જલ્સા કરોને જેંતીલાલ

તમારા ફોનમાં પણ આ 8 માંથી ગમે તે એક એપ હોય તો અત્યારે જ કરી દો ડિલીટ, નહિં તો થશે ભયંકર….

આપણે આપણા પોતાના જ ઘરમાં નજર ફેરવીએ કે આપણી આજુબાજુના સગા સંબંધીઓના ઘરમાં જોઈશું તો જાણવા મળશે કે આજકાલ મોટાભાગના ઘરોમાં ઘરના જેટલા સભ્યો હોય તેટલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય છે. ઘરમાં 5 વર્ષનું નાનું બાળક હોય તો તેને પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન ઓપરેટ કરતા આવડતો હોય છે. એટલું જ નહીં પણ અમુક કેસોમાં તો ઘરના મોટા સભ્યોને જેટલી સ્માર્ટફોનમાં ખબર નહીં પડતી હોય એટલી ખબર આ નાના બાળકોને પડતી હોય છે. પરંતુ સ્માર્ટફોન વાપરવો એક બધી રીતે નુકશાનકારક જ છે જે આપણને બહુ લાંબા ગાળે સમજાય છે જે સમજાશે.

image source

ત્યારે જો તમે એક એન્ડ્રોઇડ યુઝર છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. અસલમાં ગુગલ પ્લે સ્ટોર (Google Play Store) પર અમુક ખતરનાક કહી શકાય તેવી એપ્સ મળી છે જે ” જોકર ” માલવેર (Joker malware) સંક્રમિત છે. નોંધનીય છે કે આ એ જ માલવેર છે જે ત્રણ વર્ષ પહેલા અનેક એન્ડ્રોઇડ એપમાં નજરે પડ્યો હતો. હવે કવિક હિલ સિક્યુરિટી લેબ્સના તાજેતરના અહેવાલોમાં આ પ્રકારના 8 નવા મોબાઈલ એપ પકડી પાડવામાં આવ્યા છે.

આર્થિક નુકશાન પહોંચાડી શકે છે ક્ષતિગ્રસ્ત એપ

image source

જો કોઈ યુઝર ઉપર જણાવ્યા મુજબના જોકર માલવેર (Joker malware) ધરાવતી એપ તેના સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરે છે તો તેમાં રહેલ માલવેર યુઝરને જાણ ન થાય તે રીતે યુઝરનો ડેટા એકત્રિત કરે છે અને યુઝરને જણાવ્યા વિના જ પ્રીમિયમ સબસ્ક્રીપશન માટે સબ્સ્ક્રાઇબ કરી દે છે.

image source

એટલે કે આ એપ્સ તમને આર્થિક રીતે નુકશાન પહોંચાડી શકે છે. આ બધી 8 એપની માહિતી ગૂગલને પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ આ એપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી.

જો તમારા ફોનમાં પણ હોય આ એપ તો અત્યારે જ કરી દો ડીલીટ

આ રીતે કામ કરે છે એપ

image source

અહેવાલ અનુસાર ઉપરોક્ત એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ યુઝર પાસેથી અલગ અલગ પ્રકારની પરમિશન માંગે છે. જોકર માલવેર યુઝરના ડિવાઇસમાંથી sms, કોન્ટેકટ લિસ્ટ અને ડિવાઇસની માહિતી ચોરી લે છે. ત્યારબાદ આ માલવેર યુઝરને જાણ ન થાય તે રીતે જાહેરાત વેબસાઈટો સાથે ઈંટરેક્ટ કરે છે અને યુઝરની માહિતી વિના પ્રીમિયમ સર્વિસને સબ્સ્ક્રાઇબ કરી દે છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ માલવેર એપ્લિકેશન Google play store પર સ્કેનર એપ્લિકેશન, વોલપેપર એપ્લિકેશન, મેસેજ એપ્લિકેશનમાં પણ ફેલાવવામાં આવ્યા છે. ત્યારે નિષ્ણાંતો સ્માર્ટફોન યુઝરોએ આ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડનન કરવાની સલાહ આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version