જો આપ ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્ય છો તો આ સમાચાર આપના માટે જરૂરી છે. પીએફ (PF) ખાતાધારકોને જલ્દી જ ૮.૫% વ્યાજના પૈસા મળી શકે છે.
જો આપ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્ય છો ટ આપને ફાયદા થવાના છે. ખરેખરમાં મોદી સરકારએ ફિલસ્કલ યર 2020- 21 માટે ૮.૫% વ્યાજને મંજુરી આપી દેવામાં આવી છે. પીએફ (PF) ખાતાધારકોના ખાતામાં વ્યાજના પૈસા જ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એવામાં જરૂરી છે કે, આપનો આધાર નંબર, પીએફ એકાઉન્ટ અને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ની સાથે લિંક હોવો જોઈએ. નહિતર આપના પૈસા અટકી શકે છે.જો કે, ઇપીએફઓએ આધાર યુએએન લીંકીંગ (UAN Aadhaar Linking) ની સમય સીમા તા. ૧ જુન, ૨૦૨૧થી વધારીને તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૧ કરી દેવામાં આવી છે.
જાણીશું કેમ જરૂરી છે PF ખાતાને આધાર કાર્ડની સાથે લિંક કરવું.
સામાજિક સુરક્ષા સંહિતાની ધારા ૧૪૨ હેઠળ PF ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. જો આપનું આધાર કાર્ડ આપના યુએએન સાથે લિંક નહી હોય તો આપના નિયોક્તા આપના ઈપીએફ ખાતામાં માસિક પીએફ યોગદાન જમા કરી શકશે નહી. એના સિવાય જ્યાં સુધી લિન્કિંગ નહી થઈ જાય, આપ પોતાના ઈપીએફ કોષ માંથી ઋણ લેવા કે પછી ઉપાડ કરવામાં સક્ષમ રહેશો નહી.
EPF એકાઉન્ટને આધાર કાર્ડની સાથે ઓનલાઈન આવી રીતે કરો લિંક.
- -સૌથી પહેલા આપ EPFOની અધિકારીક વેબસાઈટ પર જવું.
- -એના માટે આ લિંક પર ક્લિક કરો, https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/
- -ત્યાર બાદ હવે આપે પોતાનો UAN અને પાસવર્ડ નાખીને લોગઈન કરો.
- -ત્યાર બાદ હવે Manage સેક્શનમાં KYC વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- -હવે આપની સામે EPF એકાઉન્ટની સાથે આધાર કાર્ડને લિંક કરવા માટે કેટલાક દસ્તાવેજની જરૂર પડશે.
- -આપ Aadhaar Cardના વિકલ્પને પસંદ કરો અને પોતાના આધાર કાર્ડને નોંધીને પોતાના નામને ટાઈપ કરીને Service પર ક્લિક કરો.
- -ત્યાર બાદ આપના દ્વારા આપવામાં આવેલ જાણકારી સુરક્ષિત થઈ જશે અને આપના આધાર કાર્ડ UIDAIના ડેટા સાથે વેરીફાય થઈ જશે.
- -આપના KYC દસ્તાવેજ યોગ્ય હોવાથી આપના આધાર કાર્ડને આપના EPF એકાઉન્ટની સાથે લિંક થઈ જશે અને આપના પોતાના આધાર કાર્ડની જાણકારીની સામે Verify લખેલ જોવા મળશે.
ઓફલાઈન પ્રોસેસ
- -‘Aadhaar Seeding Application’ ફોર્મ ભરો.
image soucre - -માંગવામાં આવેલ તમામ ડીટેલ્સની સાથે ફોર્મમાં પોતાના UAN અને Aadhaar કાર્ડને નોંધાવી લો.
- -ફોર્મની સાથે પોતાના યુએએન, પેન અને આધાર કાર્ડની સેલ્ફ અટેસ્ટેડ કોપી એટેચ કરો.
- -એને ઇપીએફઓ કે પછી કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) આઉટલેટને કોઇપણ ફિલ્ડ ઓફિસમાં એક્ઝીક્યુટીવની પાસે જમા કરાવો.
- -પ્રોપર વેરિફિકેશન બાદ આપના આધાર કાર્ડ, આપના ઈપીએફ એકાઉન્ટની સાથે જોડાઈ જશે.
- -એની સાથે સંબંધિત એક મેસેજ આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવશે.