આ અભિનેત્રીની દિકરીના મોત થવા પાછળ છે આ મોટી બીમારી જવાબદાર, જાણો તમે પણ

image source

મોસમી ચેટર્જીની દીકરીનું નાની વયે અકાળે જુવેનાઇલ ડાયાબિટીસથી મૃત્યુ ! જાણો, શું છે જુવેનાઇલ ડાયાબિટીસ ?
દીકરીની તબિયતને લઈને માતા-પિતા વચ્ચેનો વિવાદ આવ્યો સામે

વિતેલા જમાનાની સુંદર અને સૌમ્ય અભિનેત્રી મૌસમી ચેટર્જીની દીકરી પાયલ સિન્હાનું શુક્રવારે નિધન થયું છે.

મળતા અહેવાલ પ્રમાણે પાયલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતી.

image source

તેણી કિશોરાવસ્થાથી જ ડાયાબિટીસથી પિડાતી હતી આ ડાયાબિટીસને જુવેનાઇલ ડાયાબીટીસ કહેવાય છે.

તે 2017થી ડાયાબીટીસથી લડી રહી હતી. 2018માં તેની તબિયત લથડી પડી અને ત્યારથી તેણી કોમામાં જતી રહી હતી.

મૌસમી ચેટર્જી અને પતિ વચ્ચે હતો દીકરીની સારવારને લઈને વિવાદ

image source

થોડા સમય પહેલાં મૌસમી ચેટર્જીએ પોતાની દીકરીની યોગ્ય સારવાર નહીં કરાવવા બદલ પોતાન પતિ ડિકી પર આરોપ લગાવ્યો હતો કે તેણે પોતાની દીકરીની ફિઝિયોથેરાપી બંધ કરાવી દીધી હતી.

તેના માટે મૌસમી અને તેના પતિએ કોર્ટના દરવાજા પણ ખખડાવવા પડ્યા હતા. કોર્ટને કરવામાં આવેલી અરજીમા લખવામાં આવ્યું હતું કે 28 એપ્રિલ 2018માં પાયલને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી હતી. તેની સંભાળ માટે એક નર્સ પણ રાખવામાં આવી હતી.

image source

ડોક્ટરની સલાહ પ્રમાણે ફિઝિયોથેરાપી તેમજ તેણીન ડાયેટનો ખાસ ખ્યાલ રાખવાનો હતો. પણ તેની અવગણના કરવામાં આવી. ન તો ડીકીએ ફિઝિયોથેરાપી કરાવડાવી કે નહોતું તો તેના ડાયેટ પર ધ્યાન આપવામાં આવ્યું.

ડિકીએ પાયલની સંભાળ માટે રાખવામાં આવેલા સ્ટાફનું પેમેન્ટ બંધ કરી દીધી હતું માટે તેની સંભાળ રાખતી નર્સો પણ ત્યાંથી જતી રહી હતી. નહોતી તો પાયલના મેડિકલ રિપોર્ટ બતાવવામાં આવતા કે નહોતા તો પાયલને મળવા દેવામાં આવતા.

પાયલના નિધન પર જીતેન્દ્રના દીકરા તુષાર કપુરે દુઃખ વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે. તેણે ટ્વીટ કર્યું છે કે પાયલના મૃત્યુના સમાચાર સાંભળી દુખ થયું. હું તેણીને બાળપણથી જ ઓળખું છું. મૌસમી ચેટર્જી અને તેમના કુટુંબને અમારા તરફથી આસવાસન આપું છું.

જાણો શું છે જુવેનાઇલ ડાયાબિટિસ

જુવેનાઇલ ડાયાબિટીસને ટાઈપ 1 ડાયાબિટિસથી ઓળખવામાં આવે છે. તે કિશોરાવસ્થામાં શરીરમાં ઇન્સુલિન નહીં બનવાના કારણે થાય છે.

image source

ટાઇપ 1 ડાયાબિટિસ એક પ્રકારનો ઓટો ઇમ્યૂન રોગ છે, જેમાં જીનમાં ગડબડ ઉભી થાય અને તે કારણસર શરીરમાં પુરતું ઇન્સુલિન ઉત્પન્ન નથી થતું.

વાસ્તમાં પેન્ક્રિયાઝ આપણા શરીરનું અત્યંત મહત્ત્વનું અઁગ છે, જેમાં ઇંસુલિન ઉત્પન્ન કરનારી બીટા કોશિકાઓ હોય છે જે વાયરલ અથવા તો સંક્રમિત થવાથી નષ્ટ થઈ જાય ત્યારે ઇંસુલિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે.

તેના કારણે બ્લડ શુગરનું સ્તર અસંતુલિત થઈ જાય છે.

image source

ટાઇપ 1 ડાયાબિટિસના રોગના લક્ષણોની વાત કરીએ તો તેમાં વારંવાર તરસ લાગવી, વારંવાર પેશાબ જવું પડે, વારંવાર ભૂખ લાગ્યા કરવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પુરતો આહાર લેવા છતાં વજન નથી વધતું તેમજ દ્રષ્ટિ પણ નબળી પડી જાય છે.

image source

અને જો આ લક્ષણોને યોગ્ય સમયે ઓળખી લેવામાં ન આવે તો બાળકને કિટોએસિડોસિસ થઈ જાય છે જે એક જીવલેણ સ્થિતિ છે. માટે જ્યારે ક્યારેય બાળકમાં આવા કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળે તો ચોક્કસ તપાસ કરાવવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ