જલ્સા કરોને જેંતીલાલ

પાવાગઢ ખાતે માતાના દર્શને જઈ રહેલા માઈ ભક્તોને નડ્યો અકસ્માત, 10 લોકોના મોત, 17 લોકો ઘાયલ

નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં ગોજારી ઘટના સામે આવી છે. જેમા 10 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર

image source

વડોદરા પાસે નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે 4 વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં આઇસર ટેમ્પોમાં ફસાયેલા તમામ લોકોને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

10 લોકોનાં મોત નીપજ્યાં

આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 17 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને હળવો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર અને SDM સહિતના અધિકારીઓ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સવારે મળસ્કે 4 વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર નેશનલ હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી. અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માતમાં કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં 5 મહિલા, 3 પુરુષ અને 2 બાળક સામેલ છે. હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

image source

મૃતકોની યાદી

હંસાબેન ખોડાભાઇ જીંજા(ઉ.11)

ભૌતિક ખોડાભાઇ જીંજા(ઉ.11)

દિનેશભાઇ ઘુઘાભાઇ બદલાણીયા

દેવાંશી બિજલ ખડીયા

નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા

પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા

દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા

ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા

રૂતિક જીન્જુવાડીયા

ખોડાભાઇ ચુનાભાઇ આહીર

સયાજી હોસ્પિટલમાં લોકોને સારવાર અર્થે ખસેડાયા

image source

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરેન્દ્રનગર ખાતે અકસ્માત

image source

ગઈકાલે મોડી રાત્રે સુરેન્દ્રનગરમાં પણ કાર અકસ્માતની ઘટના ઘટી હતી, જેમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 1ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત લખતર હાઈવે પર થયો છે, કારમાં 5 લોકો સવાર હતા. ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબૂ ઘુમાવતાં કાર ઝાડ સાથે અથડાઈ હતી. દુર્ઘટના બાદ લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

બારડોલી દસ્તાન ફાટક પાસે અકસ્માત

image source

સુરતના બારડોલી દસ્તાન ફાટક પાસે પણ વહેલી સવારે 6 વાગે બે ખાનગી ટ્રાવેલર્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હજુ કોઇપણ મોતના સમાચાર સામે આવ્યા નથી, જ્યારે ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ 108ની 8 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી ગઈ હતી. બંને બસોમાં બેઠેલા મુસાફરોની ચિચયાળી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version