જલ્સા કરોને જેંતીલાલ

તમને પણ રહે છે ફોન ગરમ થઈ જવાની સમસ્યા, તો કામની છે આ કમાલની ટ્રિક્સ

સામાન્ય રીતે સ્માર્ટફોન અલગ અલગ કારણોસર ગરમ થતો હોવાની ફરિયાદો આપણે સાંભળતા હોઈએ છીએ. ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે ફોન વાતાવરણમાં ગરમીને કારણે ગરમ થતો હોય છે. પરંતુ એ સિવાયના કારણોથી પણ ફોન ગરમ થતો હોય એવું બની શકે. ફોન ગરમ થાય ત્યારે ફોન પર વાત કરવી, મેસેજ કરવા વગેરે જોખમી પણ બની શકે. અમુક લોકો ફોનની આ મુશ્કેલીને આંખ આડા કાન કરી ફોન વાપરતા રહે છે અથવા થોડી વાર માટે ફોન બંધ કરી દે છે. પરંતુ આમ કરવું સમસ્યાનો યોગ્ય ઈલાજ નથી.

ગરમીથી ફોનને બચાવો

image soucre

ગરમીનાં દિવસોમાં જે રીતે આપણે તડકાથી બચવા છાંયડામાં ઉભા રહી જઈએ છીએ તેમ ફોનને પણ ઠંડક આપવી જોઈએ. ફોનને ડાયરેકટ સૂર્ય પ્રકાશથી બચાવીને રાખવો જોઈએ. આ માટે તમે ફોનને એવી બારી કે જ્યાં સીધો સૂર્ય પ્રકાશ આવતો હોય ત્યાં કે એવી જ અન્ય જગ્યાઓએ રાખવાનું ટાળો. એ જ રીતે તેને ગોદડા કે ધાબળા નીચે પણ ન રાખવો. એ સિવાય કારમાં સીટ પર કે કારની ગરમ થતી હોય એવી જગ્યાઓએ પણ ફોન ન રાખો.

ફોન કવર કાઢી નાખો

image soucre

જો તમારા ફોન પર કવર ચઢાવેલું હોય તો શિયાળામાં તો બરાબર પણ ઉનાળાની ઋતુમાં તે મુશ્કેલી બની શકે છે. જો કે એ વાતમાં શંકા નથી કે ફોનનું કવર ફોનની સિક્યુરિટી મજબૂત બનાવે છે. પરંતુ જો તમે ઘરે હોય અને મોબાઈલ પર કોઈ કામ ન હોય તો તેના પરનું કવર કાઢીને રાખી શકો છો.

ફોનના સેટિંગમાં ફેરફાર કરો

image source

સૌથી પહેલા તમારા ફોનની બ્રાઇટનેસને જેટલું શક્ય હોય તેટલુ ઓછું કરો તેના કારણે ડિસ્પ્લે જોવી થોડી મુશ્કેલ બનશે પણ તેના કારણે બેટરીનો વપરાશ ઓછો થાય છે અને ડિવાઇસ ઓછી ગરમ થાય છે. જો તમારા ફોનમાં એડોપ્ટિવ બ્રાઇટનેસ હોય તો તે તમે ક્યાંક બહાર હોય તો તેને મેક્સિમમ બ્રાઇટનેસમાં બદલી નાખે છે જેથી તેને બંધ કરો.

ડેટાને કરો કન્ટ્રોલ

image soucre

જો તમે ફોનનો ઉપયોગ ન કરી રહ્યા હોય તો તેનો ડેટા બંધ કરી દો. અને જો તમારે અમુક સમય માટે ફોનમાં કોઈની સાથે સંપર્ક ન કરવાનો હોય તો ત્યાં સુધી ફોનને એરોપ્લેન મોડ પર મૂકી દો. સ્ક્રીન બ્રાઇટનેસની જેમ આમ કરવાથી પણ બેટરી ઓછી વપરાશે અને ફોન પણ ગરમ નહિ થાય.

ગેમિંગ ફોન

image soucre

અમુક ફોન, ખાસ કરીને ગેમિંગ ફોનમાં ઓવર કલાઉડ મોડ હોય છે જે ફોનના પ્રદર્શનને વધારે છે. જો તમને એ વાતની જાણ નથી કે ફોનમાં આવો કોઈ મોડ છે કે નહીં તો તેની તપાસ કરો.

આ કામો પર પણ ધ્યાન આપો

image soucre

ઝડપથી ગેમ રમવી, વિડીયો કે ફોટોને એડિટ કરવા અથવા ઝડપથી ચાર્જ કરવા માટે તેને પ્લગ ઇન કરવો પણ ફોનને ગરમ કરી શકે છે.


આ જગ્યાઓએ ન રાખવો ફોન

image soucre

તમારા ફોનને ટાઈટ પેન્ટ કે શર્ટના ખિસ્સામાં ના રાખવો. એક્સપર્ટની સલાહ અનુસાર ફોન માટે કોટ કે જેકેટનું ખિસ્સું સૌથી સારી જગ્યા છે. અને ફોનને બેગમાં લઈ જવો સારો વિકલ્પ છે. જો તમે ક્યાંક બેઠા હોય તો ફોનને ખિસ્સામાંથી કાઢીને બહાર નજર સામે દેખાય તેવી જગ્યાએ મુકો.

ફોનને પંખા નીચે રાખો

image soucre

ફોનને ઘરમાં હોય ત્યારે પંખા નીચે રાખવો હિતાવહ છે. કારણ કે હવાદાર વાતાવરણ તમારા ફોનને ધીમે ધીમે ઠંડો કરી દેશે અને તેના કારણે ફોનને કઈં નુકશાન પણ નહીં થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version