પૌત્રને અભ્યાસ કરાવતા કરાવતા કરોડપતિ બની ગયા દાદી, પુસ્તકની અંદરથી મળ્યો ‘ખજાનો’, જાણો શું છે મામલો.

પૌત્રને અભ્યાસ કરાવતા કરાવતા કરોડપતિ બની ગયા દાદી, પુસ્તકની અંદરથી મળ્યો ‘ખજાનો’, જાણો શું છે મામલો. આ મહિલા પોતાના પૌત્રના હોમવર્કમાં તેની મદદ કરી હતી. એ જ દરમિયાન તેમને આ લોટરી ટિકિટ મળી. દંપતિ એ આ ટિકિટ ૨૦૧૮ના વેલેન્ટાઇન ડે પર ખરીદી હતી.

મોન્ટ્રીયલ:- કેનેડામાં એક કપલને પુસ્તકના પાનામાં મહિનાઓથી ખોવાયેલી લોટરીની ટિકિટ થી ૧૦ લાખ કેનેડિયન ડોલર જીત્યા છે. લોટો-ક્યૂબેક સંગઠને ૩ એપ્રિલે આ જોડાને ૭.૫ અમેરિકી ડોલર (લગભગ ૫ કરોડ ૧૬ લાખ રૂપિયા) જીતવાની જાહેરાત કરી. નિકોલ પેડનોલ્ટ અને રોજર લારોકને ગત અઠવાડિયે જ ખબર પડી કે તેમના પાસે પાંચ એપ્રિલ,૨૦૧૮ની એક લોટરી ટિકિટ પડી છે જેના પર ૧૦ લાખ કેનેડિયન ડોલરનું ઈનામ નિકળ્યુ છે. પેડનોલ્ટ પોતાના પૌત્ર ને હોમવર્કમાં તેની મદદ કરી રહી હતી. એ જ દરમિયાન તેમને આ લોટરી ટિકિટ મળી. દંપતિ એ આ ટિકિટ ૨૦૧૮ના વેલેન્ટાઇન ડે પર ખરીદી હતી.

પેડનોલ્ટનું કહેવુ છે કે જો મારા પૌત્ર એ હોમવર્કમાં મદદ ના માંગી હોત તો મને આ લોટરી ટિકિટ ક્યારેય ના મળત. લોટરીના મામલામાં પેડનોલ્ટ ડબલ લકી રહી કારણ કે એક તો તેણીની ટિકિટ પર ૧૦ લાખ કેનેડિયન ડોલરનું ઈનામ નિકળુ અને બીજુ, વૈધતા ખતમ થવાના થોડો જ દિવસ પહેલા તેમને આ ટિકિટ પરત મળી.

લોટરીનો હાલમાં જ એક મામલો મૈરીલેંડ, યૂએસએમાં પણ જોવા મળ્યો હતો. અહીં વનેસા વાર્ડ નામની એક મહિલા પોતાના ઘર પાસે જ એક ફૂડ સ્ટોરમાં પહોંચી. ત્યાં કોબી ખરીદતા-ખરીદતા તેમને લોટરીની એક સ્ક્રેચ ટિકિટ ખરીદવાનું વિચાર્યુ. ટિકિટ અને કોબી ખરીદીને ઘર પહોંચવા પર તેમણે આ ટિકિટ સ્ક્રેચ કરી તો મેળવ્યુ કે તે આ ગેમની ટોપ પ્રાઈઝ જીતી લીધી છે. જ્યારે તેણીને જીતેલી રકમ બાબતે ખબર પડી તો ખૂશીનું ઠેકાણું ના રહ્યુ. કારણ કે તેમને આ એક ટિકિટે ૧.૫૮ કરોડ રૂપિયા જીતાડી દીધા હતા.

લોટરી જીતીને કરોડપતિ બનેલા લોકો કેવી રીતે થઈ જાય છે કંગાળ એક અરબ ૫૩ કરોડ ૭૦ લાખ અમેરિકી ડોલરનું મેગા મિલિયન જેકપોટમાં એક વ્યકિતની જીત થઈ છે. પરંતુ સંશોધનથી જાણકારી મળે છે કે આ વાતની ખૂબ સંભાવના છે કે આ વિજેતા આટલો ભાગ્યશાળી ના હોઈ.

આ જેકપોટ માટે જુલાઈમાં ૨૫ ડ્રો કાઢવામાં આવ્યા પરંતુ તેમાંથી કોઈપણ ડ્રોમાં કોઈ વ્યકિત વિજેતા ના બન્યા. તેનાથી રકમ વધતી ગઈ અને આ વિશ્વની બીજી સૌથી મોટી ઈનામી રકમ વાળી લોટરી બની ગઈ. સૌથી મોટી લોટરીનો રેકોર્ડ ૨૦૧૬ નો છે, જ્યારે પાવરબોલ ગેમ ૧.૬ અરબ ડોલર સુધી પહોંચી ગઈ હતી.

મેગા મિલિયન જેકપોટના પણ ૧.૬ અરબ ડોલર સુધી પહોંચવાનો અદાંજ લગાવવામાં આવ્યો હતો, પરંતુ ટિકિટ મેળવવામાં આવી તો રકમ થોડી ઓછી રહી ગઈ. જેકપોટ જીતવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. એક અનુમાન ને અનુસાર ૩૦.૩ કરોડ લોકોમાંથી ફક્ત એક. તેનાથી ૪૦૦ ગણી વધુ સંભાવના એ વાતની હોઈ છે કે તમારા પર વિજળી પડી જાય.

જો અમેરિકાનો દરેક વયસ્ક નાગરિક ફક્ત એક ટિકિટ ખરીદે અને તેમના નંબર અલગ હોઈ તો પણ આ વાતની સંભાવના વધુ હોઈ છે કે ડ્રોમાં કોઈ વિજતા ના મળે અને રકમ વધતી જાય. હવે વિજેતાની જાહેરાત અને ઈનામ પર દાવા બાદ એક રસપ્રદ પ્રશ્ન ઉઠે છે. તે પ્રશ્ન એ છે કે ઈનામના પૈસા અને ‘ભાગ્યશાળી’ ટિકિટ ધારક શું થાય છે શું? સંશોધન બતાવે છે કે અવારનવાર તે થાય છે, જેની તમે આશા નથી કરતા.

અપેક્ષાથી નાનુ ઈનામ

જેકપોટ જોવામાં જેટલો મોટો લાગે છે, ખરેખર તેટલુ ઈનામ નથી મળતુ. જો કોઈ વિજેતા ઈનામ પર દાવો કરે છે તો તેને આગલા જ દિવસે ૧ અરબ ૫૩ કરોડ ૭૦ લાખ ડોલરનો ચેક નહિ મળી જાય. વિજેતાને ૮૭.૮ કરોડ ડોલરની એક મુશ્ત રકમ કે આવતા વર્ષમાં ૧ અરબ ૫૩ કરોડ ૭૦ લાખ ડોલરની પૂરી રકમની ચૂકવણીમાંથી એક વિકલ્પનું ચયન કરવુ પડશે.

આ રકમની વાર્ષિક ચૂકવણી શરૂઆતમાં ઓછી હોઇ છે અને ધીરે-ધીરે વધે છે. અા પૈસાનો એક મોટો ભાગ ટેક્સમાં જશે. જો વિજેતા ફ્લોરિડા કે ટેક્સાસ જેવા લોટરી ટેક્સથી મુક્ત રાજ્યનો છે અને તે એકમુશ્ત રકમ પસંદ કરે છે તો ફેડરલ સરકાર લગભગ ૨૧.૧ કરોડ ડોલરનો ટેક્સ વસૂલશે. આ રીતે વિજેતા પાસે ૬૬.૭ કરોડ ડોલર જ રહી જશે.

એક રિપોર્ટ ને અનુસાર આ વખતે ભાગ્યશાળી ટિકિટ સાઉથ કૈરોલાઈનાથી ખરીદવામાં આવી હતી. આ રાજ્ય ૭ ટકા લોટરી ટેક્સ લે છે. આ રીતે વિજેતા પાસે ૬૦.૬ કરોડ ડોલર વધશે. જેકપોટ હવે નાનો દેખાવા લાગ્યો છે, જોકે હજુ તેમાં બીજા ફેરફાર થવાના છે. સામાન્ય સમજ કહે છે કે લોટરી જીતવાથી તમારી જિંદગી બદલી જશે.

આવુ સત્ય થવાની સંભાવના હમેંશા રહે છે, પરંતુ શોધથી ખ્યાલ આવે છે કે તમે જેવી આશા કરો છો, એવુ નથી થતુ. અર્થશાસ્ત્રી ગિડો ઈમ્બેન્સ અને બ્રૂસ સૈકર્ડોટ અને સાંખ્યિકી વિશેષજ્ઞ ડોનલ્ડ રુબિને વર્ષ ૨૦૦૧ના પેપરમાં બતાવ્યુ હતુ કે અપ્રત્યાશિત પૈસાને લોકો અઢળક ખર્ચ કરે છે. લોટરી જીત્યાના ૧૦ વર્ષ બાદ તેમના પાસે દરેક ડોલરના માત્ર ૧૬ સેંટ જ બચી શક્યા.

મારા પોતાના રિસર્ચમાં મે મેળ્યુ કે ૨૦, ૩૦ કે ૪૦ વર્ષની અૌસત વ્યકિતને વારસામાં કે ભેટમાં જ્યારે કોઈ મોટી રકમ મળી તો તેમણે ખર્ચ કે ખરાબ રોકાણ દ્વારા તરત પોતાના અડધા પૈસા વેડફી નાખ્યા. બીજી શોધમાં જાણકારી મળી કે લોટરી જીતવાથી વિત્તિય રુપથી બેહાલ લોકોને તેમની મુશ્કેલીઓ થી બચવામાં મદદ ના મળી. તેનાથી તેમનું દિવાલિયાપન બસ થોડા દિવસો માટે ટળી ગયુ. એક અન્ય રિસર્ચ થી ખ્યાલ આવ્યો કે એ તૃતીયાંશ લોટરી વિજેતા દિવાલિયા થઈ જાય છે.

કોઈ લોટરી વિજેતા કેટલી ઝડપથી લાખો ડોલર ઉડાડી શકે છે? આ કહેવુ આસાન નથી. લોટરી ખેલાડીઓના ડેમોગ્રાફિક રિસર્ચ ને અનુસાર લોકો જ્યારે ૩૦ થી ૩૯ વર્ષની અવસ્થામાં હોઈ છે, ત્યારે વધુ લોટરી રમે છે. ઉંમર વધવા પર આમાં ઘટાડો આવે છે. અમેરિકામાં એક અૌસત માણસ ૭૯ વર્ષ જીવિત રહે છે.

મતલબ એ કે જો લોટરી વિજેતા મહિલા ઉંમરના ચોથા દાયકામાં છે તો તેના પાસે લગભગ ૯૦ કરોડ ડોલર ખર્ચ કરવા માટે ૪૫ વર્ષ હશે. એટલે કે ખર્ચ કરવા માટે દર વર્ષે તેમના પાસે લગભગ ૨ કરોડ ડોલર કે રોજના ૫૫ હજાર ડોલર હશે. બેંકમાં પૈસા રાખવા પર મળતા વ્યાજને જોડી દઈએ તો આ રકમ હજુ વધી જશે.

બધા પૈસા ઉડાડવાનો અર્થ છે કે વિજેતા પાસે કોઈ સંપત્તિ નથી. જો તે આલિશાન ઘર, બૈંક્સી પેન્ટિંગ, ફેરારી અને એસ્ટન માર્ટિન જેવી ગાડીઓ ખરીદવા માટે પૈસાનો ઉપયોગ કરે છે તેનો નેટ વર્થ વાસ્તવમાં નહિ બદલે અને તે પોતાની સંપત્તિ બચાવીને નિવૃત્ત થઇ શકશે. થોડી બચત કર્યા વગર બધા પૈસા ઉડાડીને દિવાલિયા થવાનો અર્થ છે જે વિજેતા એ ખર્ચ કરીને મોજ કરવા સિવાય કાંઈ નથી કર્યુ. હર્ટફોર્ડ વર્ષ ૧૯૧૧ થી લઈને ૨૦૦૮ સુધી જીવિત રહ્યા. તે ‘ધ ગ્રેટ અટલાંટિક એંડ પેસિફિક ટી’ કંપનીના વારસ હતા.

આ કંપની અમેરિકી સિવિલ વોરથી બરાબર પહેલા શરૂ થઈ હતી. તેને એ એંડ પી (A&P) સુપરમાર્કેટ ચેન માટે પણ ઓળખવામાં આવતા હતા. સિતેર વર્ષ પહેલા હરિંગટન હર્ટફોર્ડને આજના હિસાબથી ૧.૧ બિલિયન ડોલરની સંપત્તિ મળી હતી પરંતુ આખરે તેમને પોતાને દિવાલિયા જાહર કર્યા. એ એંડ પી (A&P) અમેરિકાનો પહેલો કોસ્ટ-ટૂ-કોસ્ટ ફૂડ સ્ટોર હતો. પહેલા વિશ્વયુદ્ધ થી લઈને ૧૯૬૦ ના દાયકા સુધી અમેરિકી ખરીદારો માટે આ આજના વોલમાર્ટ જેવો હતો.

હર્ટફોર્ડ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેમને લગભગ ૯ કરોડ ડોલરનો વારસો મળ્યો હતો. મુદ્રીસ્ફીતિ જોડીએ તો આજ આ રકમ ૧.૩ અરબ ડોલરથી પણ વધુ બેસે છે. આટલો મોટો વારસો મળ્યાના લગભગ ૭૦ વર્ષે બાદ ૧૯૯૨માં હર્ટફોર્ડને ન્યૂયોર્કમાં દિવાલિયા જાહેર કરી દેવામાં આવ્યા.

હર્ટફોર્ડે જ્યાં પણ પૈસા લગાવ્યા, તે ડૂબી ગયા. રિયલ એસ્ટેટ ખરીદવામાં તેમને લાખો ડોલર ખોઈ નાખ્યા. આર્ટ મ્યુઝિયમ બનાવવા, થિયેટર અને શોજને સ્પોંસર કરવામાં પણ તેમના ઘણાબધા પૈસા ડૂબ્યા. તેમનુ વેપાર કૌશલ નિમ્ન સ્તરનું હતુ, પરંતુ તેઓ શાહી જીવન જીવતા હતા. દિવાલિયા થયા બાદ તે બહામાસમાં પોતાની દિકરી પાસે એકાંતવાસી થઈને રહ્યા.

હાર્ટફોર્ડની કહાની સાથે અકાદમિક શોધ પણ આ બતાવે છે કે અચાનક આવેલુ ધન હમેંશા ખૂશી નથી આપતુ. તૈ પૈસાની ઉડી જવાની સંભાવના વધુ રહે છે. જો તમે લોટરી રમો છો અને નથી જીતતા તો હું કામના કરીશ કે આવતી વખતે નસીબ તમારો સાથ આપે. જો તમે રમી છે અને જીતા ગયા છો તો હું દુઆ કરીશ કે ભાગ્ય તમારો હજુ વધુ સાથ આપે.

એક મહત્વપૂર્ણ શિખ, તમે લોટરી રમો કે ના રમો, જો તમને અચાનક પૈસા મળે છે કે તમે લોટરી જીતો છો તો આગળની યોજના બનાવો અને બધા પૈસા ખર્ચ કરવાની માણસની લાલચથી બચીને રહો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ