આ પાયલોટે પોતાના ટીચરને બધા જ યાત્રીઓ સામે જે માન-સમ્માન આપ્યું તે જાણીને તમારી આંખમાં પાણી આવી જશે!

કેહવાય છે કે બાળકના જીવન ઘડતરમાં જેટલી જ ભુમિકા માતા-પિતાની હોય છે તેટલી જ મહત્ત્વની ભુમિકા એક શિક્ષકની પણ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે જો અર્જુનને દ્રૌણાચાર્ય જેવા ગુરુ ન મળ્યા હોત તો તે શસ્ત્ર વિદ્યામાં નિપુણ ન બન્યો હોત. શિક્ષકો આપણને આપણા ઉજ્જ્વળ ભવિષ્ય માટે ઘડતા હોય છે.

image source

જો કે તે સમય એવો હોય છે કે આપણે આપણા શિક્ષકોની વાતો પર બહુ ધ્યાન નથી આપતા. પણ જેમ જેમ આપણે મોટા થતાં જઈએ તેમ તેમ તેમની વાતો સમજાતી જાય છે અને તેમના માટેનું માન વધતું જાય છે અને જ્યાં ક્યાંય પણ આપણો તેમની સાથે ભેટો થઈ જાય તો તેમને પગે લાગવા આપોઆપ આપણું મસ્તક ઝુકી જાય છે.

image source

થોડા સમય પહેલા તર્કીશ એરલાઇન્સમાં પણ આવું જ એક દ્રશ્ય જોવા મળ્યું. અહીં પણ એક પુર્વ શિક્ષક અને પુર્વ વિદ્યાર્થીનો ભેટો થઈ ગયો હતો અને એક લાગણીસભર દ્રશ્ય સર્જાયું હતું. વાસ્તવમાં બન્યું હતું એવું કે ટર્કીશ એરલાઇન્સના પાયલટને ખ્યાલ આવ્યો કે તેની જ ફ્લાઇટમાં તેના પુર્વ શીક્ષક મુસાફરી કરી રહ્યા છે કે જેમણે તેને પ્લેન ઉડાવતા શિખવ્યું હતું, ત્યારે તેના મનમાં તરત જ તેમને સમ્માન આપવાનું મન થઈ આવ્યું.

image source

તેણે ફ્લાઇટના બધા જ પેસેન્જર સામે પોતાની સ્થાનિક ભાષા એટલે કે ટર્કિશમાં શિક્ષકને એક સુંદર લાગણીભર્યો સંદેશ વાંચી સંભળાવ્યો. તેનો આ સંદેશો સાંભળીને માત્ર તેના શિક્ષક જ નહીં પણ ફ્લાઇટમાં હાજર દરેક પેસેંજર કે જે તેની ભાષા સમજી શકતાં હતા તેમની આંખોમાં આંસુ આવી ગયા.

image source

તેનો સંદેશ કંઈક આમ હતો, “માનનિય પ્રવાસીઓ, આ તમારો કેપ્ટન બોલી રહ્યો છે, આજે એક ખુબ જ મહત્ત્વનો દિવસ છે. કારણ કે આપણી ફ્લાઇટમાં આપણી સાથે આજે એક મહત્ત્વના મુસાફર પ્રવાસ કરી રહ્યા છે.

તે એ જ શિક્ષક છે જેમણે મને પાયલટ બનતાં શિખવ્યું. તેઓ 20 વર્ષ સુધી કેપ્ટન રહી ચુક્યા છે અને ત્યાર બાદ દસ વર્ષ સુધી શીક્ષક/ઇન્સ્ટ્રક્ટર રહી ચુક્યા છે. તેમણે મને અને મારા જેવા ઘણા બધા કેપ્ટન્સને પ્લેન ઉડાવતા શિખવ્યું છે.

image source

મારા કેપ્ટન મારા શીક્ષક સાદિક ઓનુર, મારા માટે એ સમ્માનની વાત છે કે તમે અહીં અમારી સાથે છો. મને આનંદ છેકે તમે મારા શિક્ષક છો, મને આનંદ છે કે તમે મારા પિતા અને મારા શિક્ષક જેવા છો.”

તો વળી ટર્કિશ એરલાઇન્સના સ્ટાફે તેમને કંઈક આ રીતે સમ્માન આપ્યું હતું, “સમગ્ર ટર્કિશ એરલાઇનના સ્ટાફ તરફથી હું તમને તેમજ બધા જ શિક્ષકોને આ શિક્ષક દીવસ પર અભિનંદન પાઠવું છે, મહેરબાની કરીને અમારા તરફથી આ ગુલદસ્તો સ્વિકારો, મારા શિક્ષક.”

આમ કહ્યા બાદ, પાયલટ વિદ્યાર્થિની ફ્લાઇટના એરલાઇન્સના સ્ટાફે શિક્ષકને સમ્માન આપવા માટે એક ગુલદસ્તો પણ ભેટ આપ્યો અને વારા ફરતી વારો ફ્લાઇટના સ્ટાફ તેમને ભેટ્યો. આ ક્ષણે સમ્માનિત શિક્ષકની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને સાથેના કેટલાક મુસાફરોની આંકો પણ ભીની થઈ ગઈ હતી.

image source

આ ક્ષણનો વિડિયો આજે સમગ્ર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને તેને વારંવાર શેયર તેમજ લાઇક કરવામાં આવી રહ્યો છે. ખરેખર આ એક અત્યંત સુંદર, સમ્માનનિય, લાગણીસભર અને મનનાં ઉંડાણો સુધી સાંચવી રાખવા યોગ્ય ઘટના હતી. અમે આશા રાખિએ કે દરેક વ્યક્તિ પોતાના શિક્ષકને આટલું જ માન આપતી હોય. આપણે પણ આપણા પૂર્વ શિક્ષકોને માન આપવા માટેનો એક અવસર પણ ન ચુકવવો જોઈએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ