જલ્સા કરોને જેંતીલાલ

પીઝા સોસ – હવે પીઝા બનાવવા માટે બહારથી તૈયાર સોસ લાવવાની જરૂર નહિ રહે…

મિત્રો, આજકાલ નો જમાનો એટલે ફાસ્ટફૂડ એન્ડ રેડીમેડ પેકેટ ફૂડ્સનો જમાનો, બાળકો તો શું મોટાઓ પણ ફાસ્ટફૂડના ચાહકો બની ગયા છે. આજની ભાગદોડ વાળી કંઈક કરી છૂટવાની હોડ કે પછી મજબૂરીમાં ટાઈમના અભાવે આપણે ફાસ્ટફૂડ કે રેડીમેડ ફૂડ પેકેટ્સના આદિ બનતા જઈએ છીએ. પણ મિત્રો બહાર મળતું ફૂડ હેલ્થી એન્ડ હાઈજેનીક હોય છે ખરું?

શું તેમાં શુદ્ધતાનો ખ્યાલ રાખવામાં આવતો હોય છે, ના મિત્રો આપણે ઘણીવાર ન્યૂઝ પેપરમાં ફૂડ અને આરોગ્ય વિભાગના રિપોર્ટ્સ વાંચતા જ હોઈએ છીએ તેમ છતાં બહારનું હોંશે હોંશે આરોગિયે છીએ જે આગળ જતા આપણી જ હેલ્થને નુકશાન કરે છે. તો મિત્રો બહાર કરતા પણ સ્વાદિષ્ટ ફૂડ ઘરે જ શા માટે ના બનાવીએ જે સ્વાદની સાથે હેલ્થી અને હાઈજેનીક હોય. અને વળી હોટેલમાં અઢળક ખર્ચ સામે ઘરે સાવ ઓછા ખર્ચે તૈયાર કરી શકાય છે. તો હોમ-મેડ ફૂડ હેલ્થ સાથે વેલ્થ પણ બચાવે છે.

મિત્રો, આજે હું પિઝા ખાવાના શોખીનો માટે પિઝા સોસ બનાવવાની રેસિપી બતાવવા જઈ રહી છું. જે બહાર મળતા સોસ કરતા પણ ટેસ્ટી બનશે અને વળી કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ યુઝ કર્યા વગર એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને જયારે પણ પિઝા ખાવાની ઈચ્છા થાય ફટાફટ પિઝા બનાવી શકો છો તો ચાલો જોઈ લઈએ રેસિપી.

સામગ્રી :


2 ટેબલ સ્પૂન તેલ

8 થી 10 કળી લસણ

2 નંગ મીડીયમ સાઈઝના કાંદા

6 નંગ મીડીયમ સાઈઝના ટમેટા

1/2 ટેબલ સ્પૂન ચીલી ફ્લૅક્સ

1/2 ટેબલ સ્પૂન ઓરેગાનો

1/2 ટેબલ સ્પૂન મરી પાવડર

2 ટેબલ સ્પૂન ટોમેટો સોસ

7 થી 8 તુલસી પાન

મીઠું સ્વાદ અનુસાર

રીત :


1) એક નોન સ્ટિક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ લઇ મીડીયમ આંચ પર ગરમ કરો. તેલ હળવું ગરમ થાય એટલે તેમાં લસણની કળીઓ ઉમેરો. કળીઓને મોટા પીસીસમાં કટ કરીને એડ કરવી.લસણની કળીઓ સહેજ બ્રાઉનિશ થાય ત્યાંસુધી સાંતળો.


2) લસણની કળીઓ બ્રાઉનિશ થાય પછી તેમાં કાંદા ઉમેરો, કાંદાની સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લેવું. હવે આ કાંદા હળવા પિન્ક થાય ત્યાંસુધી સાંતળો.


3) કાંદા સાંતળીને તેમાં ટમેટાને મોટા પીસીસમાં કાપીને ઉમેરો. હવે આ ટમેટા હળવા સોફ્ટ થાય ત્યાંસુધી ઢાંકણ ઢાંકીને ચડવા દેવા અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવું.


4) ટમેટા થોડા સોફ્ટ પડે એટલે તેમાં તુલસી ના પાન, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરો, આ સમયે ઈટાલીયન હર્બ પણ એડ કરી શકાય. બરાબર મિક્સ કરી ફરી ઢાંકણ ઢાંકીને ટમેટા સાવ સોફ્ટ થાય ત્યાંસુધી ચડવા દો.


5) ટમેટા સોફ્ટ થાય પછી તેમાં મરી પાવડર ઉમેરી મિક્સ કરી લો. સ્ટવની ફ્લેમ ઓફ કરી દો અને આ મિશ્રણને ઠંડુ પડવા દો.


6) મિશ્રણ ઠંડુ પડે એટલે તેને મિક્ષર જારમાં લઇ લો અને સાથે 2 ટેબલ સ્પૂન ટોમેટો સોસ ઉમેરી ફાઈન પેસ્ટ તૈયાર કરી લો.


7) તો મિત્રો તૈયાર છે આ ટેસ્ટફૂલ પિઝા સોસ જેને કાચની એરટાઈટ બોટલમાં ભરી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી લો, એક મહિના સુધી આ સોસ ખરાબ થતો નથી.


મિત્રો, આ સોસને તમે ઘણી બધી રીતે યુઝ કરી શકો, પિઝા ઉપરાંત સેન્ડવિચ કે પછી પિઝા રોટી રોલ કે પિઝા પીનવિલમાં પણ આ સોસ યુઝ કરી શકાય.

તો મિત્રો છે ને સાવ સરળ તો તમે પણ આજે જ બનાવીને સ્ટોર કરી લેજો, બાળકો પિઝા ખાવાની ડિમાન્ડ કરે તો ફક્ત 10 જ મિનિટમાં પિઝા તૈયાર કરીને આપી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીની વિડીયો જોવા અહીં ક્લિક કરો :


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ

Exit mobile version