જલ્સા કરોને જેંતીલાલ

સ્માર્ટ ફોન ખોવાય જાય તો વોટ્સએ પ ચેટ સુરક્ષિત રાખવાની સરળ ટિપ્સ…

સૌપ્રથમ આપનું સિમકાર્ડ લોક કરાવી દો.આવું કરવાથી કોઈ આપનું વોટ્સએ પ ખોલી નહિ શકે અને નવું સિમકાર્ડ વાપરવા માગતા હોય તો support@WhatsApp.com ઇમેલ આઇડી પર ઈમેલ કરો. ગેજેટ ડેસ્ક.વોટ્સએપ ખૂબ પોપ્યુલર મેસેજીંગ એપ છે.હાલનાં સમયમાં વધારેભાગનાં લોકો આ મેસેજીંગ એપનો ઉપયોગ કરે છે.વોટ્સએપ પર ઘણીવાર લોકો પર્સનલ મેસેજ અને માહિતી શેર કરતા હોય છે. તેવી સ્થિતિમાં જો ક્યારેય કોઈનો મોબાઈલફોન ખોવાય જાય અથવા ચોરાઈ જાય ત્યારે શું કરવું?૧.સૌપ્રથમ ચોરાઇ ગયેલા ફોનનું સિમકાર્ડ લોક કરાવો.આવું કરવાથી કોઈપણ આપનું વોટ્સએ પ ખોલી નહિ શકે.આ કરવા માટે મોબાઈલ સર્વિસ પ્રોવાઈડરને ફોન કરો.
૨.નવું સિમકાર્ડ ઉપયોગ કરો અને ખોવાયેલા કે ચોરી થયેલા ફોનમાં જે નંબર પર વોટ્સઅપ ચાલતું હોય તે નંબરથી જ શરૂ કરો.હમેંશા યાદ રાખો કે વોટ્સએપને એ સમયે માત્ર એ જ નંબરથી ચાલુ કરી શકાય છે.૩.જો આપ નવું સિમકાર્ડ ઉપયોગ કરવા માગતા હોય તો support@WhatsApp.com ઈમેલ આઈડી પર ઈમેલ કરો.ઈમેલમાં લખવું કે ‘Lost/stolen please deactived my account’સાથે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ફોન નંબર પણ લખવો.૪.નવા મોબાઈલમાં જો વોટ્સએ પનાં મેસેજ પરત જોઈતા હોય તો ગૂગલ ડ્રાઈવમાંથી બેકઅપ મેસેજ કરો એ ટલે ચેટ પરત આવી જશે.આ કામ હમેંશાને માટે પહેલા જ કરવું.
૫.આ દરમિયાન આપના કોન્ટેક્ટ આપને મેસેજ મોકલી શકશે પણ તે ૩૦ દિવસ સુધી પેન્ડીંગ રહેશે.જો આપ પોતાનું જુનું એ કાઉન્ટ ડિલીટ થાય તે પહેલા એ ક્ટીવેટ કરશો તો આપના પાસે પેન્ડીંગ મેસેજ પણ આવશે.૬.જો આપ ૩૦ દિવસની અંદર આપના એ કાઉન્ટને એ ક્ટીવેટ નહિ કરો તો આપનું એ કાઉન્ટ કાયમ માટે ડિલીટ થઇ જશે.વળી,સિમકાર્ડ લોક અને મોબાઈલ સર્વિસ પણ નહિ હોય તો પણ આપ વાઈફાઈ દ્વારા વોટ્સએપ વાપરી નહિ શકો.આવું ત્યારે થશે જ્યારે આપ એ કાઉન્ટ ડિએ ક્ટીવેશન રિકવેસ્ટ નહિ કરો.વોટ્સએ પ આપને ખોવાયેલા મોબાઈલને લોક કરવામાં મદદ નહિ કરે.

Exit mobile version