પેટદર્દથી લઈને માસિકમાં થતી સમસ્યામાં ફાયદા આપશે આ ઉપાય, શેર કરો અને મદદરૂપ થાવ બીજા મિત્રોને…

આયુર્વેદ પ્રમાણે, તમારી નાભી એ એક પાવરફુલ બટન છે જે શારીરીક કાર્યરચનાના કેટલાક કામોને સુચારુ રીતે ચાલુ રાખવાની ચાવી ધરાવે છે. માટે તમારે તમારા અન્ય અંગો જેટલું જ ધ્યાન તમારી નાભી પર પણ આપવું જોઈએ. તેનીં સંભાળ લેવાનો એક ઉત્તમ રસ્તો છે નાભી પર નિયમિત તેલ લગાવવાનો. કુદરતી તેલ કે જેમાં તેલની સાથે સાથે આવશ્યક તે બધા જ તત્ત્વો પણ હાજર હોય છે નાભિની સ્વસ્થતા તેમજ વિવિધ પ્રકારની બિમારીઓને દૂર કરવા માટે જરૂરી હોય છે.

અહીં અમે નાભિ પર તેલ લગાવવાથી થતાં 7 નિર્વિવાદ લાભો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

1. તે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ (ભેજવાળી)કરી શકે છે

જો તમે રુષ્ક, શુષ્ક અને નિર્જીવ ત્વચાથી પરેશાન છો ? તો તમે હાલ વાપરતા બધા જ મોઇશ્ચરાઇઝરને કચરાપેટીમાં નાખી દો અને તમારી નાભીમાં તેલ લગાવવાનું શરૂ કરી દો. આ સાવજ સરળ પ્રવૃતિ તમારી ત્વચાને સોફ્ટ બનાવી દેશે. શિયાળામાં જો તમે તમારી નાભિ તેમજ તેની આસપાસના ભાગ પર તેલ લગાવશો તો તમારી સ્કીનની ડ્રાઇનેસ દૂર થઈ જશે. આ આશય માટે તમે વિવિધ જાતના તેલ જેમ કે ઓલિવ ઓઇલ અને કોકોનટ ઓઇલનો ઉપયોગ કરી શકો છો. માત્ર 2-3 ટીપાં તેલ તમારી હથેળીમાં લો અને તેને તમારી નાભિ તેમજ પેટ પર મસાજ કરી લો. તમે નાહીને બહાર આવશો કે તરત જ તમે જોઈ શકશો કે તમારી ત્વચા કેટલી સ્મૂધ થઈ ગઈ છે.

2. ગંદકી દૂર કરે છે

આપણે આપણી જાતને નાહતી વખતે સ્વચ્છ કરવામાં મોટેભાગે આપણી નાભીને ભૂલી જતા હેઈએ છીએ. હકીકતમાં તમારા શરીરના ઉપરના ભાગની ગંદકી તમારી નાભિમાં ભેગી થાય છે, અને માટે જ તમારે તમારા તે ભાગને સ્વચ્છ કરવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમ કરવા માટે, તમારે રૂનું પુમડું લેવાનું છે અને તેના પર ગ્રેપ સિડ ઓઇલ, સ્નફ્લાવર ઓઈલ અથવા જોજોબા ઓઈલમાંથી કોઈ એક લઈ તેને તમારી નાભી પર મુકવાનું છે. આ તેલ ખુબ જ સરળથાથી નાભિમાંનો બધો જ કચરો દૂર કરી દેશે. તમારે આ ભાગ સ્વચ્છ કરતી વખતે થોડી કાળજી રાખવાની જરૂર રહેશે નહીંતર તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો.

3. તેનાથી સંક્રમણ દૂર કરી શકાય છે

તમારી નાભિ ખુબ જ જલદી ગંદી થઈ જતી હોય છે માટે તેમાં જંતુઓ માટે ઘર બનાવવું સરળ બની જાય છે. અને જો તમારી નાભિ લાંબા સમય માટે ભીની રહેશે તો તેમાં વધારે જંતુઓ પેદા થવાની શક્યતા છે. જો તે ભાગમાં તમને કંઈ વાગ્યું હોય તો તેવા સંજોગોમાં પણ સંક્રમણ ફેલાઈ શકે છે જેમાં રુઝ આવતા વાર લાગે છે. તેમ છતાં, સરસિયું, કોપરેલ અને ચાના ઝાડનું તેલ લગાવવાથી સંક્રમણ દૂર થઈ જાય છે. આ ત્રણે તેલમાં જીવાણુરોધી તેમજ ફુગરોધી ગુણો હોય છે, જેને તમારે દિવસમાં બે વાર જ્યાં સુધી સંક્રમણ દૂર ન થાય ત્યાં સુધી લગાવવું જોઈએ.

4. તે માસિક દરમિયાનની પિડામાં રાહત આપે છે

માસિક દરમિયાન થતો દુઃખાવો ખુબ જ પિડાજનક હોય છે અને તે કારણસર તમારું રોજિંદુ કામ ખોરવાય છે અને પિડા દરમિયાન તમે કશું જ કરી શકતા નથી, તમારે માત્ર આરામ જ કરવો પડે છે. પણ આ પિડાને દૂર કરવાનો અમારી પાસે એક ઉપાય છે. ઉપાય એ છે કે તમારે તમારી નાભિ પર તેમજ તેની આસપાસના ભાગ પર તેલ લગાવવાનું છે. ક્લેરી સેજ, પેપરમિન્ટ, સાપ્રેસ, અને જિંજર જેવા સુગંધિત તેલને ડાયલ્યૂટ કરી તેનું મસાજ કરવું જોઈએ. આ તેલોમાં પીડાશામક ગુણો હોય છે. તમારે તેમાંના કોઈ પણ એક તેલથી ખુબ જ હળવેથી તમારા પેટ પર મસાજ કરવાનું છે. તેનાથી તમને પિડામાં રાહત મળશે.

5. તે પેટના દુઃખાવામાં રાહત આપે છે.

જો તમને પેટમાં દુઃખાવો થતો હોય અને તમે ગોળી ગળવા ન માગતા હોવ તો, તમે તમારી નાભિ પર તેલ લગાવી રાહત મેળવી શકો છો. આ સારવાર ખાસ કરીને ફૂડ પોઇઝનિંગ, અપચો, અને અતિસાર વખતે થતાં દુઃખાવામાં રાહત આપે છે. આદુ અને પિપરમિન્ટનું તેલ તેના માટે ઉત્તમ વિકલ્પ છે, પણ તમે તેનો ઉપયોગ કરો તે પહેલાં એ વાતની ખાતરી કરી લો કે તેને તમારે ડાયલ્યુટેડ ફોર્મમાં જ વાપરવું જોઈએ એટલે કે તે તેલને તમે બદામ કે ઓલિવ ઓઈલમાં ડાયલ્યૂટ કરીને વાપરી શકો છો.

6. તે તમારા સ્વાદિષ્ટાના (નાભિ) ચક્રને સંતુલિત કરી શકે છે

આયુર્વેદ પ્રમાણે, તમારું નાભિ ચક્ર રચનાત્મકતા અને ઉર્જાનો એક મહત્ત્વનો સ્રોત છે અને તે તમારી ઊંડી ઇચ્છાઓ તેમજ લક્ષ્યોનું ઘર છે. માટે, તમારે નાભિ ચક્રનું સંતલુન જાળવવું જરૂરી છે જેથી કરીને તમે તમારા સ્વપ્નોને સાકાર કરી શકો અને તમારી રચનાત્મકતા સાથે જોડાયેલા રહો. આ ઉપાય માટે તમે રોઝવૂડ, સેન્ડલવૂડ, અને ય્લેન્ગ-ય્લેન્ગ માંથી કોઈ એક તેલનો ઉપયોગ કરી શકો છો. અઠવાડિયામાં એકવાર કરવું પુરતું રહેશે.

7. તે તમને વધારે ફળદ્રુપ બનાવશે.

તમે એ તો સારી રીતે જાણતા હશો કે તમારી નાભિ તમારી ફળદ્રુપતા સાથે સીધી જ જોડાયેલી છે. તેમજ તમે જ્યારે ગર્ભવતિ બનો છો ત્યારે તે તમને તમારા શરીર સાથે જોડે છે. યોગ્ય તેલથી આ જગ્યા પર મસાજ કરવાથી તમારી ફળદ્રુપતાને વેગ મળે પછી તમે પુરુષ હોવ કે સ્ત્રી હોવ. તમે કેરિયર ઓઇલથી એસેન્શિયલ ઓઈલ જેમ કે જ્યુનિપર, ડેમિયાના, ક્લેરી સેજ, અથવા જામફળના પાનનું તેલ પણ તમારી ઇચ્છા પ્રમાણે લગાવી શકો છો. આ તેલ તમારા શરીરને આરામ આપશે, પુરુષમાંના વિર્યને સ્વસ્થ રાખે છે, અને સ્ત્રીને થતી માસિકની સમસ્યાઓમાં પણ રાહત આપશે અને આ રીતે તે તમારી ફળદ્રુપતાનું સ્તર વધારશે. તે તમારા હોર્મોનને નિયમિત કરવામાં પણ મદદ કરે છે.

તે માટે ધ્યાન રાખો કે તમે યોગ્ય તેલનો ઉપયોગ યોગ્ય ઉદ્દેશ માટે કરો તેમ કરવાથી જ તમને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. એ વાત પણ યાદ રાખો કે કોઈપણ એસેન્શિયલ ઓઇલને તમારે અન્ય સામાન્ય તેલ સાથે ડાયલ્યુટ કરિને જ વાપરવું કારણ કે તે ખુબ જ તીવ્ર હોય છે અને તેના કારણે એલર્જી પણ થઈ શકે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી ઉપયોગી ટીપ્સ મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ