રોજ તમે કરો પીપળાની પૂજા, અને મેળવો એક પછી એક આ ચમત્કારિક ફાયદાઓ

હિંદુ ધર્મમાં ભગવાનની પૂજા પાઠનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પ્રકૃતિ પૂજાનું પણ છે. આપને જણાવીએ કે, ‘શ્રીમદ ભાગવત ગીતા’માં ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે, વ્રુક્ષોમાં હું પીપળો છું અને હિંદુ ધર્મમાં પીપળાના વ્રુક્ષનું ખુબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. આવામાં આજે અમે આપને પીપળાના વ્રુક્ષના ખુબ જ સારા અને ચમત્કારિક ફાયદાઓ વિષે જણાવીશું.

image source

પીપળાની પુજાના કેટલાક ચમત્કારિક ફાયદાઓ વિષે.:

-ભારતીય આયુર્વેદમાં પીપળાના ઔષધીય ગુણોનો અસાધ્ય રોગોના ઉપચાર માટે ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે. પીપળાના વ્રુક્ષના દરેક ભાગ જેવા કે, છાલ, પાંદડા, ફળ, બીજ, દૂધ, જટા અને કુંપળ તથા લાખ બધા પ્રકારની આધિ- વ્યાધિઓના ઉપચાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

image source

-હિંદુ ધર્મમાં પીપળાના વ્રુક્ષને અમૃત સમાન માનવામાં આવે છે અને પીપળાના વ્રુક્ષને સૌથી વધારે ઓક્સિજન વાતાવરણમાં છોડે છે. આવા કારણથી પીપળાના વ્રુક્ષને પ્રાણવાયુનો ભંડાર કહેવામાં આવે છે. તેમજ પીપળાનું વ્રુક્ષ સૌથી વધારે ઓક્સિજન નું સર્જન કરે છે ઉપરાંત ઝેરીલી વાયુઓનું શોષણ કરવાની પણ પીપળાના વ્રુક્ષમાં ભરપુર ક્ષમતા હોય છે.

image source

-પીપળાના વ્રુક્ષના છાયડામાં ઓક્સિજનથી ભરપુર હોય છે જે આપણી આસપાસ આરોગ્યવર્ધક વાતાવરણનું નિર્માણ થયેલ હોય છે અને પીપળાના વ્રુક્ષના આવા સ્વાસ્થ્ય વર્ધક વાતાવરણની મદદથી વાત, પિત્ત અને કફની તકલીફો દુર થઈ જાય છે.

image source

-હિંદુ ધર્મગ્રંથ સ્કંદ પુરાણમાં વર્ણન કરવામાં આવેલ પીપળાના વ્રુક્ષમાં બધા દેવતાઓ વાસ કરે છે. ઉપરાંત મહર્ષિ શૌનકના જણાવ્યા મુજબ મંગલ મુહુર્તમાં પીપળાના વ્રુક્ષની નિત્ય ત્રણવાર પરિક્રમા કરવાથી અને જળ અર્પણ કરવાથી ગરીબી, દુઃખ અને દુર્ભાગ્યનો અંત થઈ જાય છે.

-શનિવારના રોજ આવતી અમાસના દિવસે પીપળાના વ્રુક્ષની પૂજા- અર્ચના અને સાત પરિક્રમા કરવાની સાથે કાળા તલની સાથે સરસોના તેલનો દીવો પ્રગટાવીને છાયાદાન કરવાથી શનિ ગ્રહની પીડાનો અંત આવી જાય છે.

Source: news india

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ