મગફળી તમારા સ્વાસ્થ્ય માટે છે વરદાન, જાણીલો ફાયદો અને કરો ખાવાનું શરુ…

મગફળી એ સ્વાસ્થ્યનો ખજાનો છે, જાણો તેનાથી કેવા વિશેષ ફાયદાઓ થાય છે…

શિયાળાની મોસમ આવી નજીક ગઈ છે. ખાસ કરીને આ મોસમમાં આરોગ્યની સંભાળ રાખવી ખૂબ જરૂરી બની જતી હોય છે. આ સીઝનમાં સ્વસ્થ રહેવા માટે લોકો પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વોનું સેવન કરે છે. એજ કારણે આજે અમે તમને મગફળીના કેટલાક ખાસ ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને લોકો ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન ખાય છે.

image source

આ દિવસોમાં, તેની માંગ ખૂબ વધી જાય છે કારણ કે તેમાં લગભગ તમામ પ્રકારના સ્વાસ્થ્ય વર્ધક પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે બહુ ફાયદાકારક છે. તેઓ પ્રોટીન મેળવવા માટેનું ઉત્તમ સ્રોત ગણાય છે. ફક્ત મગફળી જ નહીં, તેનું તેલ પણ ઘણી રીતે લાભ કર્તા છે. ચાલો જાણીએ તેના સેવન કરવાના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ જોઈએ, જેના વિશે તમે અગાઉ કદાચ જાણતા પણ ન હોવ… મગફળી એ આપણાં ગુજરાતમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં ખૂબ જ ખવાતી ચીજ છે. સૌરાષ્ટ્રની શાન કહેવાતી મગફળી કેટલી ગુણકારી છે, તે તમે નહીં જાણતાં હોવ તો આ જરૂર વાંચજો…

હૃદય માટે

image source

પ્રોટિન જેવા અનેક પૌષ્ટિક તત્વોથી સમૃદ્ધ મગફળી હૃદયને સ્વસ્થ રાખવામાં ખૂબ ફાયદાકારક છે. જો તમે અઠવાડિયાના પાંચ દિવસ સવારે અને સાંજે તેનું સેવન કરો છો તો તેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. આ સિવાય તે કોલેસ્ટરોલ ઉપર પણ અંકુશ રાખવામાં મદદ કરે છે. તેથી હ્રદયના સ્વાસ્થ્ય માટે મગફળી જરૂર ખાવી જોઈએ.

કેન્સર સામે આપે છે, રક્ષણ

image source

તે કેન્સરનું જોખમ પણ ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે. આ માટે, તમારે અઠવાડિયામાં બે વાર મગફળીમાંથી બનેલ માખણ એટલે કે પીનટ બટર બે ચમચી ભોજનમાં જરૂર લેવું જોઈએ. તે ખૂબ જ હેલ્ધી હોય છે અને તેનાથી પેટના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે.

મજબૂત હાડકાં માટે

image source

મગફળીનો ઉપયોગ આહારમાં નિયમિત રીતે કરીએ તો તે હાડકાંને મજબૂત બનાવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે પ્રોટિન તેનામાંથી વિશેષ માત્રામાં મળે છે પરંતુ સાથે તેમાં વિટામિન ડી અને કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગફળીને હાડકાં માટેની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ સારવાર માટેની દવા કહી શકાય છે.

મજબૂત કરે છે પાચન ક્રિયાને

image source

તે પ્રોટીન પ્રાપ્ત કરવાનો સારો સ્રોત છે. તેને કારણે આપણી પાચક શક્તિને બરાબર રાખવામાં મદદ કરે છે, તેથી ખોરાક ખાધા પછી એટલે જમ્યા બાદ અથવા તો ભોજનમાં થોડા પ્રમાણમાં ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ.

મગફળીનું તેલ પણ ખૂબ આરોગ્યપ્રદ હોય છે…

image source

જો તમે ઓલિવ ઓઈલ અથવા નાળિયેર તેલના ગુણધર્મથી વાકેફ છો, પરંતુ જો તમે મગફળીના તેલના ફાયદાથી પરિચિત છો ખરાં? જો તમે મગફળીના તેલમાં ઘરે ભોજન રાંધતા હોવ, તો તમે ચોક્કસપણે આ તેલના ફાયદાઓનો લાભ મેળવી શકો છો. મગફળીના તેલનો ઉપયોગ નિયમિત રીતે કરશો તો તે તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો જાણી લો તેના કદી ન સાંભળ્યા હોય તેવા વિશેષ ગુણકારી લાભો વિશે…

ચરબીને રાખે છે, નિયંત્રિત

image source

તમને જણાવીએ કે મગફળીનું તેલ શરીરની ચરબીને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. આ તે તેલ છે જે વજનમાં વધારો કરતું નથી પરંતુ તેનાથી ઉલ્ટું તેને ઘટાડે છે. આ ઉપરાંત તેમાં એ પ્રકારના ચરબીયુક્ત એસિડ્સનું સંતુલિત પ્રમાણ હોય છે, જે ચરબી વધારે નહીં બલ્કે ઘટાડે છે.

કેન્સર જેવા જીવલેણ રોગ સામે આપે છે લડત

image source

આ તેલનો ઉપયોગ ખોરાક રાંધવામાં કરવાથી તે કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડવામાં મદદ કરે છે અને વધુમાં તે પાચનમાં સુધારો કરે છે. મગફળીના તેલમાં પેલેમિટીક એસિડ, ઓલિક એસિડ, સ્ટીરિક એસિડ અને લિનોબનાનાલિક એસિડ જેવા ગુણકારી તત્વો જોવા મળે છે જે શરીરના આરોગ્યને યોગ્ય બનાવે છે.

હહ્રય સાથે સંબંધ ધરાવતી બીમારીઓ સામે રક્ષણ આપે છે

image source

તમને કદાચ આની જાણકારી નહીં હોય, પરંતુ મગફળીનું તેલ તમને હૃદય સંબંધિત અનેક બીમારીઓથી દૂર રાખે છે. ખરેખર તે ધમનીઓમાં લોહીનો પ્રવાહ સરળતાથી વહેવાનું શક્ય બનાવે છે. આ સાથે, તે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા નિવારવામાં પણ મદદગાર સાબિત થયું છે.

શીગ તેલ છે ડાયાબિટીઝમાં પણ ઉપયોગી

image source

જે લોકો ડાયાબિટીઝ જેવા રોગથી પીડિત છે તેમના માટે મગફળીનું તેલ ખૂબ ફાયદાકારક છે. તે લોકોએ હંમેશા આ મગફળીના તેલથી રાંધેલ ખોરાક ખાવો જોઈએ. આમ કરવાનું ખાસ કારણ એ છે કે આ તેલનું સેવન કરવાથી શરીરમાં ઇન્સ્યુલિનનો પૂરતો જથ્થો બની રહે છે. આ સાથે, લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત રહે છે.

વાળ અને નખની મજબીતી અને ચમક માટે છે ખાસ

image source

મગફળીનું તેલ પણ વાળ માટે વરદાન માનવામાં આવે છે. તેમાંથી વાળને માટે આવશ્યક પોષક ઉણપને પૂર્ણ કરે તેવા તત્વો મળી રહે છે. આ તેલમાં પ્રોટીન હોય છે જે વાળને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવે છે. તેનાથી વાળના મૂળ ફાટી જવાની કે ખરી જવા જેવી સમસ્યા ઓછી થાય છે. જો તમે ડેન્ડ્રફથી હેરાન થઈને કંટાળો છો તો મગફળીના તેલથી માથાની ચામડી ઉપર માલિશ કરો. આ તેલથી માલિશ કર્યા પછી ત્રણ કલાક રાખ્યા પછી વાળ ધોઈ લો. વાળમાંથી ડેન્ડ્રફ દૂર કરવાની એક અસરકારક રીત છે. ભોજનને શીંગ તેલથી બનાવવાથી ચામડીની ચમકમાં અને નખની તંદુરસ્તી અને મજબૂતીમાં પણ જરૂર અસર પડે છે.

મગફળી તમે અનેક વાનગીઓમાં નાખી શકો છો…

image source

મગફળીના બી એટલે કે શીંગદાણાંને તમે બાફીને, શેકીને કે તળીને મસાલો કરીને કે વધારીને ખાઈ શકો છો. સેવ – મમરામાં કે ચેવડા – ચવાણુંમાં પણ તે નાખી શકાય છે. તુવેર દાળ કે પછી બટાકાની સુકી ભાજી જેવા શાકમાં પણ મગફળી નાખી શકાય છે. શેકેલ શીંગને તમે કાચી પણ ખાઈ શકો છો અને સલાડમાં શેકેલી કે તળેલી શીંગ પણ નાખવાથી તે વધુ સ્વાદિષ્ટ બની શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ