ઇગ્નોર કર્યા વગર ખાસ જાણી લો jio, Airtel અને Viના આ પ્લાન વિશે, નહિં તો પસ્તાશો પાછળથી

જો તમે તમારા મોબાઈમાં રોજ 2 જીબી ડેટા વાપરી નાખતા હોવ તો જીઓ, એરટેલ, અને વોડાફોન-આઈડિયાના કેટલાક પ્રીપેડ રીચાર્જ પ્લાન એવા છે જે તમને પસંદ આવશે અને તમે વધારે ડેટા સાથે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને એસએમએસ સહિત કેટલીએ અન્ય સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.

image source

મંથલી પ્લાનની સાથે જ બે મહિના અને ત્રણ મહીના વાળા કેટલાક પ્રીપેડ રિચાર્જ પ્લાન છે, જેમાં યૂઝરને દરરોજ 2 જીબી ડેટાની સાથે સાથે ઢગલો સુવિધાઓ મળે છે, મોટે ભાગે રિચાર્જ પ્લાન 600થી ઓછા છે અને તેની વેલિડિટી 84 દિવસ સુધીની છે. તો ચાલો જાણીએ, રિલાયંસ જિયો, એયરેટલ અને વોડાફોન – આઇડિયામાંથી કઈ કંપનીના રિચાર્જ પ્લાન વધારે સારા અને વ્યાજબી છે અને તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે.

રિલાયંસ જીયોના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાન

image source

તમારી પાસે જો રિલાયંસ જિયોનુ સિમ કાર્ડ છે તો તમારા માટે 444 રૂપિયાનો પ્લાન બરાબર રહેશે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર 56 દિવસ માટે સેમ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથેસાથે બીજા નેટવર્ક પર 2000 મિનિટ્સની સાથે સાથે રોજ 100 એસએમએસ અને 2 જીબી ડેટાની સુવિધા મેલવી શકે છે. તો બીજી બાજુ 599 રૂપિયાના રિચાર્જ પર બધી જ સુવિધાઓ સાથે જ બીજા નેટવર્ક પર 3000 મિનિટ્સ કોલિંગની સુવિધા પણ મેળવી શકો છો. જો તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોવ તો રોજ 2 જીબી ડેટા તમારા માટે પુરતો નહીં હોય તો તમે 151 રૂપિયાનું રિચાર્જ કરાવીને એક મહિના માટે 30 જીબી ડેટા પણ મેળવી શકો છો.

વોડાફોન-આઇડિયાના બેસ્ટ રિચાર્જ પ્લાન

image source

વોડાફોન-આડિયાના 2 જીબી ડેટા વાળા બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાનની વાત કરીએ તો 595 રૂપિયાના રિચાર્જ પર યુઝર્સને 56 દિવસ માટે રોજ 2 જીબી ડેટાની સાથે સાથે અનલિમિટેડ કોલિંગ અને રોજના 100 મેસેજની પણ સુવિધા મળશે. તેની સાથે સાથે બીજી કરેટલીક વધારાની સુવિધાઓ પણ મળશે, જેમાં એક વર્ષ માટે ZEE5 પ્રિમિયમ એક્સેસની સાથે સાથે Vi મૂવિઝ અને TV એક્સેસ પણ મળશે. વોડાફોન-આઇડિયાનો 24 દિવસ માટે પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ છે, જેમાં યુઝરને અનલિમિટેડ કેલિંગની સાથે સાથે 3000 એસએમએસ અને 2 જીબી ડેટા રોજ મળશે.

રોજના 2 જીબી ડેટાવાળો એરટેલનો બેસ્ટ પ્રીપેડ પ્લાન

image source

એયરટેલ યુઝર્સ માટે એયરટેલના 449 રૂપિયાનો પ્રિપેડ પ્લાન બરાબર છે, જેમાં 56 દિવસ માટે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સાથે સાથે રોજના 100 મેસેજ અને 2 જીબી ડેટાની સુવિધા મળશે. આ પ્રીપેડ પ્લાનની સાથે Airtel Xstream Premiumનું સબ્સ્ક્રિપ્શન ફ્રી છે. એયરટેલનું એક બીજું પ્રીપેડ પ્લાન છે 349 રૂપિયાનું, જેમા યુઝર્સને 28 દિવસ માટે આ ભધી જ સુવિધાઓની સાથે સાથે 28 દિવસ માટે એમેઝોન પ્રાઇમનું સબ્સક્રિપ્શન સહિત અન્ય સુવિધાઓ પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ