જલ્સા કરોને જેંતીલાલ

ફોન અનલોક કરવા માટે પાસવર્ડ યાદ નથી આવતો ? તો આ રહ્યો ઉપાય…

આજે કેહવાય છે કે ભારતમાં જેટલા ટોઈલેટ નથી તેના કરતાં પણ વધારે ફોન છે. આજે ગણીએ તો મોટા ભાગના લોકો પાસે બે-બે ફોન છે. ફોન એ માત્ર હવે કોઈની સાથે વાત કરવાનું સાધન નથી રહ્યો પણ જાણે એક મોટી તીજોરી થઈ ગઈ છે.

જેમ પહેલાં લોકોના પોતાના ઓરડા હતા હજુ પણ ભારતમાં એવા લાખો લોકો છે જેમને પોતાના ઘર પણ નથી. પણ અહીં સામાન્ય વાત કરવામા આવી રહી છે કે પહેલાં લોકોના પોતાના ઓરડા હતા અને જેમાં તેઓ પોતાની ખાનગી તેમજ કીંમતી વસ્તુઓ લોક કરીને મુકતા પણ હવે તમારી હથેળીમાંનો નાનકડો ફોન પણ એક તીજોરી જેવો થઈ ગયો છે.

અને આ તીજોરીને સાંચવી રાખવા માટે તમે તેને લોક કરો છો. સ્માર્ટ ફોનમાં મહિને મહિને બદલાતી જતી ટેક્નોલોજીના કારણે આ લોકમાં પણ વિવિધતાઓ આવી છે. ફોનને તમે પાસવર્ડ એટલે કે પીન નાખીને લોક કરી શકો છો, ફીંગર પ્રીન્ટથી લોક કરી શકો છો, પેટર્નથી લોક કરી શકો છો અને હવે તો કેટલાક ફોન તમારી વોઇસ પ્રિન્ટથી પણ લોક અનલોક થાય છે.

પણ જ્યારે તમે કોઈ પેટર્ન નાખી હોય અથવા કોઈ પાસવર્ડ નાખ્યો હોય અને તમે તે ભુલી ગયા હોવ તો ! આજકાલ તમારા ઓનલાઈન અકાઉન્ટમાં ડગલેને પગલે પાસવર્ડ માગવામાં આવે છે પછી તે તમારા બેંકના ઓનલાઈન વ્યવહારો હોય, સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ હોય મેઈલ અકાઉન્ટ્સ હોય બધે જ તમારે પાસવર્ડની જરૂર પડે છે અને તેને યાદ પણ રાખવા પડે છે.

આમ અસંખ્ય પાસવર્ડ યાદ રાખવાના કારણે આપણે ઘણીવાર કેટલાક પાસવર્ડ ભુલી જતા હોઈએ છે જેનું પણ સોલ્યુશન હોય જ છે પણ જો તમે તમારા ફોનનો જ પાસવર્ડ ભુલી જાઓ અને તેને અનલોક ન કરી શકો તો તેના માટે તો તમારે સીધા જ મોબાઈલની દુકાને જ જવું પડે છે. પણ આજના આ આર્ટીકલમાં અમે તે જ માહિતિ લાવ્યા છે કે કેવી રીતે તમે તમારા ફોનને પાસવર્ડ વગર જ અનલોક કરી શકો છો.

પ્રથમ રીત

જ્યારે પણ તમે તમારા ફોનને લોક કરવા માટે પાસવર્ડ કે પેટર્ન નાખો છો ત્યારે તેની સાથે સાથે એક બીજુ ઓપ્શન આવે છે forgot pattern કે પછી forgot passswordનું. તો તમારે આ ઓપ્શન પર ક્લીક કરવું.

ત્યાર બાદ તમને તમારા ગુગલ અકાઉન્ટનું યુઝરનેમ અને પાસવર્ડ નાખીને તમારે સાઇનઇન થવાનું છે અને ત્યાર બાદ ત્યાંથી તમે તમારા ફોન માટે નવો પાસવર્ડ સેટ કરીને તમારો ફોન અનલોક કરી શકો છો.

બીજી રીત

આ ઉપરાંત જો તમે પાસવર્ડથી તમારા ફોનને અવારનવાર લોક કરતા હોવ તો તમારે તમારા ફોનમાં ગુગલ આસિસ્ટન્ટ પણ ડાઉનલોડ કરી લેવું અને તેમાં તમારો અવાજ રેકોર્ડ કરી લેવો. અને તેમાં તમારે ‘unlock with voice’ના ઓપ્શન પર ક્લિક કરી તમે ok Google કહીને પણ તમારો ફોન અનલોક કરી શોક છો.

ત્રીજી રીત

આ ઉપરાંત તમે ફેક્ટરી રીસેટ કરીને પણ ફોન અનલોક કરી શકો છો. જો કે તે તમારા ફોન માટે સેફ નથી કારણ કે આમ કરવાથી તમારા ફોન પરની ઇનબીલ્ટ મેમરી પરનો ડેટા ભૂંસાઈ જશે. અને આ રીતે જો તમે તમારો ફોન અનલોક કરશો તો તમારા ફોનમાં રહેલો ડેટા ડીલીટ થઈ જશે.

ફેક્ટરી રીસેટ કરવા માટે તમારે તમારો ફોન બંધ કરી દેવો. ત્યાર બાદ તમરા ફોનની બાજુઓ પર વોલ્યુમ ડાઉન કરવાનું જે બટલ હોય તેને અને પાવર બટનને એક સાથે દબાવી રાખો.

થોડીવાર આમ બટનો દબાવી રાખ્યા બાદ રીકવરી મોડનું ઓપ્શન આવશે તેમાં તમારે એન્ટર થવાનું છે. જેમાં તમને yes, delet all user data વાળુ ઓપ્શન બતાવવામાં આવશે તેના પર તમારે ટેપ કરવાનું છે.

તેમ કર્યા બાદ ફોન રિબૂટ કરવો હવે તમારો ફોન અનલોક થઈ જશે. એન્ડ્રોઇડ ફોનમાં આવેલા ડીવાઇસ મેનેજરની મદદથી તે તમારા એન્ડ્રોઇડ ડિવાઇસ પર કામ કરે છે, પણ તેમાં એન્ડ્રોઇડ ડિવાઈસ મેનેજર એક્ટિવ હોવું જોઈએ. અને આ એન્ડ્રોઇડ ડિવાઇસ એક્ટિવ કરવા માટે તમારે એનડ્રોઇટ ડિવાઈસ મેનેજરની વેબસાઇટ પર જઈને તમારા ગુગલ અકાઉન્ટ પર લોગીન કવરાનુ રહેશે.

જો કે તમારા ફોનમાં જે ગુગલ અકાઉન્ટ છે તે જ યુઝરનેમ અને તેનો જ પાસવર્ડ તમારે નાખવાનો રહેશે.

લોગઇન થઈ ગયા બાદ તમારે Erase પર ટેપ કે ક્લીક કરવાનું છે. આમ કરવાથી તમારો ફોન ફરી રીસેટ થઈ જશે અને તેમાં તમે ફરી પાસવર્ડ રાખી શકશો. પણ આ રીતે પાસવર્ડ રીકવર કરવાથી કે પછી ફોન અનલોક કરવાથી તમારા ફોનનો બધો જ ડેટા જતો રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version