જલ્સા કરોને જેંતીલાલ

પિતાના વાળંદના બિઝનેસને આગળ વધારી રહી છે આ બે બહેનો, સચિન તેંડુલકર સહીત અનેક સેલિબ્રિટી છે ગ્રાહક…

બાર્બર ગર્લ્સ થઈ રહી છે પ્રખ્યાત, ‘જિલેટ ઇન્ડિયા’એ પ્રેરણાદાયક વીડિયો કર્યો જાહેર… બોલિવૂડ સેલિબ્રિટીઝ સહિત સચિન ટેંન્ડુલકરે પણ કરી તેમની પ્રસંશા…

આ બે બહેનોની પિતાની તબીયત બગડતાં નાની ઉમરે વાળંદનું કામ કરવાનું શરુ કર્યું, સચિન ટેંન્ડુલકરે પહેલીવાર તેમની પાસે કરાવી દાઢી…

દુનિયાભરમાં કેટલાય સાહસિક કાર્યોના વીડિયોઝ બહાર પડતા હોય છે અને લોકો તેને રસથી જોતા અને શેર કરતાં પણ હોય છે. ક્યારેક કેટલાક સાવ સામાન્ય લાગતાં કાર્યો પણ જ્યારે લોકોની નજરોમાં આવે છે ત્યારે તે પણ સૌની પ્રસંશા અને સરાહના મેળવે છે. એવું જ એક સાવ જ સામાન્ય લાગતો વીડિયો જોઈને પણ લોકોની વાહવાહી મેળવી રહી છે આ છોકરીઓ, જાણો શું છે તેમના જીવનની ખાસ વાત.

બાર્બર ગર્લ્સ નામથી જેમને જિલેટ ઇન્ડિયા શેવિંગ બ્લેડ કંપનીએ નામ આપ્યું છે તે બે બહેનો છે. જેમનું નામ નેહા અને જ્યોતી છે. આ બંને છોકરીઓ પોતાના પિતાની દાઢી – હજામત કરવાના સલૂનમાં ગ્રાહકોને શેવિંગ, હેર કટિંગ અને ચંપી પણ કરી આપે છે. એમને માટે ઉતારેલા ખાસ વીડિયોમાં જ્યારે તેમના સંઘર્ષની અને તેમના કામની વાતને જાહેર કરાયી ત્યારે આ બહેનો માટે સૌએ ગર્વ અનુભવતી કોમેન્ટસ કરી હતી. જેમાં અનેક સેલિબ્રિટિઓએ પણ પોતાના મંતવ્યો શેર કર્યા હતા.

શું છે આ જાહેરાતના વીડિઓમાં?


આ વીડિયોમાં નેહા અને જ્યોતી પોતાના પિતાની બાર્બર શોપમાં શેવિંગ અને હેર કટિંક કરતી બતાવવામાં આવી છે. જિલેટ એ આપણી ભારતમાં સૌથી વધુ વપરાતી પ્રખ્યાત શેવિંગ બ્લેડ કંપની છે. જેની જાહેરાતોમાં આપણે સામાન્ય રીતે સુપર સ્ટાર્સ, ક્રિકેટરો અને સુંદર સુપર મોડલ્સ જ જોઈ છે.

પરંતુ આ વખતે તેમણે બે સંઘર્ષ કરતી બહેનોની પ્રેરણાદાયક વાત રજૂ કરીને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. આ વીડિઓને અત્યાર સુધી કરોડો લોકોએ જોયો છે. અત્યાર સુધીમાં ૧.૬૦ કરોડ હિટ તેમની યુટ્યુબ પર નોંધાઈ ચૂકી છે.

સચિન ટેંન્ડૂલકર સાથે મુલાકાત

આટલો રસપ્રદ અને પ્રેરણાદાયક વીડિયો જોયા બાદ જેમને ભારતીય ક્રિકેટમાં જ નહીં વિશ્વ સ્તરે જેમનું ક્રિકેટની દુનિયામાં સર્વોચ્ચ નામ આવે છે એવા સચિન ટેંન્ડુલકરે તેમને મળવાની અને તેમની પાસેથી શેવિંગ કરાવવાની ઇચ્છા બતાવી હતી. સચિને તેમને મળીને સંદેશ આપ્યો કે આ બહેનોને મળીને મને આનંદ અને ગર્વ થાય છે. મહત્વનું એ છે કે આજ સુધી સચિનના નામે અનેક રેકોર્ડ થયા છે અહીં વધુ એક રેકોર્ડ પણ રચાઈ ગયો હતો.


સચિને જાહેર કર્યું કે આજ સુધી એમણે ક્યારેય કોઈ બીજા પાસે શેવિંગ કરાવ્યું નથી પરંતુ આ બાર્બર ગર્લ્સ નેહા અને જ્યોતી પાસે શેવિંગ કરાવવાનો પણ એક રેકોર્ડ બની ગયો. “આ મહિલા બાર્બર્સને મળવું એ સન્માનની વાત છે.” પોતાનો અનુભવ અને લાગણી સચિને તેમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર લખીને શેર કરી હતી.

અન્ય સેલિબ્રીટીઝ

સંજોગો સામે હારીને બેસી જવાને બદલે નિડર થઈને કોઈ જ શરમ કે સંકોચ રાખ્યા વિના આ બહેનોએ પિતાનો વારસો જાળવી રાખવા વાળંદનો વ્યવસાય શીખીને કામ કરવાનું શરૂ કર્યું છે. એ વાતની જાણ થતાં અનેક સેલિબ્રિટીઓએ પણ પોતાનો આનંદ અને મંતવ્ય વ્યક્ત કર્યું છે. જેમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા, રાધિકા આપ્ટે અને હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમનું પણ સામેલ છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની વાતને રજૂ કરીને એ બહેની હિમ્મતને દાદ આપી હતી.

તેમાં અભિનેતા ફિલ્મ નિર્દેશક ફરહાન અખ્તરે કહ્યું કે આ બંને બાર્બર ગર્લ્સ બહેનો માના દીલને સ્પર્શી ગઈ છે. તેમના પિતા અને ગામના લોકોને તેમને સપોર્ટ કર્યો એ માટે એમને સલામ.

વળી પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ તેની સ્ટાઈલમાં ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું છે, આ દુનિયા કોના થકી ચાલે છે! બાર્બર શોપ ગર્લ્સ જેવી બહેનોને કારણે…!! મને તેમનો વીડિઓ જોઈને ઘણી ખુશી થાય છે અને તેને શેર કરવા પણ ઉત્સુકતા અનુભવું છું.

શું હતો તેમનો સંઘર્ષ?

વર્ષ ૨૦૧૪માં નેહા અને જ્યોતી બે બહેનો સાવ જ નાની ઉંમરની હતી ત્યારે તેમના પિતાને શારીરિક તબીયત કથળતાં પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૪ અને ૧૧ વર્ષ જેટલી જ હતી અને તેમના પિતાને લકવાનો હૂમલો આવ્યો હતો. વ્યવસાયે વાળંદનું કામ કરતા બે દીકરીઓના માતાપિતાને તેમનું ભવિષ્ય અંધારમય લાગ્યું ત્યારે સમજ શું કહેશે? એવું વિચારવાને બદલે પિતાની સલૂન પર આ બે બહેનો જવા લાગી.

એ સમયે મજબૂરીને હતી આજે તેમનું પેશન થઈ ગયું છે. હેર કટિંગ અને શેવિંગ જેવા ઓજારો પર આજ સુધી પુરુષોનો જ ઇજારો રહ્યો છે. અને સમાજમાં પણ સ્ત્રીઓને આવા કામ કરવા દેવામાં આવતાં નથી ત્યારે ઉત્તર પ્રદેશના બનવારી તોલા જેવા સાવ જ નાના ગામની આ છોકરીઓએ એક નવો ચિલો શરૂ કર્યો છે. જેની સૌ કોઈએ છૂટ્ટા મોંએ પ્રસંશા કરી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version