તળાવમાં કૂદી યુવાને કબૂતરનો જીવ બચાવ્યો, પૂરી સ્ટોરી વાંચશો તો રુંવાટા થઇ જશે ઉભા

ઉત્તરાયણ એટલે પતંગ અને માંજાનો તહેવાર.

image source

ઉત્તરાયણમાં લોકો ઊંધિયું, જલેબી, તલના લાડુ, સિંગના લાડુ, તલ-સિંગની ચીક્કી, શેરડી, બોરને બીજું ઘણું બધું જેની સાથે મોજ મસ્તી કરીએ છીએ.

પરંતુ શું જાણો છો કે મનુષ્યની આ જ મોજ મસ્તી અન્ય પશુ-પક્ષી કે ખુદ મનુષ્ય પણ માટે ઘાતક સાબિત થઈ શકે છે. તો ક્યાંક બચાવવાના અદભુત કિસ્સાઓ પણ સામે આવે છે.

image source

ખાસ કરીને પક્ષીઓ ખૂબ ઘાયલ થાય છે પતંગની દોરીથી તો કેટલીક મુક પક્ષીઓએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે. જો કે ગુજરાતમાં સરકાર તરફથી અને અન્ય સંસ્થાઓ પણ પક્ષીઓને બચાવવાનું કામ કરે જ છે.

આ સાથે જ ઘણીવાર સામાન્ય નાગરિકો પણ પક્ષીઓને બચાવવામાં મદદ કરે છે. એવો જ એક બનાવ વડોદરા શહેરમાં બન્યો છે. તો ચાલો આ બનાવ વિશે વિગતવાર જાણકારી મેળવીએ…

image source

ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ પતંગના દોરાથી ખૂબ ઘાયલ થાય છે અને કોઈની પાંખમાં દોરા વીંટાય છે તો કોઈના ગળામાં કે પગમાં. વડોદરા શહેરના સુરસાગર તળાવમાં આવું જ એક પક્ષી કબૂતર પાંખમાં દોરા વીંટાય જવાના કારણે તળાવમાં પડી ગયું. ત્યારે એક યુવકે સુરસાગર તળાવમાં કૂદીને કબૂતરને નવજીવન આપ્યું છે.

image source

ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે હજારો પક્ષીઓ જીવ ગુમાવે છે, જ્યારે તેનાથી પણ વધારે પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. જ્યારે વડોદરાના સુરસાગર તળાવમાં એક કબૂતર પતંગની દોરીથી ઘવાયેલી હાલતમાં પાણીમાં પડ્યું ત્યારે ત્યાં હાજર બધા વ્યક્તિઓમાંથી એક બાળકીની નજર તેની પર પડી અને આ બાળકીએ તેના પિતા સતીશ ભાઈને કહ્યું કે, ” પપ્પા ફટાફટ જાવ અને કબૂતરને બચાવી લો.”

image source

દીકરીના આ શબ્દો સાંભળતા જ સતિષભાઈ સુરસાગર તળાવમાં કુદી ગયા અને તરફડી રહેલ કબૂતરને પકડી લીધું અને કબૂતરને ડૂબતા બચાવી લીધું હતું. આ કબૂતરને તળાવની બહાર લાવીને આગળની સારવાર માટે જીવદયા કેન્દ્ર જ્યાં ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે ત્યાં મોકલી આપ્યું હતું.

image source

સતિષભાઈ પાસે સમય ઓછો હતો એટલે તેઓ કઈ વિચાર્યા વગર જ તળાવમાં કુદી ગયા હતા. ઉપરાંત ફક્ત બે મિનિટની અંદર જ કબૂતરને બચાવીને બહાર લાવ્યા હતા. જ્યારે કબૂતરને પાણીમાંથી બહાર લાવ્યા ત્યારે તેની પાંખોમાં દોરી વિટાયેલી હતી.

image source

આ દોરી સતિષભાઈએ પોતાના મોંથી ખુબજ કાળજીપૂર્વક કાઢી નાખી હતી. આ રીતે દીકરીની ઈચ્છાને માન આપતા એક પિતાએ મુક પક્ષીને નવજીવન આપ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ