાનના એક પૈડામાં ગરબડી થઈ હતી. જો કે, આ સ્વતંત્ર રીતે ચકાસી શકાયું નથી. મુંબઈ એરપોર્ટએ એક નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં બે ક્રૂ મેમ્બર, એક દર્દી, તેના સંબંધીઓ અને એક ડોક્ટર સવાર હતા. ગુરુવારે નવ વાગ્યે વિમાન એરપોર્ટ પર ઉતર્યું હતું.

તો બીજી તરફ મધ્યપ્રદેશમાં 15 મે સુધી કોરોના કર્ફ્યુ વધારવામાં આવ્યો છે. રાજ્યમાં પહેલાથી જ વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવવાના કારણે, તેનો સમયગાળો 17 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી રહેશે. શિવરાજસિંહ ચૌહાણએ આની ઘોષણા કરી. પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં તેમણે રાજ્યમાં કોરોના દર્દીઓના પોઝિટિવિટી રેટમાં ઘટાડા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. એમ પણ કહ્યું હતું કે કટોકટી હજી ટળી નથી. તમામના સહકારથી જ કોરોના સામે લડી શકાય છે.

સીએમ શિવરાજે પોતાના વર્ચુઅલ સંબોધનમાં કહ્યું કે રાજ્યમાં કોરોના દર્દીઓનો પોઝિટિવીટી દર સતત ઘટી રહ્યો છે. રિકવરીનો દર વધી રહ્યો છે. પોઝિટિવિટી દર જે 25% પર પહોંચી ગયો હતો તે હવે નીચે આવીને 18% થયો છે. આપણે બધું એકવાર બંધ કરવું પડશે. જેથી આ સંક્રમણની સાંકળ તોડી શકાય.

સીએમ શિવરાજે પરિસ્થિતિ સુધારણા તરફ આગળ વધવા અંગે કહ્યું, આ બધું તમારા સહયોગથી થઈ રહ્યું છે. હજી લાંબી મંજીલ કાપવાની બાકી છે. આથી, 15 મે સુધી કોરોના કર્ફ્યુ રહેશે. હવે ગામમાં પણ ચેપ ફેલાયો છે. જે જિલ્લાઓમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધુ છે અને જો ગામમાં ચેપને રોકવામાં ન આવ્યો તો સ્થિતિ ભયંકર બની જશે. થોડી પણ લાપરવાહી મોટી કટોકટીમાં ફેરવાઈ જશે. શિવરાજે કહ્યું કે, જો ગામમાં કોઈ ચેપ ફેલાયો છે, જો તેને ત્યાં રોકવામાં ન આવે તો આવતીકાલે એક ભયંકર પરિસ્થિતિ ઉભી થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!