પીપલી ઔષધિ કરે છે અનેક બીમારીઓ દૂર, આ રીતે કરો તેનો ઉપયોગ

આયુર્વેદની આ ઔષધી છે શરદીથી લઈને ગેસ, અનિંદ્રા, ડાયાબીટીસ તેમજ અપચાના રોગોનો રામબાણ ઇલાજ

image source

ગેસની સમસ્યા એ હવે મોટા ભાગના લોકોની રોજિંદી સમસ્યા થઈ ગઈ છે અને જો રોજિંદી ન ગણો તો અઠવાડિયામાં ઓછામાં ઓછી એકવાર તો આ સમસ્યા ઉભી થઈ જ જાય છે.

અને પેટમાં ગેસ થવાના કારણે અન્ય શારીરિક સમસ્યાઓ પણ ઉભી થાય છે જેમ કે અપચો, હૃદયમાં બળતરા થવી અથવા તો ભુખ ન લાગવી, પેટમાં ગડબડ થવી, પેટમાં દુઃખવું.

image source

અને જો લાંબા ગાળે આ સમસ્યા રહે તેનાથી અન્ય ગંભીર સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. પણ આયુર્વેદની આ અક્સિર ઔષધી તમારી ગેસની સમસ્યાને કાયમ માટે દૂર કરી શકે છે અને તે ઉપરાંત પણ ઘણી બધી શારીરિક સમસ્યામાં રાહત આપે છે.

પીપલી એક પ્રકારના વેલ જેવા છોડ પર થાય છે. આ છોડ હંમેશા હળવા તાપ અને છાંયડામાં જ થાય છે. જે શરીરની ઘણી બધી તકલીફો દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

image source

પાચનને લગતી સમસ્યાઓ દૂર કરે છે પીપલી

પીપલીના પ્રયોગથી તમારું પાચનતંત્ર નિયમિત થાય છે અને તે તમારી ભુખને પણ વધારે છે. અને આ રીતે તે ગેસના કારણે તમારું પેટ ફુલી જવાની સમસ્યાને પણ દૂર કરે છે અને તેનાથી હાર્ટબર્ન પણ નથી થતું. આ ઉપરાંત તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોના કારણે તે અલ્સર સામે પણ લડે છે અને તેનાથી બચાવે છે.

દાંતના દુઃખાવામાં મદદ કેર છે પીપલી

image source

માત્ર બે ગ્રામ પીપલી પાઉડર, સંચળ, હળદરનો પાઉડર અને સરસિયાના તેલના થોડા ટીપાં આ બધી જ સામગ્રીને મિક્સ કરીને તેને તમારા દાત પર લગાવવામાં આવે તો દાતનો દુખાવો દૂર થાય છે.

સ્વશનને લગતાં રોગો દૂર કરે છે પીપલી

image source

પીપલીનો ઉપયોગ શ્વસન માર્ગને લગતાં રોગો જેમ કે શરદી, ઉધરસ, છાતીમા કફ થવો, અસ્થમા વિગેરેને દૂર કરવામાં અસરકારક રહે છે. તે શરીરની બળતરાને પણ દૂર કરે છે.

તેનાથી વિવિધ પ્રકારના ઇન્ફેક્શન્સ પણ દૂર થાય છે કારણ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિબેક્ટેરિયલ સંપત્તિ રહેલી છે અને તેનાથી છાતીમાં જામેલો જૂનામાં જૂનો કફ પણ દૂર કરી શકાય છે કારણ કે તે ધીમે ધીમે જાડા કફને પાતળો કરે છે અને પછી શરીરમાંથી બહાર કાઢે છે.

image source

આ તકલીફો દૂર કરવા માટે તમારે એક ચપટી પીપલીનું ચુરણ અને તેની સાથે થોડું મધ અને હુંફાળુ પાણી લઈ શકો છો ધીમે ધીમે તમારા શ્વસનમાર્ગને લગતી તકલીફો દૂર થવા લાગશે.

ડાયાબીટીસમાં રાહત આપે છે પીપલી

image source

પ્રાણીઓ પર કરવામાં આવેલા પ્રયોગ દ્વારા જાણવા મળ્યું કે પીપલીમાંથી કાઢવામાં આવેલું આસવ શરીરમાંના લોહીના શર્કરાના સ્તરને અંકુશિત રાખે છે.

2013માં કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું કે પીપલીના પ્રયોગથી તેમાં રહેલી એન્ટીડાયાબીટીક પ્રવૃત્તિઓએ ડાયાબીટીક રેટને નોંધનીય રીતે પ્રભાવિત કર્યૉ હતો. માત્ર ત્રીસ દીવસ બાદ કરવામાં આવેલા રીપોર્ટમાં તેમના લોહીના શર્કરાના પ્રમાણમાં ખાસો ઘટાડો જોવા મળ્યો હતો.

અનીંદ્રાની સમસ્યામાં પણ ગુણકારી છે પીપલી

image source

પીપલીના પાઉડરને જો મધ સાથે લેવામાં આવે તો તમારી ઉંઘ નહીં આવવાની સમસ્યા જેને ઇનસોમેનિયા કહે છે તે પણ દૂર થાય છે. તેને તમે ઉંઘતી વખતે દૂધ સાથે પણ લઈ શકો છો તેનાથી ઉંઘ ઘેરી આવે છે.

ઉંઘ ન આવવાની સમસ્યા ખાસ કરીને માનસિક રીતે થાકેલા લોકો તેમજ તાણમાં રહેતા લોકોનમાં વધારે જોવા મળે છે. તેવા લોકોએ પીપલીમુલ્યાદી વટી રોજ રાત્રે લેવી જોઈએ. એક સંશોધન પ્રમાણે આ પ્રયોગ કરવાથી માત્ર વ્યક્તિની ઉંઘમાં જ સુધારો નથી જોવા મળતો પણ સાથે સાથે તેની માનસિક જાગૃકતા વધે છે, તે સ્વસ્થ રહે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

પેટની ગડબડ દૂર કરે છે પીપલી

image source

પેટમાં જો ગડબડ થઈ ગઈ હોય તો તમે એક ચપટી પીપલી પાઉડર, એક ચપટી સૂંઠ અને એક ચપટી ભાંગ આ બધી જ સામગ્રીને મિક્સ કરીને હુંફાળા પાણી સાથે પી જવી. આ ઔષધી તમારે દીવસમાં ત્રણવાર જમ્યા પહેલાં લેવી તમને થોડા જ સમયમાં પેટની ગડબડથી રાહત મળશે. આ ઔષધીનું મિશ્રણ તમને ગંભીરમાં ગંભીર પેટની ગડબડમાં રાહત આપશે.

આ ઉપરાંત પીપલીના પ્રયોગથી લીવરને સુચારુ રીતે કામ કરવામાં મદદ મળે છે તેમજ હૃદયની સમસ્યામાં પણ મદદ મળે છે અને ગેસ તેમજ સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યામાં પણ તે રાહત આપે છે. અને તેમાં રહેલા એન્ટી-માઇક્રોબાયલના કારણે તે શરીરને સાર્વત્રિક રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ