જલ્સા કરોને જેંતીલાલ

પિતાની અંતિમયાત્રા હોવા છતાં પણ દેશ માટે રમતી રહી આ દિકરી, ગર્વ છે…

હોકી મિઝો ગર્લ લાલરેશમિયાએ રમત મૂકીને ન ગઈ, પિતાની અંતિમયાત્રામાં… દેશને માટે રમીને જીત હાંસલ કરી; ગર્વ છે આ દીકરી પર… છેલ્લા કેટલાક વખતથી આપણાં દેશમાં ક્રિકેટ સિવાય પણ અન્ય રમતોના સમાચારોએ પણ ધ્યાન દોર્યું છે. જેમાં મહિલા હોકીનું પણ નામ સામેલ છે. ભારતીય મહિલા હોકી ટીમે ગત રવિવારે નોંધનીય જીત મેળવી તે સમાચારની સાથે વધુ એક એવા સમાચાર પણ મળ્યા જેણે સૌની આંખ ભીની કરી દીધી.


૧૯ વર્ષીય લાલરેશમિયા નામની પ્લેયરે જે રીતે પોતાની રમતનું પ્રદર્શન કર્યું છે એ તો કાબીલે તારીફ છે જ પરંતુ એ વચ્ચે એક એવા સમાચાર તેને મળ્યા જે સાંભળીને તેણે બધું જ છોડીને પોતાના ઘરે પહોંચી જવું જોઈએ. પરંતુ એણે એવું ન કર્યું. દીલ દઈને રમત રમી અને જીતી પણ…

ઝાપાનના હિરોશિમામાં રમાઈ રહેલી મહિલા એફ.આઈ.એચ.. ટૂર્નામેન્ટની ફાઈનલ રમાવવા જઈ રહી હતી ત્યારે મિઝોરમની લાલરેશમિયાને સમાચાર મળ્યા કે તેના પિતાનું અવસાન થયું છે. એ સમયે ફાઈનલમાં રમવાનો નિર્ણય લેવો અને પોતાના પિતાની અંતિમ સંસ્કાર વિધિમાં ન જવાનો નિર્ણય લેવો એ કોઈપણ દીકરી માટે એક અઘરી ક્ષણ હોય છે. તેણે પોતાની રમત, ટીમ અને દેશ પ્રત્યેની સમર્પિતતાનો એક શ્રેષ્ઠ દાખલો પૂરો પાડ્યો છે.


ભારતીય મહિલા હોકી ટીમ પહોંચી સેમીફાઈનલમાંથી ફાઈનલમાં અને આવા એક દુખદ સમાચાર…

ચીલી દેશની સામે ભારતીય ટીમે સારી એવી લડત આપી હતી અને 4-૨ના અંકે જીત હાસલ કરી હતી. આ સમયે તેઓ ફાઈનલમાં પહોંચવાની અને જીતની હોંશમાં જ હતાં ત્યારે એક ગમગીન સમાચારે તેમને ઘેરી વળ્યા, ટીમના એક હોનહાર ખીલાડી મિઝોરમની લાલરેશમિયાના પિતાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. એ સમયે મેચમાંથી પાછા ઘરે ફરવાને બદલે તેમણે ટીમ માટે રમવાનો નિર્ણય લીધો અને ફાઈનલમાં આવીને જાપાનને તેમના જ હોમ ગ્રાઉન્ડ પર 3-૧ની લીડ સાથે મ્હાત આપીને જીત હાંસલ કરી. જીત્યા બાદ મહિલા હોકી ટીમના કેપ્ટન રાની રામપાલે જીતને લાલરેશમિયાના પિતાને સમર્પિત કરવાનું કહ્યું હતું.


મંગળવારે ઘરે પહોંચીને વિજેતા ખેલાડી થઈ ભાવૂક

તેઓ જાપાનથી પોતાના વતન મિઝોરમ પરત આવીને જ્યારે ઘરે પહોંચ્યાં ત્યારે માતાને ભેટીને ખૂબ રડી પડ્યાં. એ સમયે ત્યાં મિઝોરમ સરકારના અધિકારીઓ અને ગામના લોકો પણ હાજર હતા. પિતાના અવસાનના સમાચાર જાણ્યા પછી પણ ઘરે પહોંચવાને બદલે તેમણે ફાઈનલ રમવાનો નિર્ણય લીધો હતો. એ સમયે તેમણે તેમના કોચને કહ્યું કે, હું ઇચ્છું છું કે મારા પિતા મારા પર ગર્વ કરે. હું ફાઈનલમાં રમીને આપણી ટીમને ક્વોલિફાઈડ કરાવવા ઇચ્છું છું.

કેન્દ્રિય રમત મંત્રીએ કર્યું ટ્વીટ

પોતાની રમત પ્રત્યેની ખેલાડીની કટીબદ્ધતાને જોઈને મિઝોરમના કેન્દ્રિય રમત મંત્રી કિરણ રિજ્જુએ ટ્વીટ કરીને આ વાતની જાણ કરી હતી અને લાલરેશમિયાના પિતાના અવસાનનો શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે ભારતીય મહિલા હોકીના ખેલાડી લાલરેશમિયાના પિતાનું દુખદ અવસાન થયું એ સમયે તેઓ હિરોશિમામાં ફાઈનલ રમી રહ્યાં હતાં.એક યુવાન રમતવીરની આ પ્રકારની લાગણી જોઈને દેશભરમાંથી સૌની સહાનુભૂતિ અને ગર્વના સંદેશ મળી રહ્યા છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version