જલ્સા કરોને જેંતીલાલ

દિવસના 50 પૈસા કમાતી પેટ્રીશિયા નારાયણ આજે કમાય છે દિવસના 2 લાખ, જાણો તેણીની પ્રેરણાત્મક કથા

એક કહેવત છે જહાં ચાહ વહાં રાહ જો તમારી કઈ કરી બતાવવાની તીવ્ર ઇચ્છા હોય અને લગન હોય તો તમે જીવનમાં આવતા કપરામાં કપરાં મુશ્કેલીઓના પહાડને તોડીને પણ તમારું લક્ષ પ્રાપ્ત કરી જ લો છો. અને આજે સમાજમાં એવા સેંકડો ઉદાહણ આપણી સમક્ષ છે.

આજે આવી જ એક મુશ્કેલીઓના પહાડો સર કરીને શીખર પર બેસેલી ચેન્નઈની પેટ્રિશિયા નારાયણની વાત કરીએ. પેટ્રિશિયાએ પોતાની કમાણીની શરૂઆત 50 પૈસા પ્રતિદિવસથી કરી હતી જે આજે પ્રતિ દીવસ બે લાખ સુધી પહોંચી ગઈ છે. કેવી રીતે ? તો ચાલો જાણીએ તેની 50 પૈસાથી 2 લાખ રૂપિયા સુધી પહોંચવાની સંઘર્ષપૂર્ણ કથા વિષે. પેટ્રિશિયા નારાયણની સફળતાની આ કથા લાખો સ્ત્રીઓને પ્રેરણા આપે તેવી છે.

પેટ્રિશિયાનો જન્મ એક ક્રીશ્ચિયન પરિવારમાં થયો હતો. યુવાન થતાં તેણીને પણ દરેક સામાન્ય યુવતિની જેમ એક મી. રાઇટની શોધ હતી. તેણી તે મિ. રાઇટના પ્રેમમાં પડી અને તેની સાથે લગ્ન કરી લીધા. તેણી એક ક્રીશ્ચિયન હતી જ્યારે તેનો પતિ એક હીન્દુ હતો. આ પુરુષ તેના કરતાં 13 વર્ષ મોટો હતો પણ આપણે સાંભળ્યું જ છે કે પ્રેમ આંધળો છે બસ તેણીને પણ પ્રેમ થઈ ગયો. તેમને ખબર હતી કે બન્નેમાંથી કોઈનો પણ પરિવાર તેમના આ સંબંધને સ્વીકારશે નહીં. છેવટે તેમણે પ્રેમ સામે હારી જઈને ગુપ્ત રીતે રજીસ્ટ્રારની ઓફિસમાં લગ્ન કરી લીધા. તેઓએ લગ્નને હાલ ગુપ્ત જ રાખવાનું નક્કી કર્યું હતું. બન્ને વચ્ચે એવી સમજણ થઈ હતી કે તેણીના ગ્રેજ્યુએશન બાદ જ બન્ને લગ્નની જાહેરાત પોત પોતાના કુટુંબમાં કરી દેશે. પોતાના પતિના પ્રેશરના કારણે તેણીએ મજબુરીથી તેના કુટુંબીજનોને આ કડવું સત્ય જણાવવું પડ્યું.

પણ સમાજ આવા કાગળ પરના લગ્નનો સ્વિકાર નથી કરતો અને છેવટે તેમણે વીધી વિધાનથી ચર્ચમાં લગ્ન કર્યા. અને સામાજીક રીતે તેમનું લગ્ન જીવન શરૂ કર્યું. જો કે બન્નેમાંથી કોઈ જ પરિવાર તેમના આ લગ્નથી ખુશ નહોતું. પણ ધીમે ધીમે પેટ્રિશિયાના પતિનો સાચો રંગ દેખાવા લાગ્યો. સૌ પ્રથમ તો પતિના કુટુંબના અસ્વિકારથી તેમણે ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. ત્યાર બાદ તેણીના પતિએ નોકરી છોડી દીધી ધીમે ધીમે તેણીને ખ્યાલ આવી ગયો કે તે હવે ઘર બહાર કમાવા જવા માગતો નથી. તેને હવે ડ્રગ્સ અને દારૂની લત લાગી ગઈ હતી અને જો તે પૂરી ન થાય તો પોતાની પત્નીને મારવા સીવાય તેની પાસે બીજું કેઈ જ કામ નહોતું રહ્યું.

આ બધું થવા છતાં તેણીએ પોતાના આ લગ્નજીવન દરમિયાન બે બાળકોને જન્મ આપ્યો. એક વખત એવો પણ આવ્યો કે તેણી પાસે માથુ ઢાંકવા માટે છાપરું પણ ન રહ્યું. ખાવાના પણ ફાફા પડ્યા અને એક રૂપિયો પણ ખીસ્સામાં નહીં. તેણીના પિતાએ તેણીને ક્યારેય પરનાતમાં લગ્ન કરવા બદલ માફ ન કરી. અને તેણીના સંતાનોને પણ ન અપનાવ્યા. છેવટે અત્યાચાર સહન ન થતાં તેણીએ પોતાના પતિથી છુટ્ટુ થઈ જવાનું જ યોગ્ય સમજ્યું. હવે બધું જ પેટ્રિશિયા પર આવી ગયું હતું. હવે પેટ્રિશિયાએ કોઈ પણ સંજોગોમાં પોતાનું અસ્તિત્તવ ટકાવી રાખવાનું હતું અને બાળકોને સંભાળવાના હતા. છેવટે તેણીએ પોતાની માતા પાસેથી 100 રૂપિયા ઉધાર લીધા અને અથાણા, જામ, સ્ક્વોશ વિગેરે બનાવવાનું શરૂ કર્યું. તેણીની માતાનો તેણીને સારો ટેકો હતો. પેટ્રિશિયા જે કંઈ બનાવતી તેની માતા તે બધું પોતાની ઓફિસમાં વેચવા લઈ જતી. તે રોજ જે કંઈ પણ થોડું ઘણું લઈ જતી તે બધું રોજના રોજ જ વેચાઈ જતું.

તેણી માટે આ એક ખુબ જ પ્રેરણા આપતી બાબત રહી. તેણીને હવે વધારે મહેનત કરવાની પ્રેરણા મળી. તેણી પોતાની આવકનો મોટો હીસ્સો ફરી પોતાના અથાણા-જામ બનાવવાના ધંધામાં જ રોકી લેતી. આમ ધીમે ધીમે તેણીને બેઠા થવાનો મોકો મળ્યો. ભગવાને તેણીને એક તક આપી. પેટ્રિશિયાના પિતાના મિત્ર અપંગ બાળકોની એક શાળા ચલાવતા હતા. તેમનો એક ઉદ્દેશ હતો કે જે વ્યક્તિ ઓછામાં ઓછા બે અપંગ લોકોને રોજગાર આપે તેને મફતમાં એક મોબાઈલ કાર્ટ એટલે કે એક લારી આપતા. પેટ્રિશિયાએ તરત જ આ તક ઝડપી લીધી. પણ તેણે બે અપંગ બાળકોને કોફી બનાવતા અને લોકોને પિરસતા શીખવાના હતા. તેણીએ આ પડકાર પણ જીલી લીધો.

તેણીએ કોફીની આ લારી લઈ મરિના બીચ પર કે જ્યાં રોજ સાંજે સેંકડો લોકો ભેગા થતાં ત્યાં લગાવી. અને કોફી અને કટલેસ વેચવાનું શરૂ કર્યું. તેણીની નિરાશા વચ્ચે તેણીને પહેલા દીવસે માત્ર 50 પૈસાની જ કમાણી થઈ. પણ તેણીએ હાર ન માની તેણીએ વધારે મહેનત કરી. 1982માં તેણીએ પોતાની આ લારીની શરૂઆત કરી હતી. ફરી બીજા દીવસે તેણી પોતાની લારી લઈ તૈયાર થઈ ગઈ. બીજા દીવસે તેણીને સીધી જ 600 થી 700 રૂપિયાની કમાણી થઈ ગઈ. હવે તેણીનો જુસ્સો વધી ગયો. તેણી ઘરેથી બધી તૈયારી કરીને બપોરના 3 વાગે આ લારી લગાવતી અને રાત્રે 11 વાગ્યા સુધી ત્યાં પોતાની વસ્તુઓ વેચતી. અને ક્યારેક ક્યારેક તો તેણી સવારના પાંચ પાંચ વાગ્યા સુધી વસ્તુઓ વેચતી.

ફરી ભગવાને તેણી માટે એક તક ઉભી કરી અને ત્યાંના સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધ્યક્ષે તેણીને તેમની ઓફિસની કેન્ટીન ચલાવવાની ઓફર આપી. આ કેન્ટીનમાં તેણીને એક વ્યવસ્થીત રસોડુ મળી ગયું. તેણે કોઈ પણ બીજો વીચાર કર્યા વગર આ તક ઝડપી લીધી. જો કે તેણીએ પોતાની બીચ પરની લારીનું કામ તો જરા પણ ન છોડ્યું. તેણી સવારના પાંચથી નવ બીચ પર ઇડલી વેચતી અને ત્યાંથી સીધી જ કેન્ટીનમાં રસોઈ બનાવા જતી રહેતી. ત્યરથી તે 2003 સુધી તેની દીવસની કમાણી 50 પૈસાથી વધીને 25000 રૂપિયા થઈ ગઈ. તેણીએ પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. જ્યારે દીકરો મર્ચન્ટ નેવીમાં નોકરી કરી રહ્યો હતો. હવે તેણી પોતાનું પ્રથમ રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહી હતી. પણ ત્યાં જ એક કારમા સમાચાર મળ્યા તેણીની દીકરી અને જમાઈનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. અને તે નિરાશામાં સરી પડી.

આ ઘટના બાદ પેટ્રિશિયાનો દીકરો તેની પાસે આવી ગયો અને તેણે પોતાની માતાની જવાબદારી વહેંચી લીધી. તેણે પોતાની બહેનની યાદમાં સંદીપા નામના રેસ્ટોરન્ટની શરૂઆત કરી. આજે સંદીપા રેસ્ટોરન્ટની ચેન્નઈમાં 14 શાખાઓ છે. તેમની પાસે આજે 200 કર્મચારીઓનો સ્ટાફ છે. વર્ષ 2010માં તેણીને ફિક્કી એંટરપ્રોન્યોર ઓફ ધી યરનો ખીતાબ મળ્યો. ત્યાર બાદ તેણીને કોઈ જ રોકી શક્યું નથી. આજે તેણીની માત્ર એક દીવસની આવક જ 200,000 કરતાં પણ વધારે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version