ભગવાન વિષ્ણુનો મહિનો છે કારતક – આ મહિનામાં શું કરશો અને શું નહીં..

દીવાળીની ઝળહળાટ ભરી રાત્રીના પુર્ણ થતાં જ કાર્તક મહિનો શરૂ થશે. જોકે ઉત્તર ભારતમાં કાર્તક મહિનાની શરૂઆત થઈ ગઈ છે. કાર્તક મહિનામાં ભગવાન શ્રી લક્ષ્મીનારાણયની આરાધના કરવામાં આવે છે અને સાથે સાથે લક્ષ્મીજીની પુજાનું પણ અનેરુ મહત્ત્વ છે. કાર્તક મહિનામાં સુર્યોદય પહેલાં નિત્યક્રમ પતાવીને ઠંડા પાણીએ સ્નાન કરવું ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં જો સવારે બ્રહ્મમુહરતમાં સ્નાન કરવામાં આવે તો હજારો તીર્થયાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને તમારી દરેક મનોકામના પુર્ણ થાય છે.

image source

કાર્તક મહિનામાં ભક્તિભાવથી કરો નારાયણની પુજા મનમાગ્યું ફળ મળશે

ઉપર પ્રમાણે જો સવારે વહેલા સુર્યોદય પહેલાં નિત્યક્રમ પતાવીને સુર્ય ઉગતા જ જો નારાયણની સંકપુર્ણ સ્વચ્છ હૃદયે અને ભક્તિભાવથી પુજા કરવામાં આવે તો ભગવાન પ્રસન્ન થાય છે. આપણે અહીં એટલે કે ગુજરાત તેમજ દક્ષીણ ભારતમાં કાર્તક મહિનાની શરૂઆત દીવાળીના બીજા દિવસે એટલે કે બેસતા વર્ષે થાય છે જ્યારે ઉત્તર ભારતમાં કાર્તક મહિનાની શરૂઆત શરદપુર્ણિમાંના બીજા દિવસે કરવામાં આવે છે અને ત્યા બાદ બધા જ શુભ તહેવારોની શરૂઆત થાય છે. સૌ પ્રથમ કરવા ચોથ આવે છે જે કેટલાક દિવાળી પછીની કરવા ચોથ મનાવે છે તો વળી કેટલાક દિવાળી પહેલાં એટલે કે શરદપુનમ બાદ આવતી કરવાચોથ મનાવે છે.

image source

કાર્તક મહિનામાં જ પવિત્ર દેવઉઠી અગિયારસ આવે છે. અને તે દિવસે તુલસી વિવાહ પણ કરવામા આવે છે અને ત્યાર બાદ હીન્દુ ધર્મના લોકો માંગલિક પ્રસંગો જેમ કે લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, વિગેરેની શરૂઆત કરે છે.

કાર્તક માસનું મહત્ત્વ જાણો

વર્ષમાં આવતા બાર મહિનામાં કાર્તક મહિનાનું ખાસ મહત્ત્વ છે. આ મહિનાને વિષ્ણુ ભગવાનનો મહિનો કહેવામાં છે. પુરાણકાળમાં સમગ્ર ભારતમાં વિવિધ પ્રાંતોમાં નવા વર્ષની શરૂઆત અલગ અલગ હિન્દુ માસમાં થતી હતી પણ આધુનિક ભારતમાં નવા વર્ષની શરૂઆત ખાસ કરીને કાર્તક તેમજ ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે.

image source

આ મહિનાના નામ પાછળ ભવગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય છે. આ મહિનામાં કાર્તિકેયે તારકાસુર નામના અસુરનો વધ કર્યો હતો અને માટે જ આ મહિનાને કાર્તક માસ કહેવામા આવ્યો છે આ માસને વિજય અપાવનાર માસ ગણવામા આવે છે.

 

image source

કાર્તક મહિનાને ગ્રંથોમાં પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. હીન્દુ પુરાણો જેવા કે સ્કન્દ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણમાં પણ તેના મહત્ત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ મહિનાને મોક્ષનો દ્વાર કહેવામા આવ્યો છે કારણ કે આ મહિનાના છેલ્લા વીસ દિવસ દરમિયાન મનુષ્ય જીવે દેવતાઓની આરાધના કરવી જોઈએ અને પોતાની જાતને પવિત્ર કરવી જોઈએ. જો આ મહિનામાં દેવારાધના કરવામાં આવે તો મનુષ્યને ઉત્તમ સ્વાસ્થ્ય, કૌટુંબિક પ્રગતિ, ભગવાનના આશિર્વાદ વિગેરે માટે નવા રસ્તાઓ ખુલે છે.

image source

કાર્તક મહિનામાં આટલી વાતોનું ધ્યાન રાખો

 •  હીન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે આ મહિનામાં પવિત્ર નદીઓ તેમજ તળાવમાં દીપદાન કરવું જોઈએ. એટલે દીવડા પ્રગટાવવા જોઈએ. તેનાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે.
 •  કાર્તક મહિનામાં મનુષ્યએ નીચે જમીન પર સુવાનો આગ્રહ રાખવો જોઈએ. આમ કરવાથી મનમાં સાત્વિકતા આવે છે અને મનની વિકૃતિ દૂર થાય છે.
 • દરેક હીન્દુ ઘરમાં તમને તુલસીનો ક્યારો જોવા મળશે પછી તે કોઈ બંગલો હોય, ટેનામેન્ટ હોય કે પછી ફ્લેટ હોય. દરેક ઘરમાં તેની પુજા થતી હોય છે પણ કાર્તક માસમાં તુલસી પુજાનું એક અનેરુ મહત્ત્વ છે. આ મહિનામાં જો ભક્તિભાવથી તુલસીપુજા કરવામાં આવે તો તેનું પુણ્ય અનેકગણું વધી જાય છે.

  image source

કાર્તક માસમાં આ કામ ન કરવા જોઈએ

 • કાર્તક મહિનામા આ કામ ન કરવું જોઈએ. કેહવાય છે કે કાર્તક મહિનામા કાળી ચૌદસના દિવસે જ શરીર પર તેલ લગાવવું જોઈએ બાકી કોઈ જ દિવસ તેલ ન લગાવવું જોઈએ.
 • કાર્તક માસમાં અડદ, મગ, મસૂર, ચણા, વટાણા, રાઈ વિગેરે ન ખાવા જોઈએ.
 • કેહવાય છે કે કાર્તક માસમાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ. તેમ ન કરવાથી પતિ-પત્નીને દોષ લાગે છે અને તેનું પરિણામ અશુભ આવી શકે છે.

  image source
 • કાર્તક માસ દરમિયાન વ્યક્તિએ ઉદ્ધત વર્તન ન કરવું જોઈએ. વ્યક્તિએ સંયમિ વ્યવહાર અપનાવવો જોઈએ. જરૂર કરતાં વધારે ન બોલવું જોઈએ, અપશબ્દો ન બોલવા જોઈએ કે ન તો કોઈની નિંદા કરવી જોઈએ.

 

image sourace

કાર્તક માસમાં અગ્નિનું મહત્ત્વ

હિન્દુ શાસ્ત્રોમાં પંચ તત્વોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુનો સમાવેશ થાય છે. જેમાં અગ્નિને સૌથી વધારે પ્રભાવશાળી તેમજ પવિત્ર માનવામાં આવે છે. અને માટે જ ઉપર જણાવ્યું તે પ્રમાણે દીપદાનનું મહત્ત્વ છે. અને વિવિધ જાતના દીવડાઓ પવ્રગટાવીને પણ તમે તમારું નસિબ ઉજળુ બનાવી શકો છો. ચાલો જાણીએ કે કેવા પ્રકારના દીવડાં તમને શું લાભ આપે છે.

 

image source

એક વાટનો દીવડો

આ પ્રકારનો એક વાટનો દીવડો તમારી મનોકામના પુર્ણ કરે છે. આવા માટીના એકવાટના દિવડાને તમારે કાર્તક માસ દરમિયાન રોજ તુલસી ક્યારે પ્રગટાવવો જોઈએ.

બે વાટનો દીવડો

એક જ દીવડામાં બે વાટો પ્રગટાવીને આ દિવો કરવામા આવે છે. જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર હોય અથવા કોઈનુ સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો તેવા સમયે કોડીયામાં બે વાટ પ્રજ્વલીત કરીને તે વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધરે છે અને તેના આયુષ્યમાં વધારો થાય છે. આ બે વાટનો દીવો તમારે ભોળાનાથ સમક્ષ કરવો જોઈએ.

 

image source

ત્રણ વાટનો દિવડો

આ ત્રિમુખી દીવડામાં તમારે વાટ તો બે કરવાની હોય છે પણ તેમાંથી એક વાટનો એક છેડો અને બીજી વાટના બન્ને છેડા પ્રજ્વલિત કરવાના હોય છે. આ ત્રીમુખી દીવડો તમારા દુશ્મનોનો નાશ કરે છે. તેને ઘીમાં નહીં પણ સરસિયાના તેલમાં કરવામા આવે છે.

image source

ચતુર્મુખી દીવડો

આ દીવડામાં બે લાંબી વાટ લેવામાં આવે છે અને તેના બન્ને છેડે એટલે કે કુલ ચાર છેડે દીપ પ્રગટાવવામાં આવે છે. આ ચતુર્મુખી દીવડો પ્રગટાવવાથી તમારામાં જે ગ્રહ દોષ રહેલા હોય તેનો નાશ થાય છે અને તમારી ઉન્નતિ થાય છે.

તો પવિત્ર કાર્તકમાસમાં કરો શ્રી નારાયણની ઉપાસના અને ઉપર જણાવેલી વિધિઓ કરીને તમારા ભાગ્યને ચમકાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ