જલ્સા કરોને જેંતીલાલ

આ શખ્સે પણ જબરું રિસ્ક લીધું, મસમોટો અજગર રસ્તા પરથી પસાર થતો જોઈને પાસે સુઈ ગયો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

આ શખ્સે પણ જબરું રિસ્ક લીધું, મસમોટો અજગર રસ્તા પરથી પસાર થતો જોઈને પાસે સુઈ ગયો, સામે આવ્યું ચોંકાવનારું કારણ

જો અજગર તમારી પાસેથી પસાર થાય તો તમે કેટલા ડરી જાઓ એ જાણો જ છો. એવું કહેવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો પિલ્બારા રિક ઓલિવ પણ એક ખતરનાક અજગર છે. આ જોઈને પ્રાણીઓ તેમનો માર્ગ બદલી નાંખે એવો ખતરનાક આ અજગર છે. પરંતુ ઓસ્ટ્રેલિયામાં તેની બાજુમાં એક માણસ સૂઈ ગયો. એવું બન્યું કે આ વ્યક્તિ તેની બાજુમાં જ રસ્તા પર જઈને સુઈ ગયો હતો. આ વ્યક્તિનું નામ મેથ્યુ બેગર છે અને આ ફોટોને ટ્રેસી હેમબર્ગર નામની મહિલાએ ફેસબુક પર શેર કર્યો છે.

image source

જો વિગતવાર વાત કરીએ તો આ અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો. મેથ્યુ તેને બચાવવા માંગતો હતો જેથી તેને કોઈ ઇજા ન થાય. તેથી તે તેની સાથે રસ્તા પર સૂઈ ગયો. રસ્તો ઓળંગતી વખતે, એવું ન થવું જોઈએ કે કોઈ વાહન તેને કચડી નાખે અને તેનું મોત થાય. તેથી જ્યાં સુધી અજગર રસ્તાને ક્રોસ ન કરે ત્યાં સુધી તે રસ્તા પર આડો પડેલો રહે છે. આ આખા મામલાનો સંદર્ભ આપીને ટ્રેસીએ માહિતી આપી છે કે પિલબારા ક્ષેત્રમાં આ અજગર વિશે ઘણી માન્યતા છે.

image source

મેથ્યુ બેગરના પ્રયાસની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. દરેક જણ કહે છે કે જો લોકો દુનિયાભરમાં જાગૃત થાય, તો પર્યાવરણ અને લુપ્ત પ્રાણીઓને બચાવી શકાય છે. આ અજગરને હાલમાં સાચવવામાં આવી રહ્યો છે. તેણે ફેસબુક પર લખ્યું કે મેથ્યુ તમે ખૂબ બહાદુર અને ગૌરવવાન છો. આ પહેલાં એક વર્ષ પહેલાં ઇન્ટરનેટ પર કેટલીક આઘાતજનક તસવીર વાયરલ થઇ રહી હતી, જેમાં એક અજગર ઓસ્ટ્રેલિયન મીઠા પાણીના મગરને ગળતો નજર આવ્યો હતો. આ તસવીર ઓસ્ટ્રેલિયાના જીજી વાઇલ્ડ લાઇફ રેસક્યૂએ શેર કરી હતી. જીજી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુએ આ તસવીરને 1 જૂનના રોજ શેર કરી હતી.

 

ફોટા શેર કરતી વખતે, તેણે લખ્યું, “ઓસ્ટ્રેલિયાના બીજા અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનો સૌથી લાંબી સાપ અને ઓસ્ટ્રેલિયા મીઠા પાણીના મગરની શાનદાર તસવીર ક્લીક કરવામાં આવી છે. આ તસવીર માર્ટિન મુલરે લીધી છે. લાઇવ સાયન્સના જણાવ્યા પ્રમાણે તેના નીચલા જડબાના કારણે અજગર તેના મોં ને ખૂબ ખેંચી શકે છે. તેના કારણે તે હરણ, મગર, ઘોડો અને મનુષ્યને સરળતાથી ગળી શકે છે. ઓસ્ટ્રેલિયન અજગર 13 ફુટ સુધી લાંબો હોઈ શકે છે. મગરને ગળી જતી ભયાનક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. લગભગ 42 હજાર લોકોએ આ તસવીર શેર કરી છે. વર્ષ 2017માં ઇન્ડોનેશિયાના એક વ્યક્તિના શબને 23 ફુટ લાંબા અજગરના પેટમાંથી કાઢવામાં આવ્યું હતું.

image source

હાલમાં કેટલાક દિવસો પહેલાં જ ઓસ્ટ્રેલિયામાં એક મહિલાના પગમાં ઓસ્ટ્રેલિયન અજગર લપેટાઈ ગયો હતો. આ ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આવી હાલત જોઈને તેના પગ પર અજગર લપેટ્યા બાદ દક્ષિણપૂર્વ ક્વીન્સલેન્ડ મહિલાએ પોલીસને બોલાવી અને મદદ માંગી. અજગર તેના પગ પર એવો લપેટાયો હતો કે મહિલાનો પગ છોડતો જ ન હતો. એક ન્યૂઝ અનુસાર મહિલાએ બિલાડીથી અજગરને બચાવ્યો એના થોડા સમય બાદ આ ઘટના બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version