પીઠના દુઃખાવાથી લઈને ખીલની સમસ્યા સુધીના ફાયદા છે તો આજથી કેન્સલ બરોબર…

” તકિયો ” હા ભાઈ તકિયા વિષે જ છે આ લેખ. એ જ તકિયો જેને હું અને તમે ઊંઘવાના સમયે માથા નીચે ટેકવી ઘસઘસાટ કે નસકોરા ઢસડતી નીંદર માણીએ છીએ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લગભગ વ્યક્તિ સુવાના સમયે તકિયો લગાવીને જ સુવે છે. આ એક પ્રકારની આદત બની ગઈ છે. અને તેના પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે તકિયો રાખવાથી ગળાને આરામ મળે છે. જો તમે પણ દરરોજ તકિયા પર માથું ટેકવી સુવાની આદત ધરાવતા હો તો શું તમે આજથી તકિયા વગર સુઈ શકશો ?


નહીં ને ? પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે તકિયા વગર સુવાથી પણ શરીરને લાભ થાય છે. એક્સપર્ટની સલાહ મુજબ સૂતી વખતે તકિયાનો ઉપયોગ ન કરવાથી કરોડરજ્જુ સંબંધી સમસ્યાઓ નથી રહેતી. ઉપરાંત ચેહરા પર કરચલીઓ અને ખીલ થવાની શક્યતાઓ પણ ઓછી રહે છે. ચલો એ વિષે જરા વિસ્તારથી વાત કરીએ..

પીઠનાં દુખાવામાં રાહત

જયારે આપણે તકિયા પર માથું રાખીને ઊંઘીએ છીએ ત્યારે આપણું ગળું અને કરોડરજ્જુ સહેજ ત્રાંસમાં હોય છે. આવી આદત લાંબાગાળે ગળાનાં પાછળના ભાગે દુખાવા અને પીઠના દુખાવાને નોતરે છે. જે લોકો આ સમસ્યાથી પીડાતા હોય તેમને આજથી જ તકિયા વગર સુવાનો પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ. કારણ કે જયારે આપણે તકિયા વગર સુઈએ છીએ ત્યારે આપણી કરોડરજ્જુ એકદમ આરામની મુદ્રામાં આવી જાય છે અને શરીર પણ પ્રાકૃતિક સ્થિતિમાં રહે છે. જેના કારણે થોડા દિવસોમાં જ ઉપરોક્ત ગળાનો પાછળનો ભાગ અને પીઠમાં દુખાવાનો પ્રશ્ન સોલ્વ થઇ જશે.

ઊંઘ આવશે ઘસઘસાટ


જો કે ઊંઘ અને અનિદ્રા વિષે આ પહેલા અમે અહીં જેન્તીલાલ.કોમ પર બે વિગતવાર લેખ પ્રકાશિત કરી જ ચુક્યા છીએ જેમાં ઊંઘ ન આવવાના કારણો, પૂરતી ઊંઘ ન મળવાના કારણે શરીર પર થતી સાઈડ ઇફેક્સ્ટ અને સારી અને ગાઢ ઊંઘ માટેના ઘરેલુ ઉપચાર વિષે જણાવવામાં આવ્યું હતું.

વળી, આ લેખમાં આજે ફરી એક વાર ઉંઘનો ઉલ્લેખ થયો એટલે ધ્યાન દોર્યું. ખેર, આપણે વાત કરતા હતા તકિયા વિના સુવાથી ઘસઘસાટ ઊંઘ વિષે તો એ આગળ વધારીએ.

જો તમે એવું વિચારતા હોય કે મખમલી અને નરમ નરમ તકિયો રાખવાથી તમારા ગળાને આરામ મળે છે તો તે તમારો ખોટો વહેમ છે. એક અધ્યયન મુજબ નરમ તકિયા પર માથું રાખી સુવાથી ગળાનાં હાડકાને કોઈ આરામ મળતો નથી. ઉલટાનું તકિયા વગર સુવાથી ઊંઘ પણ સળંગ આવે છે અને અનિંદ્રા જેવી સમસ્યાથી પણ છુટકારો મળે છે.

યાદશક્તિ પણ વધે


હેં… મોં માંથી નીકળી ગયોને હેં.. કારો. પણ આ સાચું છે. જયારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણો મગજ આરામની સ્થિતિ હોય છે. અને જયારે આપણે ઉંઘીને ઉઠીએ ત્યારે માનસિક રીતે એકદમ ફ્રેશનેશ અને તાજગી અનુભવાઈ છે જેના કારણે આપણી મેમરી એટલે કે યાદશક્તિ પણ સુધરે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જયારે આપણી સુવાની આદત અને સ્થિતિ બરાબર હોય. અને સાચી સ્થિતિમાં સુવા માટે માથા નીચેનો તકિયો હટાવવો અનિવાર્ય છે.

ગળું અકળાઈ જવાથી રાહત


ઘણા લોકોને બે ત્રણ મહિને એકાદ વખત સુવા ફેરનાં કારણે ગળું એક તરફ અકળાઈ જવાની ફરિયાદ રહે છે. તેઓએ જાણી લેવું જોઈએ કે દરરોજ તકિયા પર માથું રાખી સૂવાથી આપણી કરોડરજ્જુ સૌથી વધુ પ્રભાવિત થાય છે જેના કારણે ગળાંની આસપાસની માંસપેશીઓમાં દુઃખાવો ઉપડી શકે. જો આ આદત છોડવામાં ન આવે લાંબાગાળે તેના ગંભીર પરિણામ પણ આવી શકે.

ત્વચા રહેશે ખીલ અને કરચલી રહિત


મોટેભાગે ઘરોમાં વપરાતા તકિયા કે તકિયાના કાપડના કવર દરરોજ ધોવાતાં નથી ક્યારેક ક્યારેક તો અઠવાડિયા અને મહિનાઓ સુધી ધોવાતાં નથી. આવી સ્થિતિમાં તકિયાના કવર પર ધૂળ, રજકણો અને અન્ય ગંદગી એકઠી થયા કરે છે અને જયારે આપણે તકિયા પર ગાલ રાખી ઊંઘીએ છીએ ત્યારે એ ગંદકી આપણા ગાલની ત્વચા પર ચોંટે છે જે આગળ જતા ખીલ વગેરે થવાનું કારણ બને છે. એ ઉપરાંત ચેહરા પર કરચલીઓ પડવાનું જોખમ પણ વધી જાય છે.

તકિયા વિષે આ પણ જાણો..


તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પુરાતન સમયમાં તકિયાનો ઉપયોગ માત્ર પૈસાદાર અને અમીર લોકો દ્વારા જ કરવામાં આવતો તેના પુરાવા મિસ્રની પ્રાચીન મકબરાઓમાં પણ જોવા મળે છે. ત્યારબાદ સમયાંતરે સિલાઈ ક્ષેત્રે આવેલી ક્રાંતિએ તકિયાના વિકાસમાં પણ ભાગ ભજવ્યો. તકિયા નરમ અને કવર સાથે બનવા લાગ્યા જેનું સૌથી વધુ ચલણ ચીન અને ફારસમાં વધવા લાગ્યું જે યુરોપ સુધી પહોંચ્યું. મધ્યકાલીન યુરોપમાં તો તકિયાને એક બહુમૂલ્ય વસ્તુ તરીકે રાખવામાં આવતા.

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ