“પિઝા સ્ટીક્સ” – બાળકોને ખુબ પસંદ આવશે આ પીઝા સ્ટીક..

“પિઝા સ્ટીક્સ”

સામગ્રી:

1 મોટો પાતળો પીઝા બેઝ,
4-5 નાના ચેરી ટોમેટો,
4-5 નાની ડુંગળી,
3-4 કેપ્સિકમ,
1 કપ બાફેલ મકાઈ,
1 tsp ઓરેગાનો,
1 tsp ચીલી ફ્લેક્સ,
2 tsp જલપેનો,
2 tsp ઓલિવેઝ,
1 કપ પીઝા સોસ (રેસિપી એપમાં મળી જશે),
3 tsp બટર,
3 tsp ચીઝ સોસ,
1 કપ છીણેલ ચીઝ,
મીઠું,

રીત:

સૌ પ્રથમ ટોપિંગ માટે ટમેટા, ડુંગળી, કેપ્સિકમે ગોળ શેપમાં કટ કરવા.
એક પેન લઇ તેમાં બટર ગરમ થાય એટલે ચીઝ સોસ ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી બાજુ પર રાખવું.
હવે પીઝા બેઝ લઇ તેની મોટી સ્ટ્રીપ્સ કટ કરવી.
હવે તે સ્ટીક્સ પર પીઝા સોસ લગાવી બનાવેલ ચીઝ બટર સોસ લગાવી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રિન્કલ કરવા.
પછી ડુંગળી, ટમેટા, કેપ્સિકમ, કોર્ન, ઓલીવ્સ, જલપેનોનું ટોપિંગ કરવું.(આમાંથી જે પસંદ અટવા હાજર ન હોય તે નહીં ઉમેરવાનું)
પછી ચીઝ ઉપર મૂકવું.
250 ડિગ્રી C પર 10 મિનિટ પ્રિહીટેડ ઓવન કરી પીઝાને 18 મિનિટ માટે 200 ડિગ્રી C પર બેક કરવું.
તો તૈયાર છે પીઝા સ્ટીક્સ.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી