તમે ઘરે રહેલી દવાઓનું સેવન કરો છો તો તમારી આ આદત તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થશે,જાણો કેવી રીતે

પેટમાં દુખાવો એ ખૂબ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે.હકીકતમા મોટાભાગના કિસ્સાઓમાં પેટ દુખવાનું કારણ ખોરાક છે.લોકો આ સામાન્ય સમસ્યા માટે ઘરેલું ઉપાય પણ કરે છે.પરંતુ ઘણી વખત આપણે આ સમસ્યાને સંપૂર્ણ સહન કરતા રહીએ છીએ.આપણે ત્યા સુધી ડોક્ટર પાસે નથી જતા જ્યાં સુધી આ સમસ્યા મોટી ન થાય.તો ચાલો આપણે જાણીએ કે પેટમાં થતા દુખાવા દરમિયાન કઈ બાબતની ખુબ કાળજી રાખવી જોઈએ.

image source

તમારા પેટમાં થતા દુખાવા દરમિયાન તમારી રીતે કોઈપણ દવાનું સેવન ન કરો.ડોક્ટર પાસેથી પેટના દુખાવાના મૂળ કારણો જાણ્યા પછી જ ઘરેલું ઉપાય અપનાવો અથવા તેમના કહ્યા પ્રમાણે દવા લો.

માથાનો દુખાવો અને પેટનો દુખાવો સામાન્ય લક્ષણોની શ્રેણી હેઠળ આવે છે,પરંતુ કારણની વહેલી તકે તપાસ કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ તકલીફની સમયસર સારવાર કરવાથી તમારી આ સમસ્યા ઝડપથી દૂર થાય છે.

જ્યારે પેટમાં દુખાવો થવાના લક્ષણો ઓછા થાય છે ત્યારે એન્ટિબાયોટિક્સ લેવાનું બંધ ન કરો.તબિયત સારી થઈ ગયા પછી પણ સંપૂર્ણ સારવાર લો.જો સારી રીતે ન ખાવામાં આવે તો એસિડિટીની સમસ્યા થઈ શકે છે.જે ખોરાક સરળતાથી પચી જાય તેવો ખોરાક ખાવાનું પસંદ કરો.

image source

જો તમને ચેપને કારણે પેટમાં દુખાવો થાય છે,તો તમારા શરીરને વધારાની ઉર્જાની જરૂર છે.તેથી જ તમને પર્યાપ્ત આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.

જાણો પેટમાં થતા દુખાવાની સમસ્યા દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાયો

આદુ

ખરાબ પેટ અને અપચાની સમસ્યા દૂર કરવા માટે આદુ એક સામાન્ય કુદરતી ઉપાય છે.આદુ પેટમાં એસિડ ઓછું રાખે છે.તેના એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મો પાચનની પ્રક્રિયાને યોગ્ય રાખે છે.જેથી પેટ દુખાવાની સમસ્યા દૂર થાય છે.

image source

વરિયાળી

અપચો દ્વારા પેટના દુખાવામાં રાહત આપવા માટે વરિયાળીનો ઉપયોગ કરી શકાય છે.ગેસ,સોજો વગેરે લક્ષણોને દૂર કરવામાં પણ વરિયાળી મદદ કરે છે.

હીંગ

હીંગ પેટમાં દુખાવો,ગેસ અથવા અપચો માટે અસરકારક છે.તેમાં હાજર એન્ટિસ્મોડિક અને એન્ટિફ્લેલ્ટ્યુન્ટ ગુણધર્મો આ કાર્ય કરવામાં મદદ કરે છે.

મરીના દાણા

ગેસના કારણે થતા પેટમાં દુખાવાને ઘટાડવામાં મરીના દાણા અસરકાર છે.આ પાચનની પ્રક્રિયામાં સુધારો કરે છે.

દહીં

દહીંના સારા બેક્ટેરિયા પાચનમાં સુધારો કરે છે અને અપચો ઘટાડે છે.જેથી પેટમાં થતી તકલીફો હળવી થાય છે.

image source

ગરમ પાણીનો શેક

જયારે ગરમ પાણીની થેલીથી પેટમાં શેક કરવામાં આવે ત્યારે પેટના સ્નાયુઓ હળવા થાય છે.આ પેટમાં થતા ખેંચાણને શાંત પાડે છે.

જાયફળ

લીંબુના રસમાં થોડું જાયફળ ઘસવું અને આ મિક્ષણને પીવાથી પેટનો દુખાવો અને ગેસની સમસ્યા દૂર થાય છે.

કાળું મીઠું

કાળા મીઠું,સૂકા આદુ,હીંગ,યવક્ષાર અને અજમો આ દરેક ચીજોને મિક્સ કરો અને તેનો પાવડર બનાવો.ત્યારબાદ દરરોજ નાસ્તા અને રાત્રિના ભોજન પછી સવાર-સાંજ તે પાવડર 2-2 ગ્રામ લો.પેટમાં થતા ખેંચાણની સમસ્યાથી રાહત મળશે.

image source

અજમો

શેકેલા અજમાનો પાવડર બનાવો અને આ પાવડરનું સેવન દરરોજ સવારે નાસ્તો કર્યા પછી ગરમ પાણી સાથે કરો.આ પાવડર પેટમાં દુખાવો ઘટાડે છે અને ભૂખ વધારે છે.આ પાવડર સવારે અને સાંજે દિવસમાં બે વાર લેવાથી તમારી સમસ્યા ઝડપથી દૂર થશે.

ફુદીનો

બે ચમચી ફુદીનાનો રસ,બે ચમચી મધ,2.5 મિલિગ્રામ લીંબુનો રસ અને 20 મિલિગ્રામ નવશેકું પાણી.આ દરેક ચીજોને મિક્સ કરી આ મિક્ષણનું સેવન કરવાથી પેટમાં થતો દુખાવો અને બળતરાની સમસ્યા દૂર થાય છે.

લસણ

1 ચમચી લસણનો રસ અને 3 ચમચી સાદા પાણી સાથે મિકસ કરી 1 અઠવાડિયા સુધી દરરોજ સવારે અથવા સાંજે જમ્યા પછી પીવું જોઈએ.આ ઉપાયથી ગેસ અને પેટના દુખાવામાં ખૂબ જ ઝડપથી રાહત મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ