તમારો સ્માર્ટફોન ફાટવા પાછળ છે આટલા બધા કારણો જવાબદાર, જાણો આ માટે તમારે શું કરવુ જોઇએ શું નહિં..

સ્માર્ટ ફોન ફાટવાથી થયેલા અકસ્માત હમણાંથી ખાસ્સી ચર્ચામાં છે. ઉનાળામાં વધેલી ગરમીને કારણે ફોન વધારએ ગરમ થાય છે, જેને કારણે સ્માર્ટ ફોન ફાટવાનો ખતરો વધારે રહે છે. એ માટે આપણે થોડીક સાવચેતીઓ રાખવી જોઈએ જેથી ફોન સ્મરત ફોન ફાટવાનો ખતરો ટાળી શકાય. તો આવો જાણીએ કઈ રીતે આપણે રહી શકીએ સુરક્ષિત:

image source

૧. ફોનને સતત વાપરતા રહેવાથી તે બહુ ગરમ થઈ જાય છે. તમને જ્યારે ફોન ગરમ થતો હોય તેવું લાગવા માંડે તેને બંધ કરી મૂકી દો. ઠંડો પડી જાય પછી ફરી વાપરો.

image source

૨. ફોન ફાટવાનું એક મુખ્ય કારણ છે ફોનનું થતું ઓવર ચાર્જિંગ. ઘણા લોકો ફોન ચાર્જિંગમાં મૂકી ભૂલી જાય છે. તે ટેવ સુધારો.

૩. ફોન જ્યારે ચાર્જ થતો હોય ત્યારે તેને બિલકુલ ન વાપરો. ચાર્જિંગનો સમય મોબાઈલ માટે આરામ કરવાનો સમય હોય છે. તો તેણે આરામ કરવા દો.

image source

૪. ફોન જ્યારે ચાર્જ થતો હોય ત્યારે તેમાં ન તો કોઈ કામ કરો કે ના કોઈ ગેમ રમો. ફોન ચાર્જ કરતી વખતે વાત કરવામાં સૌથી વધારે ખતરો હોય છે.

image source

૫. હંમેશા કંપનીની ઓરીજનલ બેટરી જ વાપરો. મોબાઇલની બેટરી ખરાબ થઈ જાય તો તેમાં કોઈ સસ્તી કે કામચલાઉ બેટરી બિલકુલ ન વાપરો.

image source

૬. સીધો તડકો પડતો હોય તેવી કોઈ જગ્યાએ ફોન ચાર્જ કરવા ના મૂકો. સીધો તાપ આવતો હશે તો ફોન વધારે ગરમ થશે. ગરમી ફોન ફટવાનું એકમાત્ર કારણ હોય છે.

image source

૭. ગૂગલ મેપ્સ, ઉબર, ઓલા જેવી જી,પી,એસ બેઝડ એપ્લિકેશનસ વાપરવાથી સ્માર્ટ ફોન વધારે પડતો ગરમ થઈ જાય છે. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી આ પ્રકારની જી.પી.એસ એપ્લિકેશન ખુલ્લી ન રાખવી. અનિવાર્ય હોય તો જ આ એપ્લિકેશન વાપરો. કામ ન હોય તો તમારા મોબાઈલનું જી.પી.એસ ચાલું ન રાખવું.

image source

આ ઉપરાંત ફોનને છાતી ઉપર રાખીને ન સૂવો, ઓશિકા નીચે પણ ફોન ન રાખવો જોઈએ, તમારા સ્માર્ટ ફોનને જ્વલન શીલ પદાર્થોથી દૂર રાખો. કેસ કે કવર લગાવેલું રાખી મોબાઈલને ક્યારેય ચાર્જ ન કરો. ડુપ્લિકેટ ચાર્જર ન વાપરો.. નાનામોટા ઓછી જાણકારી ધરાવતા દુકાનદાર પાસે ફોનને રીપેર ન કરાવો. સસ્તી પાવર બેન્ક વાપરવાથી પણ ખતરો રહે છે.

આ પ્રકારની સાવધાની રાખવાથી તમે તમારા મોબાઇલને ફાટવાથી બચાવી શકશો અને તમે પોતે અકસ્માતથી બચશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ