જલ્સા કરોને જેંતીલાલ

પેટ્રોલ પર વધુ ટેક્સ લગાવી આ રીતે લૂંટવામાં આવી રહ્યા છે લોકોને

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી છે. જેના કારણે લોકોના ખિસ્સા પર કાતર ફરી રહી છે. તેવામાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. આ મામલે હાઈકોર્ટ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર રોષ વ્યક્ત કરી નોટીસ ફટકારી છે. હાઈકોર્ટે એ વાતને ધ્યાનમાં લીધી છે કે પેટ્રોલ પર 5 ટકાને બદલે 51 ટકા ટેક્સ વસુલ કરી સરકાર લોકોને લૂંટી રહી છે.

image source

આ ખુલાસાની વિગતો પર નજર કરીએ તો મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એથેનોલ મિશ્રિત પેટ્રોલ અને ડીઝલના ભાવ પર 5 ટકાથી વધુ ટેક્સ લગાવવા મામલે એર જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ ત્રણ કંપનીઓને નોટીસ ફટકારી છે.

હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ નાગરિક ઉપભોક્તા માર્ગદર્શક મંચ તરફથી દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી. તેમણે વધુ ટેક્સ વસુલવા મામલે જવાબ માંગ્યો છે.

image source

હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તેમાં કહેવામાં આવ્યું હતું કે એથેનોલ મિશ્રિત પેટ્રોલ અને ડીઝલ પર સરકારે 5 ટકા ટેક્સ લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ વર્તમાન સમયમાં એથેનોલ મિશ્રિત પેટ્રોલ-ડીઝલ પર 51 ટકા ટેક્સ વસુલવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી 18 ટકા અને રાજ્ય સરકાર તેના પર 33 ટકા ટેક્સ લઈ રહી છે. જ્યારે તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલમાં 7થી 10 ટકા એથેનોલ મિક્સ કરે છે.

image source

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એથેનોલ તેમજ બાયોડીઝલની વાસ્તવિક કિંમત પેટ્રોલ તેમજ ડીઝલની સરખામણીમાં લગભગ અડધી હોય છે. તેમ છતાં પેટ્રો-ડીઝલના ભાવ અનુસાર લોકો પાસેથી વધુ ભાવ લેવામાં આવે છે. નિયમાનુસાર એથેનોલ પર માત્ર 5 ટકા ટેક્સ લગાવવાનો હોય છે. આમ કરવામાં આવે તો સામાન્ય લોકોને પેટ્રોલ પ્રતિ લીટર 4થી 6 રૂપિયા સસ્તુ પડી શકે છે.

image source

અરજકર્તાએ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે એક હજાર મિલીલીટર પેટ્રોલમાં હાલના સમયમાં 7થી 10 ટકા એટલે કે 70થી 100 મિલીલીટર સુધી ઈથેનોલ ભેળવવામાં આવે છે. છતાં સરકાર 1 હજાર મિલીલીટર પર ટેક્સ લગાવી રહી છે. 51 ટકા ટેક્સ પેટ્રોલની માત્રા 900 મિલીલીટર હોય ત્યારે વસુલવો જોઈએ.

image source

ઈથેનોલની 60થી 100 મિલીલીટરની માત્રા પર 5 ટકાથી વધુ ટેક્સ વસુલી શકાય નહીં. પરંતુ હાલ આમ થઈ રહ્યું છે અને લોકોને છેતરવામાં આવી રહ્યા છે. આ વાત પ્રકાશમાં આવતાં હાઈકોર્ટે પણ સરકાર સામે લાલ આંખ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version