પેરેન્ટ્સ તરીકે જો તમે ભજવશો આ રોલ, તો બાળકનો ઉછેર થશે એકદમ બરાબર રીતે

તમે તમારા બાળકને સફળ બનાવાવા માગો છો તો જાણો સફળ બાળકોના માતાપિતાની આદતો

બાળકને સફળ બનાવવા માટે માતાપિતાઓએ આ આદતો ચોક્કસ અપનાવવી જોઈએ

બાળક જન્મ્યા બાદ માતાપિતા પોતાની યથાશક્તિ પ્રમાણે તેમનો ઉછેર કરતા હોય છે. બાળક ઉછેરવું તે કોઈ સહેલું કામ નથી પણ બીજી બાજુ સફળ બાળકનો ઉછેર કરવો તે કોઈ અઘરુ કામ નથી પણ માતાપિતા પાસેથી કેટલીક સુઆદતો માગી લેતો ઉછેર છે.

image source

ચોક્કસ તેમાં કોઈ જ બે મત નથી કે બાળકોનો ઉછેર એ 24 કલાક સાતે દિવસનું કામ છે. પણ જો તમે તમારાબાળકોને જીવનમાં સફળ બનાવવા માગતા હોવ તો તમને આ સંશોધનાત્મક લેખ કામ લાગશે.

વાસ્તવમાં સંશોધકોએ તેમજ નિષ્ણાતોએ સફળ બાળકોના માતાપિતાના વ્યવહારમાં કેટલીક સામાન્યતા જોઈ છે. તો ચાલો જાણીએ તે શું છે.

તેઓ પોતાના બાળકો સાથે રમે છે અને તેમની સાથે વ્યસ્ત રહે છે

image source

બાળકો સાથે રમવું ? આ વાતતો હવે ક્યાંક જતી જ રહી છે.

પહેલાં સંયુક્ત કુટુંબ હતું ત્યારે બાળકો પોતાના બા-દાદા સાથે રમતા વાતો કરતાં સમય પસાર કરતાં, પણ હવે કટુંબ ન્યુક્લિયર થઈ ગયા માતાપિતા વ્યસ્ત થઈ ગયા પછી તે તેમના કામમાં વ્યસ્ત હોય કે પછી ફેસબુક કે વ્હોટ્સએપ પર વ્યસ્ત હોય તેમની પાસે બાળકોને આપવા માટે સમય નથી અથવા તો તેઓ એક સારા માતાપિતાના આ લક્ષણની અવગણના કરે છે.

image source

જાણે કે અજાણ્યે.

જો તમે એવું વિચારતા હોવ કે તમારા બાળકો બહાર રમવા જાય તે મહત્ત્વનું છે તો જાણી લો કે નિષ્ણાતો તેમજ બાળ મનોવૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે માતાપિતા પણ પોતાના બાળકો સાથે વ્યસ્ત રહે તેમની સાથે મુક્ત રીતે રોજ રમે તે જરૂરી છે.

image source

આમ કરવાથી બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે સ્વસ્થબને છે. જે બાળકો પોતાના માતાપિતા સાથે જે કોઈ પણ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે તેમનામાં ઓક્સીટોસિનનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે અને આ ઓક્સિટોસિન તેમને સોશિયલ ઇન્ટરેક્શન કરવામાં તેમજ તેમનામાં હકારાત્મક વર્તણુક કરવા પ્રેરે છે.

માત્ર તેમની સાથે આઈ કોન્ટેક્ટમાં રહેવાથી તેમજ માતાપિતાના થોડા સ્પર્શથી બાળકના ડેવલપમેન્ટ ચાર્ટમાં ઉછાળો જોઈ શકાય છે.

image source

પોતાના બાળકોની સૂવાની આદતો પર નજર રાખે છે

આવા માતાપિતા પોતાના બાળકો પુરતી ઉંઘ લે તેનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે તમે તેનું ધ્યાન નથી રાખતા ત્યારે તે તમને ભવિષ્યમાં મોંઘુ પડી શકે છે.

જ્યારે બાળક યોગ્ય પ્રમાણમાં, યોગ્ય ગુણવત્તામાં ઉંઘ નથી લેતું ત્યારે તે પાછળ રહેતું થાય છે. તેને વસ્તુઓ શીખવામાં રસ ઓછો થઈ જાય છે.

image source

તે માનસિક તાણ નીચે જીવવા લાગે છે અથવા તો લાંબી સ્વાસ્થ્ય સમસ્યામાં સંપડાઈ પડે છે. જે માતાપિતા સફળ બાળકોનો ઉછેર કરતા હોય છે તેઓ આ લક્ષણને જરા પણ અવગણતા નથી.

આ માતાપિતા સહાનુભૂતિ ભર્યા અને ઓછા વિરોધાભાસી હોય છે

બાળકોની પોતાના માતાપિતા સાથે ના સંબંધોનો તેમના ભવિષ્ય પર ઘણો પ્રભાવ પડે છે.

image source

ન્યુયોર્કમાં કરવામાં આવેલા એકસંશોધન પ્રમાણે જે કીશોરો પોતાના માતાપિતા સાથે ખાસ કરીને પોતાની માતા સાથે હુંફાળા સંબંધો ધરાવે છે તેઓ અપમાનજનક કે પછી ધમકીભર્યા સંબંધોની જાળમાં ઓછા ફસાય છે.

બાળપણમાં અનુભવેલો કોઈ આઘાત કે સંઘર્ષ બાળકના આત્મસમ્માનને ઉંડો ઘા પહોંચાડે છે.

બાળકો પોતાની સામે હરદમ રહેતાં તેમના રોલ મોડેલ એવા તેમના માતાપિતા કે પછી કેર ટેકર્સ પાસેથી પોતાના આંતરિક વિચારો, વર્તણુકો અને માનસિક શાંતિને ચેનલાઈઝ કરતા શીખે છે.

image source

માટે જ હકારાત્મક પેરેન્ટિંગ અને સહાનુભુતિ ભર્યા ખુલા મુક્ત સંબંધો નાની ઉંમરે જ બાળકનું યોગ્ય ચારિત્ર ઘડતર કરે છે.

આવા માતાપિતા હિંસાથી સદંતર દૂર રહે છે
તેમાં કોઈ જ શંકા નથી કે કોઈ પણ શીક્ષા હિંસક ન જ હોવી જોઈએ. ખાસ કરીને બાળકો પર તેની માઠી અસર થાય છે.

image source

કેટલાક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે જે બાળકો સાથે હિંસા થાય છે, મારપીટ થાય છે, અપશબ્દો બોલવામાં આવે કે પછી કોઈ ઉગ્ર વર્તણુક કરવામાં આવે છે

તેમને માનસિક સ્વાસ્થ્ય સમસ્યા, જ્ઞાનસંબંધી સમસ્યાઓ અને ભાવનાત્મક નુકસાન રહે છે. જે કેટલાક કિસ્સાઓમાં આજીવન રહે છે.

તેઓ હંમેશા બાળકોના સ્ક્રીન (ટીવી, મોબાઈલ, ટેબ્લેટ વિગેરે) ટાઈમ પર અંકુશ રાખે છે

image source

અહીં તમારે તમારા બાળકોને માત્ર કેટલો સમય ટીવી, મોબાઈલ કે ટેબ્લેટ જોવા વાપરવા દેવું તેની જ વાત નથી થઈ રહી પણ જો તમે તમારા બાળકને સફળ બનાવવા માગતા હોવ તો તે તેના પર શું જોઈ રહ્યું છે, શું વાંચી રહ્યું શું ઓબ્ઝર્વ કરી રહ્યું છે તેના પર પણ નજર રાખવાની છે.

એક અભ્યાસ પ્રમાણે જાણવા મળ્યું છે કે જે બાળકો સ્ક્રીન સામે ઓછો સમય પસાર કરે છે તેના કરતાં જે બાળકો વધારે સમય પસાર કરે છે તેમના મગજ ઓછા ફંક્શનલ અને ઓછા વિકસીત હોય છે.

image source

ટુંકમા લાંબા સમય માટે બાળકો સ્ક્રીન સમક્ષ બેઠા રહે તે તેમના સ્વાસ્થ્ય માટે કે પછી તેમના વિકાસ માટે બીલકુલ યોગ્ય નથી.

અને આ માટે એક નોંધ માતાપિતાએ પણ લેવા જેવી છે કે તેમણે પણ પોતાના ખુદના સ્ક્રીન ટાઇમને કંટ્રોલ કરવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ