પાયલ રોહતગી ધરપકડ પછી પહેલીવાર આવી સામે, અમદાવાદ પોલીસ વિશે મનફાવે એમ બોલી, કહ્યું-મને આ લોકોએ…

સોસાયટીના ચેરમેને નોંધાવેલી ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી પાયલ રોહતગીની ધરપકડ કરી હતી એ વાત આખા ગામમાં થોડા દિવસો પહેલાં ચર્ચામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર કેસ અંગે ખુદ પાયલે વાત કરી છે અને અમદાવાદ પોલીસ વિશે મનફાવે એમ બોલી હતી. ત્યારે આવો જાણીએ આ કેસ વિશે. ઉલ્લેખનીય છે કે હંમેશાં વિવાદમાં રહેતી બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીની જીભ ખુબ જ લાંબી છે. ધરપકડ બાદ તેને જામીન મળી ગયા હતા અને પાયલ પર સોસાયટીના ચેરમેનને ગાળો ભાંડવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો એ વાત પણ જાણીતી છે.

image source

હવે હાલની પરિસ્થિતિની વાત કરીએ તો પાયલે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો અને પછી તરત જ ડિટીલ કરી નાખ્યો હતો. આ વીડિયોમાં પાયલે કહ્યું હતું કે પોલીસને શરમ આવવાની જોઈએ. તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને તેથી જ પોલીસે તેની માફી માગવી જોઈએ. હવે જો વાત કરીએ આખી ઘટના અને વીડિયો વિશે તો સામે આવી રહ્યું છે કે વીડિયોમાં પાયલ બોલી હતી કે- હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે અમદાવાદ પોલીસ, 25 જૂનની સવારે મને મારા ઘરેથી મને લઈ ગઈ અને તમારો આ વ્યવહાર અસ્વીકાર્ય છે. તમે મને અપમાનિત કરવા માગતા હતા. એક આખા પોલીસ દળ તરીકે તમારે તમારા અનપ્રોફેશનલ વલણ માટે તમને શરમ આવવી જોઈએ.

image source

આ સાથે જ પાયલ બોલી કે મને મારા નિવેદનને સાબિત કરવા માટે કોઈ સાક્ષીની જરૂર નથી, કારણ કે મારી સોસાયટીમાં CCTV કેમેરા લાગેલા જ છે. CCTV કેમેરા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અને પોલીસ સ્ટેશનની બહાર પણ છે. જો કે આ વીડિયો હવે ક્યાંય જોવા નહીં મળે. કારણ કે અભિનેત્રીએ તરત જ ડિલીટ કરી નાખ્યો હતો. આ સાથે જ માહિતી મળી રહી છે કે પાયલ રોહતગીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેની ટીમ હેન્ડલ કરે છે. પાયલે વીડિયો રિલીઝ કરીને અમદાવાદ પોલીસ અંગે નિવેદન આપ્યું હતું. જો કે, પછીથી ટીમે આ વીડિયો ડિલિટ કરી નાખ્યો હતો.

image source

તો વળી એક એવી પણ માહિતી સામે આવી રહી છે કે જ્યારે વીડિયો ડિલિટ કરવાનું કારણે પૂછવામાં આવ્યું તો તેનું કહેવું છે કે વકીલોના કહેવાને કારણે તેમણે આ વીડિયો ડિલિટ કર્યો છે. આ સાથે જ ડિલિટ કરેલો વીડિયો ભલે વ્હોટ્સમાં અપલોડ કરવામાં આવ્યો હોય, આજના સમયમાં તેને રિટ્રીવ કરી શકાય છે. સમગ્ર કેસ વિશે વાત કરીએ તો બોલિવૂડની એક્ટ્રેસ પાયલ રોહતગી પર અભદ્ર અને બીભત્સ ભાષામાં કમેન્ટ લખી ડિલિટ કરી હોવાનો આક્ષેપ છે. રિપોર્ટ્સ મુજબ, પાયલ રોહતગીની સોસાયટીમાં 20 જૂનનાં એક મીટિંગ હતી. પણ એક્ટ્રેસને મીટિંગમાં બોલાવવામાં આવી ન હતી.

image source

જો કે કેસ એવો છે કે અભિનેત્રીને મીટિંગમાં ન બોલાવવા છતા પાયલ ત્યાં પહોંચી હતી. અને જ્યાં તેણે કંઇ બોલવાનો પ્રયાસ કર્યો તો તેને શાંત કરી દેવામાં આવી. આ મામલે પાયલે નારાજગી જતાવી છે અને ચેરમેન સાથે તેને બોલાવાનું થયું આ વચ્ચે ગાળા ગાળી થઇ આ ઘટના અંગે તેણે ફરિયાદ નોંધાવી છે. આપને જણાવી દઇએ કે, રોહતગી સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. અને ઘણી વખત તે ફેન્સની સાથે તેનાં વિચારો શેર કરતી હોય છે. આ પહેલી વખત નથી જ્યારે પાયલ રોહતગીની ધરપકડ થઇ હોય આ પહેાલં વર્ષ 2019માં નેહરુ ગાંધી પરિવાર પર વિવાદિત ટિપ્પણી કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે પાયલની અટકાયત કરી હતી જેનાં 1 દિવસમાં જ તેને જામીન મળી ગયા હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong