પિંકી રોશન – ઋત્વિક રોશનની મમ્મી, ૬૪ વર્ષે પણ છે એકદમ ફિટ એન્ટ ફાઈન… આપે છે જીમિંગની પ્રેરણા…

ઋત્વિક રોશનના માતા છે તેમની પહેલી પ્રેરણા, ૬૪ વર્ષે જીમિંગ કરતો તેમનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાઈરલ… પિંકી રોશનઃ ૬૪ વર્ષે પણ છે એકદમ ફિટ એન્ટ ફાઈન… આપે છે જીમિંગની પ્રેરણા…

 

View this post on Instagram

 

A post shared by Fans Hrithik Roshan Indonesia (@hrithikroshan_indo) on


૨ વર્ષે નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે ત્યારે એમને રોલમાં ફિટ થવા ઘટાડ્યું છે વજન. માતા છે તેમની પ્રેરણા, જાણો શું કહે છે પિંકી રોશન…

‘સુપર ૩૦’ નામનું ઋત્વિક રોશનને ઝળકાવતું ફિલ્મ આવી રહ્યું છે. જે ૧૨મી જૂલાઈએ રીલિઝ થશે. કહેવાય છે કે આ ફિલ્મમાં તેમણે એક બીહારના ગણિતના એક તજજ્ઞનો રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Fans Hrithik Roshan Indonesia (@hrithikroshan_indo) on


આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર જ્યારે તાજેતરમાં જ ફેન્સ માટે મૂકાયું છે ત્યારે તેમનામાં ફિલ્મને લઈને સૌમાં આતુરતા તો જાગી જ છે. પરંતુ ફિલ્મમાં કહેવાય છે કે એક શિક્ષકના રોલમાં ફિટ થવા માટે ઋત્વિકે એક ખાસ પ્રકારનું ડાયેટ ફોલો કર્યું છે અને તેમણે પોતાનું વજન પણ ઓછું થયું કર્યું છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં સોશિયલ મીડિયામાં ઋત્વિક રોશનના જીમિંગ કરતા ફોટોઝ કે વીડિયોઝ નહીં પરંતુ તેમની માતા પિંકી રોશનનું સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે, વીડિયો વાઈરલ…

 

View this post on Instagram

 

A post shared by Fans Hrithik Roshan Indonesia (@hrithikroshan_indo) on


પિંકી રોશન, ઋત્વિક રોશનની માતા, કાયમ તેમની તંદુરસ્તીની ખાસ સંભાળ લે છે. ૬૪ વર્ષની વયે પણ, પિંકી રોશન ફિટ રહેવા માટે નવી કવાયત અને તાલીમ કરતાં જોવા મળે છે. પીંકીજી યુવાનોને એક રીતે પ્રેરણા આપે છે.

આમ, તો તેઓ ઘણીવાર મીડિયાથી દૂર રહે છે. પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. પિંકીજી અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના એક્યુસ્કાઇઝ વિડિઓઝ શેર કરે છે. તેમનો લેટેસ્ટ ફિટનેસ વિડિઓ ખૂબ જ વાયરલ બની રહ્યો છે. જેને જોવાની પણ મજા આવે તેવું છે.

 

View this post on Instagram

 

A post shared by COSMOS Pakistan (@cosmospakistan) on


પિંકી રોશને તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલાક ચિત્રો અને વિડિઓઝ શેર કર્યા છે. જેમાં દેખાય છે કે તેઓ વ્યાયામ કરી રહ્યા છે. તેમના વીડિઓ જોઈને પ્રસંશકોએ તેમના જુસ્સા અને સખત મહેનતની ખૂબ સરાહના કરતા થાકતા નથી. લોકોએ સારી એવી ટિપ્પણી કરીને પિંકીજીનો ઉત્સાહ વધાર્યો છે.

આ વિડિઓને તેમણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને, કૅપ્શન લખ્યું, “તમારી સીમા ફક્ત તમારી કલ્પના છે. આજનો વર્કઆઉટ. એક પછી એક પાંચ – પાંચ સેકંડ માટે. પાંચ રાઉન્ડ અને ફક્ત ૨ મિનિટનો બ્રેક.” આપણે આશા રાખીએ છીએ કે ઋત્વિક રોશનની માતા પિંકી રોશનનો આ વીડિયો જોતા, યુવાનોને પણ તંદુરસ્તી વિશે જાગૃત થવાની જરૂરથી પ્રેરણા થશે.

 

View this post on Instagram

 

A post shared by IMAGES (@dawn_images) on


બે વર્ષ પછી, ઋત્વિક રોશન સિલ્વર સ્ક્રીન પર ફરી દેખાશે. ફિલ્મમાં તેમની ભૂમિકા માટે, આ અભિનેતાએ વજન ઘટાડવા માટે વિશેષ આહાર લેવાનો નિયમ અનુસરવો પડ્યો હતો. સામાન્ય વ્યક્તિના પાત્રમાં પ્રથમ વખત ૠત્વિક રોશન દેખાશે. અગાઉ, અભિનેતાઓએ રોમેન્ટિક રોલ્સ અને સુપરહીરોની ભૂમિકામાં ક્રિયા કુશળતા દર્શાવી હતી. બનારસમાં ફિલ્મનું શૂટિંગ કરતી વખતે ઘણી તસવીરો લિક થઈ ગઈ હતી. સુપરફાઇટર અને ડાન્સર ઋત્વિક રોશનને સુપરા ૩૦ના ગેટઅપમાં ઓળખવું મુશ્કેલ હતું.

 

View this post on Instagram

 

A post shared by tilaksame (@tilaksame) on


આપને જણાવીએ કે સુપર 30 ઋત્વિક રોશન છેલ્લે ફિલ્મ કાબીલમાં ૨૦૧૭માં દર્શકોને નજરે પડ્યા હતા. આ ફિલ્મ સુપર ૩૦ તાજેતરમાં ચીનમાં રિલિઝ થઈ ગઈ છે. જ્યાં તેમને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે, તેવું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on


આ ફિલ્મ પટનાના ગણિતશાસ્ત્રી આનંદકુમાર અને તેના વિદ્યાર્થીઓના સંઘર્ષ તેમજ સફળતાની સફર પર બનાવવામાં આવી છે. આનંદ કુમાર એવા વ્યક્તિ છે જેમણે ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને આઇ.આઇ.ટી. પરીક્ષા પાસ કરાવી શક્યા છે. તેમની સંસ્થાએ સુપર 30 રેકોર્ડ બનાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkie Roshan (@pinkieroshan) on


ઋત્વિક રોશના માતા પણ એક અનોખી રીતે પોતાનો જોશ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યાં દેખાય છે જે ખરેખર પ્રસંશાને પાત્ર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ