તાજેતરમા અમેરિકાના એક ચિત્રકારના ચિત્રોની ફાઇલ કરોડો રૂપિયામાં વેચાય છે, આ ફાઇલના ચિત્રોની ચર્ચા હાલમાં ચારે તરફ થઈ રહી છે. સૌ આ અનોખા ચિત્રો જોવા માટે ઉત્સુક છે. આ અમેરિકન ચિત્રકારનુ નામ બીપલ છે. બીપલના ચિત્રની ડિજિટલ ફાઇલ (જેપીજી ફાઇલ) 503 કરોડ રૂપિયામાં વેચાય હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ ચિત્રો વિશે વાત કરીએ તો તે વિવિધ ફોટોગ્રાફ્સનું ડિજિટલ કોલાજ છે. અહી ખાસ વાત એ છે કે આ કોલાજનું કોઈ ફિઝિકલ વર્ઝન હાલમા ઉપલબ્ધ નથી.

બીપલના આ ડિજિટલ આર્ટ માટે યુકેની હરાજી કંપની ક્રિસ્ટી દ્વારા હરાજી કરવામાં આવી છે. આ કોલાજનું નામ ‘Everydays:The First 5000 Days’ એવુ રાખવામા આવ્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. કોલાજ હરાજી માટે લગભગ બે અઠવાડિયાનો સમય નક્કી કરવામા અવ્યો છે, જેથી આ સમય દરમિયાન કોલાજને હરાજી માટે ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.

કોલાજની કિંમત વિશે વાત કરીએ તો આ કોલાજની પ્રારંભિક કિંમત આશરે માત્ર 7200 રૂપિયા જ રાખવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે આજકાલ ડિજિટલ વસ્તુઓને બ્લોકચેન ટેકનોલોજી દ્વારા યુનિક સ્વરૂપમા રૂપાંતરિત કરવામાં આવે છે અને પછી તે વધુ કિંમતે વેચાય છે. આવી ડિજિટલ સંપત્તિને નોન-ફિંગિબલ ટોકન (એનએફટી) કહેવામાં આવે છે. મળતી માહિતી મુજબ, હવે બીપલનો કોલાજ સૌથી મોંઘો એનએફટી બની ગયો છે. આની પહેલા પણ ગત મહિને બીપલનો એક વીડિયો પણ ઉચા ભાવે ખરીદવામાં આવ્યો હતો. માત્ર 10 સેકન્ડનો તે વીડિયો લગભગ 48 કરોડ રૂપિયામાં વેચાયો હોવાનુ જાણવા મળ્યુ હતુ.

બીપલના આ કોલાજ વિશે વિગતે વાત કરીએ તો આ કોલાજમાં કુલ 5000 ફોટોગ્રાફ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તસવીરો છેલ્લા 13 વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. બીપલ કહ્યુ હતુ કે તેઓ દિવસમાં માત્ર એક જ ચિત્ર તૈયાર કરતા હતા.

હાલમાં આ કોલાજનુ વેચાણ થઈ ગયુ છે તેવુ જાણવા મળી રહ્યુ છે અને આ કોલાજ ફાઇલ માટે લગાવેલી કિમતની વાત કરીએ તો તે 503 કરોડ છે. 503 કરોડ જેટલી મોટી રકમ ચૂકવી આ ફાઇલ ખરીદનાર વ્યક્તિ કોણ છે તે સૌ જાણવા માંગે છે. પરંતુ બીપલની આ તસવીર ખરીદનાર વ્યક્તિનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

બીપલે પોપ સ્ટાર જસ્ટિન બીબર, કેટ પેરી સાથે પણ કામ કર્યું હોવાનુ જાણવા મળી રહ્યુ છે. બીપલે તેમના ફોટોગ્રાફ્સમાં 21મી સદીનું જીવન દર્શાવે છે. ઇન્સ્ટાગ્રામ પર બીપલના લગભગ 2 મિલિયન ફોલોઅર્સ પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,