26મી જાન્યુઆરીની પરેડની આ તસવીરો જોઇને ગજગજ છાતી ફુલી જશે તમારી

26મી જાન્યુઆરીની પરેડની જબરજસ્ત તસ્વીરો જોઈ તમે પણ દેશના સૈન્ય બળ પર ગર્વ અનુભવશો

image source

આવનારી 26મી જાન્યુઆરીએ ભારત પોતાનો 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. જેની તૈયારીઓ દીલ્લી ખાતે પુરજોશમાં થવા લાગી છે. ખાસ કરીને રાજપથને શણગારવામાં આવશે કારણ કે અહીંથી ઇન્ડિયાગેટ સુધી પરેડ કરવામાં આવે છે.

image source

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના સૈન્ય બળો પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. આ દિવસે ભારતની ત્રણે સેના, થલ સેના, જળ સેના અને વાયુ સેના પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે આ ઉપરાંત દેશના રાજ્યો દ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરતી ઝાંખીઓ પણ પ્રસ્તૂત કરવામાં આવે છે.

image source

દર વર્ષે 26મી જાન્યુઆરીના દિવસે સવારે 9 વાગે રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ ફરકાવ્યા બાદ ગણતંત્ર દિવસ પરેડ શરુ કરવામાં આવે છે. જે લગભગ ત્રણ કલાક સુધી અવિરત ચાલે છે. તેના માડે કેટલાક દિવસ પહેલાં જ રિહર્સલ શરૂ કરી દેવામાં આવે છે.

image source

26મી જાન્યુઆરીના દિવસે રાજપથથી લઈને ઇન્ડિયાગેટ સુધીની પાંચ કિલોમીટરની પરેડ કરવામાં આવે છે. જે રાષ્ટ્રપતિ ભવન પાસેના રાયસીના હિલથી નીકળીને રાજપથ થઈને ઇન્ડિયા ગેટ અને લાલ કિલ્લા સુધી જાય છે.

આ દિવસે રાષ્ટ્રપતિ સુંદર રીતે સજાવેલી બગીવાળી ઘોડાગાડીમાં પરેડમાં શામેલ થાય છે. તેમની સાથે ઘોડા પર બોડીગાર્ડ્સ પણ સવાર હોય છે. અને તેમના આગમનથી જ પરેડની શરૂઆત કરવામાં આવે છે.

image source

આ દિવસે ધ્વજ રાષ્ટ્રપતિ દ્વારા ફરકાવવામાં આવે છે પણ દેશના વડા પ્રધાન આ દિવસે ઇન્ડિયા ગેટ ખાતે આવેલ અમર જવાન જ્યોતિ પર પુષ્પહાર ચડાવીને યુદ્ધમાં શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપે છે.

image source

પરેડમાં દેશના વિવિધ રાજ્યોની ઝાંખી પણ પ્રસ્તૂત કરવામાં આવે છે જેમાં જે તે રાજ્યોમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ, સ્થાપત્ય કલાઓ, તહેવારો, ત્યાંની સરકારી યોજનાઓ વિગેરેનો પણ સમાવેશ થાય છે.

રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજ લહેરાવ્યા બાદ રાષ્ટ્રગાન ગાવામાં આવે છે અને 21 તોપોની સલામી આપવામાં આવે છે.

image source

આ પરેડમાં સૈન્યના જવાનો દ્વારા વિવિધ સ્ટંટ પણ બતાવવામાં આવે છે. એક જ બાઈક પર અનેક સવારો સવારી કરીને લોકોને ચકિત કરી મુકે છે. તેમને ડેરડેવિલ્સ કહેવામાં આવે છે.

image source

આ પરેડમાં મોટરસાઇક સ્ટંડ ટીમ ઉપરાંત, હથિયારોનું પ્રદર્શન પણ કરવામાં આવે છે અને ઉજવણીની ક્લોઝિંગ સેરેમની વખતે એક ડ્રામેટીક એરશો પણ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ