જલ્સા કરોને જેંતીલાલ

ફોન પર નીતા અંબાણીએ સસરાને કહી દીધું “તમે ધીરુભાઈ અંબાણી છો તો હું એલીઝાબેથ ટેલર છું” અને ફોન કટ કરી દીધો

અંબાણી ફેમિલિ માત્ર દેશનું સૌથી ધનાઢ્ય ફેમિલિ જ નથી પણ દેશનું સૌથી વધારે ચર્ચામાં રહેતું ફેમિલિ છે. તે પછી મોટા બિઝનેસ અનાઉન્સમેન્ટની વાત હોય. દીકરા-દીકરીના લગ્નની વાત હોય કે પછી તેમના વૈભવશાળી ઘરની વાત હોય કે પછી તેમની વહુની વાત હોય. મિડિયાની એક આંખ તો જાણે અંબાણી ફેમિલિ તરફ જ તકાયેલી રહે છે.


તેમ છતાં આ રોયલ ફેમિલિ સાથે જોડાયેલી ઘણીબધી વાતો તેમના ચાહકોથી અજાણી જ રહી જાય છે. આજે વાત કરીશું ધીરુભાઈ અંબાણી અને તેમની મોટી વહુ નીતા અંબાણીની. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી માટે નીતા અંબાણીને ધીરુભાઈએ પોતે જ પસંદ કર્યા હતા. જે હકીકત નીતા અંબાણીએ ખુદ એક ઇન્ટર્વ્યુમાં જણાવી હતી.


આ ઇન્ટર્વ્યુમાં નીતા અંબાણી જણાવે છે કે તેમના પિતા બિરલા ગૃપમાં કામ કરતા હતા. અને તે સમયે બિરલા ગૃપના પરિવારે તેમના ખાનગી ઘર બિરલા માતોશ્રીમાં એક પ્રોગ્રામ રાખ્યો હતો. આ પ્રોગ્રામમાં તેમણે ભરતનાટ્યમનું એક પર્ફોમન્સ આપ્યું હતું. તે વખતે તેમને નોહતી ખબર કે તેમને કોઈએ ધ્યાન પર લીધા હોય.


પણ થોડા દીવસો બાદ ઘરના ફોન પર રીંગ વાગી. તેમણે ફોન ઉપાડ્યો તો સામેથી કોઈએ કહ્યું કે તે ધીરુભાઈ અંબાણી બોલી રહ્યા છે. નીતા અંબાણીને લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે અને તેમણે ફોન કાપી નાખ્યો. આમ વારંવાર ફોન આવ્યો અને તેમણે દર વખતે ફોન કાપી નાખ્યો. અને છેવટે તેમનાથી ના રહેવાયું તો ફરી ફોન આવ્યો ત્યારે તેમણે પણ સામે જવાબ આપી દીધો કે તેણી પણ એલિઝાબેથ ટેલર છે અને ફરી પાછો ફોન મુકી દીધો.


ફરી ફોન આવ્યો પણ આ વખેત નીતાએ ન ઉપાડ્યો પણ તેમના પિતાએ જ વાત કરી. સામેથી ફરી પેલો જ અવાજ હતો અને એજ વાક્ય હતું. તેમના પિતાના ચહેરાની રેખાઓ બદલાઈ ગઈ. તેમણે દીકરી સામે ઠપકાની નજરે જોયું અને તેણીને જણાવ્યું કે ધીરુભાઈ અંબાણીનો ફોન છે તેમની સાથે સરખી રીતે વાત કર. છેવટે તેમણે વાત કરી અને તેણીને ઓફીસે મળવા આવવાનું કહ્યું.


તેમને મળવા જતી વખતે તેણી ખુબ જ ગભરાયેલા હતા, પણ જ્યારે નીતા, ધીરુભાઈને મળ્યા ત્યારે તેણીની બધી જ ગભરામણ દૂર થઈ ગઈ કારણ કે તેમનો સ્વભાવ તો સાવ જ સરળ હતો. ધીરુભાઈએ ઓફિસમાં તેણીના અભ્યાસ અને શોખ વિષે પુછ્યું. ત્યાર બાદ તેમણે નીતાને ઘરે ડીનર માટે આવવા આમંત્રણ આપ્યું. તેણી નક્કી થયેલા દીવસે ડીનર પર ધીરુભાઈના ઘરે પોહંચી ગયા.


ધીરુભાઈએ દીકરા મુકેશને જણાવ્યું હતું કે તેમણે તેના માટે છોકરી શોધી છે અને તે ડીનર પર આવવાની છે અને તેણી આવે ત્યારે તેણે જ દરવાજો ખોલવાનો છે. મુકેશ અંબાણી પહેલી જ નજરે નિતા અંબાણીને પોતાનું દીલ દઈ બેઠા. ધીમે ધીમે તેમણે એકબીજાને મળવાનું શરૂ કર્યું, જાણવાનું શરુ કર્યું. એક દીવસ તો નીતા અંબાણીએ મુકેશને મુંબઈની બસમાં સફર કરવાની જાણે ફરજ પાડી. અને ત્યાર પછી તો કેટલીએ વાર બન્નેએ મુંબઈની જાહેર બસમાં મુસાફરી કરી.


હવે મુકેશ અંબાણીએ નીતાને લગ્ન માટે પ્રપોઝ કરવું હતું. તેમણે કોઈ જ સારા અવસરની રાહ ન જોઈ નહીંતર તેમના જેવા બિઝનેસમેન તો સરસમજાની હોટેલ બૂક કરીને પ્રપોઝ કરી શકે તેમ હતાં છતાં તેમણે તેમને મુંબઈના જાહેર માર્ગ પર પોતાની કાર રોકીને પ્રપોઝ કર્યું. અને સીગ્નલ ગ્રીન થઈ જવા છતાં તેમણે જ્યાં સુધી નીતા હા ન કહે ત્યાં સુધી ગાડી ન ચલાવી અને ટ્રાફીક જામ થઈ ગયો. છેવટે નીતાએ હા પાડી અને ગાડી આગળ ચાલી.

અને બસ તેમના લગ્ન થઈ ગયા. ત્યારથી અત્યારસુધી આપણે જોઈ શકીએ છીએ કે બન્નેના સંબંધ કોઈ પહાડની જેમ અડીખમ છે. આજે તેમના દીકરા-દીકરીના પણ લગ્ન થઈ ગયા છે. અને તેમનો બિઝનેસ પ્રગતિની દરેક સિમાઓ ઓળંગતો આગળ વધી રહ્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version