બહાર બેકરી પર મળે છે તેનાથી પણ વધુ સોફ્ટ અને ફ્લ્ફી પાવ ઘરે જ બનાવો…

એકદમ સરખી રીતે બનેલા પાવ એના કલર અને ટેક્ષર પર થી ખબર પડે, એની ઉપર ની બાજુ સરસ એક સરખો રંગ અને લીસું હોવું જોઈએ, અને નીચે સફેદ રંગ અને રૂ જેવું ટેક્ષર. જો પાંવ સરખી રીતે ના બનાવાય તો એ વધુ ખતરનાક છે, પછી એ ઘઉં ના હોય, મેંદા ના, યિસ્ટ વાળા કે વગરના.

સામગ્રી

  • – ૩ કપ મેંદો
  • – ૧ ૧/૨ ચમચી ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ
  • – ૧ ચમચી ખાંડ
  • – મીઠુ સ્વાદ મુજબ
  • – ૨ ચમચી મિલ્ક પાવડર
  • – ૩ ચમચી બટર અથવા તેલ
  • – હુંફાળું પાણી જરૂર મુજબ

૧..પેહલા મેંદા માં મિલ્ક પાવડર, ખાંડ, મીઠુ ઉમેરી સરખું મિક્સ કરી લેવું. ખાડો કરો હવે એમાં યીસ્ટ ઉમેરો, હવે પાણી ઉમેરી એકદમ નરમ લોટ બાંધવો.

૨..લોટ ખૂબ નરમ એટલે કે રોટલી કરતા પણ નરમ લોટ બાંધવો.

૩..હવે હથેળી ના નીચેના ભાગ થી લોટ ને ૧૦ મિનીટ મસળવો. મસળવા થી લોટ ઇલાસ્તિક જેવો થતો જસે, હવે એમાં તેલ કે બટર ઉમેરી ફરી બરાબર મસળી લેવું.

૪..લોટ બરાબર મસળયો છે કે નહિ એ ચેક કરવા એક આંગળી થી લોટ માં જરા દબાવવું, દબાવેલી જગ્યા એ લોટ પાછો બહાર તરફ આવી જસે. જો આવું થાય તો લોટ નો એક ગોળો બનાવી એક વાસણ માં તેલ લગાવી ઢાંકી ૧ કલાક માટે મૂકી દો.

૫..એક કલાક પછી લોટ ફૂલી ગયો હસે. હવે એને ફરી જરા મસળી લઈ એના નાના ગોળા વાળી લો. હવે એને તેલ લગાવેલી બેક ડિશ માં થોડી થોડી જગ્યા ના અંતરે મૂકી દો, ફરી ડીશ ને ઢાંકી ૪૦ મિનીટ રહવા દો. ૪૦ મિનીટ પછી લોટ ફૂલી ને પાંવ ના આકાર માં આવી ગયો હસે, હવે એની ઉપર બ્રશ થી દૂધ નો વોશ આપો, એને પેહલે થી ગરમ કરેલ ઓવન માં ૧૮૦ ડિગ્રી સે પર ૧૫-૨૦ મિનીટ બેક કરો.

૬..બેક થયેલ પાંવ ઉપર ગરમ હોય ત્યારે જ બટર કે તેલ લગાવી દો અને એક કપડું ઢાંકી દો.

પાંવ તૈયાર છે.

નોંધ: બેક થયા પછી પાંવ નો ઉપર નો ભાગ કડક હસે, બટર લગાવી ઢાંકવા થી સરસ મુલાયમ થઈ જસે.

અહી હું ઇન્સ્ટન્ટ ડ્રાય યિસ્ત નો ઉપયોગ કરું છું, જેથી એ ડાયરેક્ટ લોટ માં ઉમેરી શકાય. જો તમે એક્ટિવ ડ્રાય યીસ્ત લેતા હોવ તો એને હૂંફાળા પાણી માં ખાંડ સાથે મિક્સ કરી ૧૦ મિનીટ ઢાંકી રાખવું, પાણી ઉપર ફીણ જેવું થઈ જાય પછી લોટ બાંધવો.

– કુકર માં કરવા માટે મીઠુ પાથરી એની ઉપર સ્ટેન્ડ મૂકી તેની ઉપર ગ્રીસ કરેલી ડીશ મૂકી કુકર વિસ્લ અને રીંગ વગર ઢાંકી ૨૦ થી ૨૫ મિનીટ બેક કરવું.

– અડધો મેંદો અને અડધો ઘઉં નો લોટ લઈ સકો.

– સારા પાવ બનાવવા ખૂબ મસળવું મહત્વ નું છે.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.