શું તમને પીળા દાંતની ચિંતા સતાવે છે ? તો તેને દૂધ જેવા ધોળા બનાવવા આ ઉપાય અજમાવો

એ વાત સાચી છે કે લોકો કોઈ પણ વ્યક્તિને સૌ પ્રથમ તો તેના દેખાવથી જ આંકતી હોય છે. પણ જો તે દેખાવમાં આકર્ષક ન હોય પણ તેનું સ્મિત આકર્ષક હોય તો તે કેટલાએ લોકોના દીલ માત્ર પોતાના એક સ્મિતથી જ જીતી લે છે. અને આ સ્મિતમાં સૌથી મોટો કોઈનો ફાળો હોય છે તો તે છે તમારી બત્રીસી એટલે કે તમારાં દાંત.

પણ ઘણી વાર એવું બનતું હોય છે કે પિળા દાંત હોવાના કારણે લોકો પોતાના સ્મિત પર પણ કાબુ મુકી દેતા હોય છે કારણ કે તેમને પોતાના પિળા દાંતથી શરમ આવતી હોય છે. તો હવે તમારે તમારા પિળા દાંતથી શરમાવાની કોઈ જરૂર નથી પણ અહીં જણાવેલા ઉપાય અજમાવી તેને દૂધ જેવા ધોળા બનાવી તમારા સ્મિતથી લોકોના દીલ જીતી લો.

એપલ વિનેગર

એપલ વિનેગર હવે દરેક સુપર માર્કેટમાં ઉપલબ્ધ છે. તે વિવિધ રીતે તમારા સ્વાસ્થ્યને ફાયદા પહોંચાડી શકે છે પણ અહીં ખાસ દાંતની વાત થઈ રહી છે તો તેના માટે તમારે એક કપ પાણીમાં અરધો કપ એપલ સીડર વિનેગર ઉમેરવાનું છે અને તેને મોઢામાં લઈ તેનાથી કોગળા કરવાના છે. અને જ્યાં સુધી તમારું મોઢું ચોખ્ખું ન થાય ત્યાં સુધી તમારે આમ કરવું. ધીમે ધીમે આ પ્રયોગથી તમારા દાંત સફેદ થવા લાગશે.

લીંબુ, મીઠુ અને સરસિયાનું તેલ

આ ત્રણે સામગ્રીને સરખા પ્રમાણમાં મિક્સ કરવી અને તેની એક પેસ્ટ તૈયાર કરવી. હવે આ પેસ્ટને તમારે તમારા દાંત પર ઘસવી. આ એક ખુબ જ જુનો ઉપાય છે. આ ઉપાયનો નિયમિત પ્રયોગ કરવાથી તમારા પિળા દાંત ધોળા થઈ જશે.

લીંબુ અને બેકિંગ સોડા

લીંબુ અને બેકીંગ સોડાનો ઉપયોગ તમારે આ રીતે કરવાનો છે. લીંબુનો રસ અને સામે તેટલા જ પ્રમાણમાં બેકીંગ સોડા લેવો અને તે પેસ્ટથી તમારે તમારા દાંત ઘસવાના છે. આમ કરવાથી તમારા પિળા દાંત સફેદ થઈ જશે જો કે તમારે બેકિંગ સોડાનો ઉપયોગ વધારે ન કરવો તેમ કરવાથી તમારા દાંતના ઉપરના એનેમલને નુકસાન પહોંચી શકે છે.

કેળાની છાલ

કેળુ ખાઈ લીધા બાદ તેની જે છાલ વધે તેની અંદરના ધોળા ભાગને દાત પર ઘસવાથી દાંત ધોળા થાય છે. તેના માટે તમારે કેળાની છાલની અંદરની બાજુ તમારા દાંત પર ઘસવી અને ત્યાર બાદ હુંફાળા પાણીથી કોગળા કરી લેવા. આ પ્રયોગ નિયમિત કરવાથી દાતની પીળાશ ધીમે ધીમે દૂર થઈ જશે. આ એક અસરકારક તેમજ સુરક્ષિત રીત છે.

નાળિયેર તેલના કોગળા

રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ બ્રશ કર્યા પહેલાં તમારે એક ચમચી નાળિયેરના તેલથી કોગળા કરી લેવા. આ એક લાંબી પ્રક્રિયા છે. પણ તેને નિયમિત કરવાથી દાંત મજબુત પણ થાય છે અને ધોળા પણ થાય છે. એક ચમચી નાળિયેરના તેલને તમારે મોઢામાં લઈ સતત ઘુમાવતા રહેવું. આ પ્રક્રિયા 10-12 મિનિટ કરવી.

સંતરાની છાલ

સંતરાની છાલ તમારી ત્વચાને તો સૌંદર્ય આપે જ છે પણ જો તેને નિયમિત રીતે દાત પર ઘસવામાં આવે તો તેનાથી ધીમે ધીમે તમારા પિળા દાંત ધોળા થવા લાગશે. અને તમારી ત્વચાની સુંદરતાની સાથે સાથે તમે જ્યારે જ્યારે પણ સ્મિત કરશો ત્યારે ત્યારે તમારા વ્યક્તિત્વની સુંદરતામાં ઓર ઉમેરો થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ