ફોન પે અને ગુગલ પે મારફતે થઈ હજારોની છેતરપિંડી, ખાસ ધ્યાન રાખજો તમે પણ નહિં તો પળવારમાં છેતરાઇ જશો

ચેતી જજો ઓનલાઈન આર્થિક વ્યવહારોથી – સૂરતમાં ફોન પે અને ગુગલ પે મારફતે થઈ હજારોની છેતરપિંડી – સાવચેત રહેવા આખી ઘટના વાંચો

છેલ્લા ઘણા સમયથી સરકાર લોકોને ઓનલાઈન પેમેન્ટ માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેમાં પણ જ્યારથી કોરોના વાયરસની મહામારી ફેલાઈ છે ત્યારથી તો લોકો રૂપિયાની નોટો કે સિક્કાઓ અડતા પણ ગભરાઈ રહ્યા માટે તેઓ ઓનલાઈન કે પછી કાર્ડ થ્રૂ પેમેન્ટ કરવા મજબૂર બન્યા છે. પણ ઘણીવાર ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. ખાસ કરીને જે લોકો ટેક્નોલોજીથી પરિચિત ન હોય તેમને વધારે તકલીફ પડે છે. જો કે એ વાત અલગ છે કે ઘણીવાર એન્જિનિયરો પણ આ છેતરપિંડીનો ભોગ બની જાય છે.

image source

તાજેતરમા સુરતમાં એક વ્યક્તિ ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની છે. તેની સાથે ગુગલ પે અને ફોન પે દ્વારા છેતરપીંડી થઈ છે. આ પહેલાં પણ ઘણીવાર ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ આપણી સામે આવ્યા છે, તેમ છતાં નથી તો તે છેતરપિંડીઓ અટકી રહી કે નથી તો લોકોમાં જોઈએ તેટલી જાગરુકતા આવી રહી.

image source

આ ઘટના સુરતના કાપોદ્રાના રત્નકલાકાર સાથે બની છે. વાસ્તવમાં તે એક રત્નકલાકાર ઉપરાંત એક ખેડૂત પણ છે અને તેના ખેતરમાં આંબાની કલમ વેચવાની થઈ હતી જેના માટે તેણે ઓનલાઈન જાહેરાતો પણ આપી હતી. અને તેમાં જ તેની સાથે હેકર્સે ગુગલ પે અને ફોન પે એપ દ્વારા ખાતામાંથી નાણા ચોરી લેવાની છેતરપિંડી થઈ છે. વાસ્વતમાં આ રત્નકલાકારની અજ્ઞાનતા અને થોડી નાસમજના કારણે તેમજ સામે વાળી વ્યક્તિ કે જે કોઈ ખરીદાર હોવાનો ડોળ કરી રહી હતી તેના એક એક વેણને માનવાનું તેના માટે ભારે પડી ગયું હતું.

image source

સામાન્ય લોકોમાં ટેક્નિકલ જ્ઞાનનો અભાવ હોય છે અને તેમના આ જ અજ્ઞાનનો લાભ ઉઠાવીને આવા હેકર્સ લાખોની ઉઠાંતરી સીધી જ તેમના ખાતાથી કરી લેતા હોય છે. જો કે તેની ફરિયાદ સાઇબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે અને તેની હાલ તપાસ ચાલી રહી છે.

રાકેશ ધડૂક નામના આ યુવાનના ખાતામાંથી સીધી જ રૂપિયા 71000ની ઉંઠાતરી હેકરે કરી લીધી હતી. જાણો શું છે આખી ઘટના.

image source

મળેલી માહિતિ પ્રમાણે રાકેશ ધડૂક નામનો આ યુવાન મૂળે અમરેલીના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામનો વતની છે જે હાલ સુરતના કાપોદ્રા વિસ્તારની નીલકંઠ સોસાયટીમાં રહે છે. તેમના ગામમાં તેમની આંબાની વાડી છે અને ત્યાં આંબાની કલમ હોવાથી તેમણે તેના વેચાણ માટે પોતાના ફેસબુક અકાઉન્ટ પર તે કલમો વેચવાની જાહેરાત મુકી હતી. હેકર્સ કહો કે ઓનલાઈન છેતરપિંડિયાઓ કહો આવા જ મોકાની તલાશમાં રહેતા હોય છે.

આવા જ એક ઠગે 21મે ના રોજ રાકેશ ધડૂકને ફોન કરીને પોતે નાગપુરથી કોઈ દત્તારામ બોલે છે તેમ કરીને ધંધા અર્થે વાતચીત કરી હતી અને પોતે આંબાની કલમ ખરીદવા ઇચ્છે છે તેવું જણાવ્યું હતું. તેણે રાકેશ પર ઇમ્પ્રેશન જમાવવા માટે પોતે કોઈ આર્મિનો અધિકારી છે તેવું પણ તેણે જણાવ્યું હતું.

image source

તે વ્યક્તિ રાકેશભાઈ પાસેથી ખરેખર આંબાની કલમ લેવા માગે છે તેનો ડોળ કરવા માટે તેમણે રાકેશ ભાઈ પાસે વ્હોટ્સ એપ પર આંબાની કલમના ફોટા પણ મંગાવ્યા. ત્યાર બાદ તે નકલી દત્તારામે પોતાના કોઈ સુનિલ નામના સાથે સાથે ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરવા માટે જણાવ્યું. છેવટે રાકેશ ભાઈની સુનિલ ભાઈ સાથે વાત કરાવવામા આવી અને તેના દ્વારા રાકેશ ભાઈને ક્યુઆર કોડ મોકલવા જણાવ્યું. જેવો જ રાકેશ ભાઈએ આ કોડ આપ્યો કે તરત જ તેમના એસબીઆઈ ખાતામાંથી 20,000 રૂપિયા ઉપડી ગયા. ત્યાર બાદ આ પાવરધા ઠગે નવો ડોળ કર્યો. તેણે જણાવ્યું કે ભુલથી આવી ગડબડ થઈ છે અને તે પાછા રાકેશભાઈના ખાતામાં નાણા જમા કરાવવા માગે છે. અને તેના માટે રાકેશભાઈને ભોળવીને તેમની પાસેથી ગૂગલ પે માટેની લિંક માંગી. રાકેશભાઈએ વધારે વિચાર કર્યા વગર તે લિંક પણ હેકર્સને આપી દીધી અને ધીમે ધીમે તેમાંથી પણ 71,000 રૂપિયાની રમક ઉઠાવી લેવામાં આવી.

શા માટે આવું થઈ રહ્યું છે ?

image source

ઓનલાઈન પેમેન્ટ જેટલું સરળ છે તેટલું સુરક્ષિત નથી. તમરા ફોન પર તમે માહિતી મેળવવા માટે કે પછી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કે પછી કોઈ સાઇટને વગર વિચાર્યે જે આડેધડ પરમિશન આપો છો તે જરા પણ સેફ નથી હોતી. આવી એપ્લિકેશન તમારા ફોનને હેક કરીને તમારા આર્થિક વ્યવહારો વિષે જાણી શકે છે. તેમાંથી ગૂગલ પરના પાસવર્ડ પણ તેઓ હેક કરી શકે છે. તમે જે પણ આર્થિક વ્યવહારો તમારા ફોન દ્વારા કરતા હોવ તેના પર આ થર્ડ પાર્ટી એપ્લિકેશન નજર રાખી શકે છે.

સુરક્ષા માટે આ પગલુ લેવું જોઈએ

image source

જો તમે ક્યુઆર કોડથી વ્યવહાર કરતા હોવ તો તમને શા કારણસર તે મોકલવામાં આવ્યો છે તે જાણવું જોઈએ. આ ઉપરાંત જ્યારે તમે પેમેન્ટ કરન્ફર્મ કરો ત્યારે તમારે ક્યુઆર કોડનો ઉપયોગ ખૂબ જ સાવચેતીથી કરવો જોઈએ. અજાણી વ્યક્તિ સાથે તો ક્યારેય ક્યુઆર કોડ શેર ન કરવો જોઈએ. જો તમે ક્યુઆર કોડ વિષે વિગતે જાણતા ન હોવ તો તમારે તેનો ઉપયોગ કરવો જ ન જોઈએ. 2020માં જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે તમારે ઓનલાઈન પેમેન્ટ અમાઉન્ટની એક મર્યાદા નક્કી કરી રાખવી જોઈએ. જેથી કરીને નક્કી કેરેલી મર્યાદાથી વધારે ઉચાપત ન થઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ