જલ્દી કરજો નહીંતર રહી જશો, ધડાધડ અઢી કરોડ લોકોએ લઈ લીધો આ સરકારી સ્કીમનો લાભ, જાણી લો તમે પણ ફટાફટ

સરકારની એવી ઘણી યોજનાઓ છે કે જેના વિશે લોકો નથી જાણતા અને જેના કારણે લાભ નથી લઈ શકતાં. પરંતુ આજે અમે તમને જે સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનો લાભ તો અઢી કરોડ લોકો લઈ ચૂક્યા છે. તો તમે પણ તમારા ભવિષ્યને સિક્યોર કરવા માંગતા હોય તો સરકારની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. થોડી અમથી બચત અને રોકાણ રિટાયરમેન્ટ બાદ તમારું ભવિષ્ય સિક્યોર કરી દેશે. કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજનાના ટૂંક સમયમાં અઢી કરોડ સબસ્ક્રાઈબર્સ થવાના છે. આ સ્કીમમાં સરકાર અસંગઠિત ક્ષેત્રના લોકો માટે દર મહિને પેન્શનની વ્યવસ્થા કરે છે

image source

આ યોજનાનો લાભ ગરીબ અને મજૂરી કરનારા લોકો લઈ શકે છે. આ જ કારણ છે કે કરોડો લોકો વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવા માટે આ યોજના પસંદ કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો આ યોજનામાં લગભગ 2.45 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. આ જ વર્ષે ઓક્ટોબરના અંતમાં સબસ્ક્રાઇબર્સના મામલામાં 34.51 ટકા વૃદ્ધિ થઈ છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં તમે માત્ર 42 રૂપિયા પ્રતિ માસમાં આજીવન પેન્શનનો લાભ લઈ શકો છો. તેના માટે 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં જોડાવું પડશે. ત્યારબાદ દર મહિને 42 રૂપિયા ચૂકવી 60 વર્ષની ઉંમર બાદ તમને એક હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મળશે.

image soucre

સૌથી સારી બાબત એ છે કે, ટૂંક સમયમાં બચત ખાતાધારક ઇન્ટરનેટ બેન્કિંગ વગર પણ અટલ પેન્શન યોજના હેઠળ ખાતું ખોલાવી શકશે. પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA), APY-POPs તેના હાલના બચત ખાતાધારકોને ઓનલાઇન APY ખાતું ખોલાવવા માટે એક વૈકલ્પિક માધ્યમ રજૂ કરવાની મંજૂરી આપી રહી છે.

image soucre

નવા માધ્યમ હેઠળ વ્યક્તિ ઇન્ટરનેટ બેન્કિંગ કે મોબાઇલ એપનો ઉપયોગ કર્યા વગર APY એકાઉન્ટ ખોલાવી શકશે. APYમાં નેટ બેન્કિંગ વગર ઓનલાઇન ખાતું ખોલાવવા માટે PFRDAએ બેન્કોના વેબ પોર્ટલનો ઉપયોગ કરવાનો વિકલ્પ રજૂ કર્યો છે. બેન્ક ખાતાધારકોને APY ખાતું ઓનલાઇન ખોલવાની સુવિધા આપનારી બેન્કોના પોર્ટલ પર જવું પડશે. ત્યારબાદ તેમાં કસ્ટમર ID કે બચત ખાતાનો નંબર (કોઇ બે) કે PAN કે આધાર નાખીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન ઓટીપી આધારિત ઓથેન્ટિકેશનના માધ્યમથી પૂરું થશે.

image source

ઉલ્લેખનીય છે કે જો તમે દર મહિને 210 રૂપિયા જમા કરાવશો તો તમને 5 હજાર રૂપિયા દર મહિને પેન્શન મળશે. ઉલ્લેખનીય છે કે, અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય વૃદ્ધાવસ્થામાં આવક સુરક્ષા પ્રદાન કરવી છે. તેમાં 60 વર્ષની ઉંમર બાદ ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપવામાં આવે છે.

image source

આ યોજના દેશના કોઈ પણ નાગરિક 18થી 40 વર્ષની ઉંમરમાં લઈ શકે છે. આ યોજનાની ખાસિયત એ છે કે તેમાં રોકાણકારનું નિધન થતાં પેન્શન તેના પતિ/પત્નીને આપવામાં આવે છે. આ ઉપરાંત બંનેના નિધન બાદ પેન્શન નોમિનેટેડ વ્યક્તિને આપવામાં આવે છે. તો જો તમે હજુ સુધી આ યોજનાનો લાભ નથી લીધો તો લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ