પિતાએ દિકરીનાં લગ્ન માટે કરી હતી 2 લાખની બચત, ખબર પડી દર્દીઓને ઓક્સિજનની જરૂર છે તો બધા જ આપી દીધા

દીકરીનાં લગ્ન માટે કોઈ પણ પિતા પહેલથી જે બચત કરતા હોય છે. આવામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને સૌ કોઈ આ પિતાની વાહ વાહ કરી રહ્યાં છે. આ કિસ્સો મધ્યપ્રદેશના એક નાનકડા ગામનો જ્યાંના એક ખેડૂતે મોટી દરિયાદિલી દેખાડી છે. મળતી માહિતી મુજબ અહી એક ખેડૂતે ઓક્સિજન ખરીદવા માટે તેમની દીકરીનાં લગ્ન માટે 2 લાખ રૂપિયા બચત કર્યા હતાં. હવે તેણે આ પૈસા સ્થાનિક વહીવટને આપ્યા છે જેથી કોરોના દર્દીઓમાં જેને શ્વાસની તકલીફ છે અને ઓક્સિજન નથી લઈ શકતાં તેઓને મદદ મળી રહે.

image source

ખેડૂતે આ નિર્ણય દેશમાં ઓક્સિજનની અછતને ધ્યાનમાં રાખીને COVID-19 દર્દીઓની દુર્દશાને જોતાં લીધો હતો. જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના ગ્વાલ દેવીયન ગામના ચંપાલાલ ગુર્જરએ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે 2 લાખનો ચેક મયંક અગ્રવાલને આપ્યો હતો. જેમાંથી એક ચેલ જિલ્લા હોસ્પિટલ માટે અને બીજો ચેક ઝીરોણા જિલ્લા માટે આપ્યો છે. ગુર્જરે આ પૈસા તેની પુત્રીના લગ્ન માટે પૈસા બચાવ્યા હતા. તેની દીકરીનું નામ અનિતા છે. તે લગ્ન સમારોહને ભવ્ય બનાવવા માંગતો હતો જે રવિવારે યોજાવાના હતા.

image source

આ વચ્ચે COVID-19 દર્દીઓની દુર્દશાએ ખેડૂતને હચમચાવી નાખ્યા અને પુત્રીના લગ્નના થોડા સમય પહેલા જ તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેમણે કહ્યું કે મારી પુત્રીના લગ્નજીવનને યાદગાર બનાવવા માટે મેં જિલ્લા વહીવટી તંત્રને બે લાખની સહાય આપી હતી જેથી તેઓ બે ઓક્સિજન સિલિન્ડર ખરીદી શકે.

image source

અનિતા તેના પિતાના કામથી ખૂબ ખુશ હતી. તેમણે કહ્યું હમણાં COVID-19 કેસોમાં વધારો જોતાં મેડિકલ ક્ષેત્રે ઓક્સિજનની તીવ્ર જરૂર છે. આ પછી કલેક્ટર અગ્રવાલ સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે જો અન્ય લોકો પણ આ ખેડૂતની જેમ સહાય કરે અને દાન આપે તો રોગચાળા સામેની લડત ખૂબ જ સરળ થઈ જશે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે ઘણા લોકો અન્ય લોકોની મદદ માટે આગળ આવ્યા છે. મળતી માહિતી મુજબ મુંબઈના શાહનવાઝ શેખે થોડા દિવસો પહેલા પોતાના વિસ્તારના લોકોને મદદ કરવા માટે તેની એસયુવી 22 લાખ રૂપિયામાં વેચી હતી. તેના ફોર્ડ એન્ડેવરને વેચ્યા પછી તે દર્દીઓ માટે 160 ઓક્સિજન સિલિન્ડર ખરીદી અને મદદ કરી હતી.

image source

આ સિવાય ઉત્તર પ્રદેશમાં હમીરપુરનો એક ઉદ્યોગપતિ મનોજ ગુપ્તા 1 રૂપિયામાં ઓક્સિજન સિલિન્ડર રિફિલ કરી રહ્યો છે. જ્યારે તેની સાથે આ બાબતે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું મને દુ.ખ થયું છે કારણ કે હું પણ આવા જ અનુભવમાંથી પસાર થયો છું. જેથી હું લોકોની મદદ માટે આ કરી રહ્યો છું. આગળ વાત કરતાં તેણે કહ્યું કે મારા પ્લાન્ટમાં દરરોજ 1000 ઓક્સિજન સિલિન્ડરો રિફિલ્ડ કરવાની ક્ષમતા છે. દરેકને રિફિલ્ડ સિલિન્ડર 1 રૂપિયામાં આપવું તેવું મે નક્કી કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!