પેટમાં ઉત્પન્ન થતાં કૃમિથી બાળકમાં કુપોષણ અને નબળાઈ આવવાથી તેમનામાં પ્રતિકારત્મક શક્તિ ઘટે છે. જાણો તેને નિવારવાના ઉપાયો

બાળકોના સ્વાસ્થ્યને સૌથી વધુ નુક્સનકારક છે, પેટના કૃમિ. રાષ્ટીય કૃમિ નાબુદિ દિવસ પણ યોજાય છે આ તૃટીને નિવારવા. જાણીએ શીશુને તેનાથી રાહત અપાવવાના ઉપાયો.

તારીખ ૧૦મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય કૃમિ નાબુદિ દિવસ તરીકે ઘોષિત કરાયો છે ત્યારે ઠેરઠેર વિવિધ સ્વાસ્થ્ય કાર્યક્રમો દ્વારા કૃમિ નિવારણ અંતર્ગત દેશ ભરના ૩૧ કરોડથી પણ વધુ નાના બાળકોને તેનાથી રક્ષણ હેતુની દવાઓ આપવા મૂકાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. આ માટે જાગૃતિ અભિયાન શા માટે એટલું જ જરૂરી છે તે જાણવું પણ ખૂબ આવશ્યક છે.

ભાળકો સમાજનું અને દેશનું ભવિષ્ય છે. તેમનું શારીરિક સ્વાસ્થ્ય આ તકલીફને લીધે જોખમાય છે એ વિચાર આવવો પણ ધન્યવાદને પાત્ર છે. બાળકમાં કુપોષણ અને નબળાઈ આવવાથી તેમનામાં પ્રતિકારત્મક શક્તિ ઘટે છે. શરીરનો બાંધો મજબૂતી જાળવી નથી શકતો. જેને લીધે અભ્યાસ અને માનસીક ચપળતા પર પણ માઠી અસર પડે છે.

બાળકને ભૂખ ન લાગવી કે અયોગ્ય અને અનિયમિત ખોરાક લેવાની બાબતે ગંભીર ઉપાયો લેવા જ રહ્યા. સામાન્ય રીતે બાળક ખાવા – પીવાની ના પાડે ત્યારે માતા – પીતા તેને ખીજાઈને કે પરાણે ખોરાક લેવા આગ્રહ કરે છે પરંતુ જેતે ખોરાકની તેમના પેટમાં જઈને યોગ્ય પાચન કે પોષણ થતું નથી તેનું મુખ્ય કારણ છે, પેટમાં કૃમિ. જેને લીધે ઉંચાઈ ન વધવી, ચામડી ફિક્કી પડવી કે વાળ ઘટ ન થવા જેવી સમસ્યાઓ નરી આંખે જોઈ શકાય છે. એ સિવાય શરીરના વિકાસને લગતાં વિટામિન અને મિનરલ્સ પણ યોગ્ય રીતે ખોરાક ન લેવાથી ઉણપ વર્તાય છે જેમાં હિમોગ્લોબીન અને ઓમેગા ફેટની ઉણપ ખાસ છે. બાળકને થાક લાગવો, ચક્કર આવવાં કે રમતાં રમતાં શ્વાસ ચડવા જેવી ચિંતાજનક તકલીફો પડી શકે છે.

કૃમિને આપણે સામાન્ય ભાષામાં કરમિયાં પણ કહેવાય છે જેને પેટમાંથી જડમૂળથી નાશ કરવા કડવાણી બાળકને ખવરાવવી જોઈએ એવી સલાહો વડીલો તરફથી મળતી હોય છે. બાળકોને મીષ્ઠાન ખૂબ ભાવતું હોય છે. વધુ પડતી શર્કરા ધરાવતી ખાદ્ય ચીજો જેમ કે ચોકલેટ આઈસ્ક્રીમ ખાવાથી પણ ખૂબ પ્રમાણમાં પેટમાં કૃમિ ઉત્પન્ન થાય છે જે બાળકના પાચક ચયાપચય ક્રિયાને અવરોધે છે. બાળક સહેલાઈથી દવા કે કડવી ખાદ્ય ઔષધીઓ લેવાની પણ આનાકાની કરતાં હોય છે જેને લીધે ક્યારેક માતા પિતા પણ બળજબરીથી તેનો ઇલાજ કરવાનું ટાળી દે છે એમ માનીને કે આ કોઈ ખાસ હાનીકારક રોગ કે તૃટિ નથી. પરંતુ આ કૃમિની તકલીફને લીધે બાળકના વિકાસમાં લાંબે ગાળે અસર પડી શકે છે. તેનો માનસીક કે શારીરિક વિકાસ કુદરતી રીતે રુંધાય નહીં એ રીતે કૃમિ નાબુદ કરવા જ જોઈએ. આવો ઘરમાંથીજ અને એ પણ રસોડાંમાથી મળી આવતાં વસાણાં અને મસાલાઓમાંથી કૃમિનો નિકાલ કઈરીતે કરવો એ જોઈએ.

૧ બાળકને કડવી વસ્તુઓ ઝડપથી નથી ખવરાવી કે પીવરાવી શકાતું જેથી તેમને આપવામાં આવતી ઔષધીમાં મધ ઉમેરવું જોઈએ. જેથી કરીને બાળકો તેને ઝડપથી અને હોંશેહોંશે લઈલે.

૨ એક ચમચી કાળી જીરીના પાઉડરમાં એક ચમચી શુદ્ધ મધ ભેળવી દઈને બાળકને નિયમિત ચડાટવું જોઈએ. જેથી પેટના કૃમિને અસર કરે અને તેનો નાશ થાય. સામાન્ય રીતે પણ કાળી જીરી ખૂબ જ આરોગ્યપ્રદ છે અને રોગપ્રતિકાર માટે ઉત્તમ છે પરંતુ તેનો સ્વાદ ઉગ્ર કડવો છે જેથી બાળકોને આપવા મધ વિના ન લેવું.

૩ નાના બાળકોને અજમાના પાન ચવરાવવાં જોઈએ. દિવસમાં જો ત્રણ પાન થોડા દિવસો સુધી નિયમિત ચાવશે તો પેટના કીટાણુઓ ઝડપથી નાબુદ થશે. અજમાના પાનમાં રહેલ ઔષદીય તૂરો રસ ખૂબ જ ગુણકારી હોય છે.

૪ દાડમ, તેના દાણાં ચાવવાથી અને તેના દાણાંના બીજ પણ ચાવીને પેટમામ ગળી જવાથી કૃમિમાં ખૂબ ફાયદો કરે છે. બાળક નાનું હોય તો દિવસમાં બે બે વાર બબ્બે ચમચી દાડમનો રસ પણ પાઈ શકાય છે.

૫ બાળક જો જરા મોટું હોય અને પી શકતું હોય તો ગરમ પાણીમાં કારેલાંનો રસ ઉમેરીને એક બે ગુંટડા એકાંતરે દિવસે પીવરાવી શકાય છે. કારણે વધુ પડતી કડવાશ પણ બાળક સહન નથી કરી શકતું તેથી તેનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ.

૬ બાળકને જો કૃમિની વધુ તકલીફ હોય અને તેને કુદરતી હાજતમાં પણ તકલીફ પડતી હોય તો પાંચ – સાત પાન કડવા લીમડાના પાનને પાણીમાં ઉકાળીને પણ દિવસમાં ત્રણ કે ચાર વખત બે – બે ચમચી પીવરાવી શકાય છે.

પેટને લગતી આ બીમારી કે તકલીફ ભલે સામાન્ય લાગે પરંતુ જો બાળક આનાથી પીડાતું હોય તો તે અકારણ અસુખ અનુભવશે, કંટાળો કે થાક અનુભવશે.  વધુ તકલીફ થતી હોય અથવા વારંવાર પેટમાં દુખાવાની ફરીયાદ રહેતી હોય તો ડોક્ટરને પણ બતાવી દેવું હિતાવહ છે. તેને એકદમ ચપળ અને ફ્રેશ હરતું ફરતું જોવા ઇચ્છતા હોય તો તેના માટે કૃમિને ચોક્કસથી નિવારણ કરાવજો. જેની માટે હવે તો સરકારી ધોરણે પણ પગલાં લેવાતાં થયાં છે તે નોંધનીય અને સરાહનીય છે. ખરેખર બાળકની સ્વાસ્થ્યની કાળજી લેવાશે તો ભવિષ્યમાં પણ તે સ્વસ્થ અને નિરોગી રહેશે.

લેખ સંકલનઃ જલ્સા કરોને જેંતીલાલ ટીમ