જે પણ મિત્રોને ​સ્કીન પ્રોબ્લેમ હોય તેઓ ખાસ વાંચે અને હવે ધ્યાન રાખે…

આધુનિક લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી આપણા સ્વાસ્થ્યને અનેક રીતે પ્રભાવિત કરે છે. આજે આપણે ટેકનોલોજીથી ઘેરાયેલા છે. વિવિધ પ્રકારના મશીનો અને ઉપકરણોને કારણે આપણા રોજિંદા કામ અને જટિલ કામ આસાનીથી થઈ જાય છે, પંરતુ અનેકવાર આ મશીનો આપણા શરીર અને દિમાગ પર પ્રતિકૂળ અસર પણ પાડી શકે છે. ચહેરા પર પિંપલ્સ કે પછી અન્ય પ્રકારના ડાઘ ચહેરાની સુંદરતાને બહુ જ ડેમેજ કરી દે છે. ખાસ કરીને, આજના સમયમાં એટલે કે બદલાતા મોસમમાં ચહેરા પર પિંપલ્સ હોવાની શક્યતા વધી જાય છે. જેને કારણે ચહેરાની રંગત ઉડી જાય છે.

મોબાઈલ ફોન અને પિંપલ્સઆજના લોકો, ખાસ કરીને યંગસ્ટર્સમાં સ્માર્ટફોનનો ક્રેઝ કંઈક વધુ જ છે. નાના બાળકો પણ આજકાલ સ્માર્ટોનના તમામ ફીચર્સ વિશે ન માત્ર જાણે છે, પંરતુ તેનો ઉપયોગ કરતા પણ સારી રીતે જાણે છે. જોકે, આ બાબત ફાયદો છે, તો નુકશાન પણ કરે છે. વધુ સ્માર્ટફોનનો નકારાત્મક પ્રભાવ આપણા દિમાગ પર તો અસર કરે છે, સાથે જ આપણી સ્કીન પર પણ અસર કરે છે.એક સ્ટડી અનુસાર, સ્માર્ટ ફોન વધુ ઉપયોગ કરનારા લોકોમાં પિંપલ્સની સમસ્યા બહુ જ વધી જાય છે. આવું એટલા માટે થાય છે કે, જ્યારે આપણે મોડી રાત સુધી સ્માર્ટફોન કાનમાં લગાવીને વાત કરીએ છીએ, તો મોબાઈલ સાથે ચોંટેલા બેક્ટેરીયા આપણી સ્કીનના પોર્સમાં જતા રહે છે. જેનાથી પિંપલ્સ થઈ શકે છે.

આ ઉપરાતં મોટાભાગન લોકો સ્માર્ટફોન હાથમાં જ રાખે છે. જેને કારણે અનેક પ્રકારના કીટાણુઓ ફોનમાં ચોંટી જાય છે અને જ્યારે આપણે આપણો હાથ ચહેરા પર લગાવીએ છીએ, તો થોડા સમય બાદ જ ચહેરા પર પિંપલ્સ આવવાની શરૂઆત થઈ જાય છે. જો તમે પણ એવું કરો છો, તો સાવધાન થઈ જાઓ. સ્માર્ટફોનથી વાત કરવા સમયે હંમેશા ઈયર ફોનનો ઉપયોગ કરો. અતવા તો ફોનનો ઉપયોગ કર્યા બાદ ચહેરા પર હાથ લગાવવો હોય તો હાથ બરાબર ધોઈ લેવા.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી