હનીમૂન પર જવાનુ વિચારી રહ્યા છો? તો આ ડેસ્ટિનેશનની કરો પસંદગી, જ્યાં જતાની સાથે જ તમને થશે…

જો આપના લગ્ન વર્ષ ૨૦૧૯માં થવાના છે તો જાણીએ કે આપના માટે એક પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન.

લગ્ન પછી હનીમૂન માટે દેશ બહાર કે દેશમાં જ આવેલી કોઈ જગ્યા પર જાય છે. આ વિશે ઘણા કપલ ખૂબ મૂંઝાઈ જાય છે, જો કે હવે હનીમૂન માટે વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. જો આપ પણ વિદેશમાં હનીમૂનની ઈચ્છા ધરાવો છો તો વર્ષ ૨૦૧૯માં આ જગ્યાઓને પરફેક્ટ હનીમૂન ડેસ્ટિનેશન માનવામાં આવે છે.

સિંગાપુર:

image source

જો તમે ફક્ત ૪-૫ દિવસનો જ હનીમૂન પ્લાન બનાવી રહ્યા છો તો સિંગાપુર સૌથી સારો વિકલ્પ છે. ખાવાથી માંડીને અહીંની નાઈટલાઈફ નવદંપતિને પોતાની તરફ આકર્ષિત કરે જ છે. સિંગાપુરમાં નોનસ્ટોપ મસ્તી ચાલુ જ હોય છે. નવેમ્બર થી માર્ચ સુધીમાં સિંગાપુર ફરવા જવું ખૂબ સારું રહે છે. સિંગાપુરમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે ગાર્ડનસ બાય ધ બે, યુનિવર્સલ સ્ટુડિયો, સેંટોસા, નાઈટ સફારી, ઝુ, સિંગાપુર ફ્લાયર, મર્લીયન પાર્ક, બોટનીક ગાર્ડન, ઇસ્ટ કોસ્ટ પાર્ક અને અંડર વોટર વર્લ્ડ જોવા લાયક સ્થળો છે.

માલદીવ:

image source

માલદીવના નાના નાના ટાપુઓ અહીંની સુંદરતા વ્યક્ત કરે છે. માલદીવને દુનિયાનું બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશનમાંનું એક માનવામાં આવે છે. માલદીવમાં વોટર વીલાથી લઈને અહીંની રોમાન્ટિક મોસમ પણ કપલ્સને પોતાની તરફ ખેંચે છે. જો તમે શાંત વાતાવરણવાળી જગ્યા શોધી રહ્યા છો તો માલદીવ જરૂરથી જવું જોઈએ.ચારેબાજુ દરિયાથી ઘેરાયેલી માલદીવની રંગીન દુનિયા તમને પોતાના બનાવી લેશે. માલદીવમાં જોવાલાયક સ્થળ સિવાય પણ તૈરાકી, માછલી પકડવી, સ્કૂબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, વોટર સ્કીઇંગની સાથે જ માલદીવની કુદરતી સુંદરતાનો ભરપૂર આનંદ માણી શકાય છે. મે થી નવેમ્બર સુધીના મહિનાઓમાં અહીં ફરવા જવું ખૂબ સારું રહે છે.

મોરિસિયશ:

image source

જો તમે ૫-૬ દિવસનો હનીમૂન પ્લાન બનાવી રહ્યા છો તો મોરિસિયશ આપના માટે ઉત્તમ જગ્યા છે. આ વિસ્તાર ચારે બાજુ હોટેલ્સથી ઘેરાયેલો છે. તેમછતાં લે માર્નેની પહાડોની એક ઝલક મળી જ જાય છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે પિંક પીંજન પક્ષી, આ પક્ષી સહેલાઈથી જોવા નથી મળતું. મોરેશિયસ માટે આપની સફર ચામરેલની રંગીન પૃથ્વીની શાનદાર સફર વિના પુરી થઈ શકે તેમ નથી. મોરેશિયસ ફરવા માટે મે થી ડિસેમ્બરની વચ્ચે પ્લાનિંગ કરવી.

શ્રીલંકા:

image source

જે લોકો વિદેશ જવા ઈચ્છે છે પણ બજેટ વધારે હોતું નથી. તો આવા કપલ્સ શ્રીલંકા જઈ શકે છે. શક્ય હોય તો લગ્ન પછીની પહેલી ટ્રીપ શ્રીલંકામાં જ કરવી. જંગલની વચ્ચે પ્રાઇવસી આ બધું જ આપના બજેટમાં છે. ૫-૬ દિવસનો સમય લઈને શ્રીલંકા ફરવા જવું જોઈએ. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે અહીં ફરવા જવું ખૂબ સારું રહે છે.

પેરિસ:

image source

આ સીટી ઓફ લાઈટને કોઈ પરિચયની જરૂર નથી. ૩-૪ દિવસ આપ અહીં આરામથી ફરી શકો છો. પેરિસ દુનિયાના સૌથી રોમેન્ટિક શહેરો માંથી એક છે. વિદેશમાં લગ્નથી લઈને હનીમૂન માટે આખી દુનિયાથી લોકો પેરિસ આવે છે. પેરિસમાં ફરવાની શરૂવાત એફિલ ટાવરથી કરવી. પેરિસ જવા માટે આપ જૂન થી ઓગસ્ટની વચ્ચે જઈ શકો છો.

કોહ લિપ:

image source

કોહલીપ આવતાંની સાથે જ આપ બહારની દુનિયાથી કપાઈ જાવ છો. અહીં આપને પુરી પ્રાઇવેસી મળશે જેની શોધ દરેક કપલ્સને હોય છે. નવેમ્બર થી ફેબ્રુઆરીની વચ્ચે અહીં જવું ખૂબ સારું રહે છે.

હેવલોક આઇલેન્ડ:

image source

અંદામાનમાં હેવલોક આઇલેન્ડ કપલ્સ માટે બેસ્ટ જગ્યા છે. હેવલોક આઇલેન્ડ અંદામાનનું મુખ્ય પર્યટક સ્થળ છે અને અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં કપલ્સ ફરવા આવે છે. હેવલોકના પાંચ ગામ ગોવિંદ નગર, રાધા નગર, બીજોય નગર, શ્યામ નગર અને કૃષ્ણા નગરના દરિયાઈ તટ પોતાના માંજ ખૂબ સુંદર છે. આપ અહીં ૨-૩ દિવસમાં જ ખૂબ સારી રીતે ફરી શકો છો. જાન્યુઆરી થી મે મહિનાની વચ્ચે અહીં ફરવા જવું ખૂબ સારું રહે છે.

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયા:

image source

અહીંના મોસમમાં હંમેશા રોમાન્સ રહે છે જેનો અનુભવ દરેક કપલ કરવા ઈચ્છે છે. પહેલા હનીમૂન માટે આનાથી સારી બીજી કોઈ જગ્યા હોઈ શકે નહીં. અહીંયા આપ બારેમાસ ફરવા જઈ શકો છો. અહીંનો તટ વિસ્તાર દરિયાના ઊંચા મોજાં માટે જાણીતા છે. ગોલ્ડ કોસ્ટમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં આપ વારેઘડીએ જવા ઇચ્છશો. ૩-૪ દિવસમાં અહીં આપ ઘણી જગ્યાએ ફરી શકો છો.

સેંટોરીની, ગ્રીસ:

image source

દૂર દૂરથી લોકો અહીંની ખુબસુરત વાદીઓને જોવા આવે છે. અહીંની બિલ્ડીંગઝ, હોટેલ્સ, અને દરિયો બધું જ એટલું સાફ અને ચમકદાર છે કે આપને બીજે ક્યાંય જવાની ઈચ્છા થશે જ નહીં. રોમાન્સ સિવાય અહીં આર્કિટેક્ચર, થિયેટર, સાહિત્ય દર્શન, સંગીત, નૃત્ય, ખાવાનું અને સિનેમાના શોખીનોએ અહીં જરૂરથી જવું જોઈએ. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં અહીં ફરવા જવું ખૂબ સારું રહે છે.

ફ્લોરેન્સ, ઇટલી:

image source

આ પ્રાચીન સમય થી દુનિયાના સૌથી શક્તિશાળી શહેરો માંથી એક શહેર છે. આ શહેરમાં સારું જમવાનું, સારી પેંટિંગ્સ અને ફેશન માટે ખૂબ જાણીતું છે. અહીં મોટાભાગે લોકો હનીમૂન માટે આવે છે. મે થી સપ્ટેમ્બરના મહિનામાં અહીં ફરવા જવું અનુકૂળ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ