પૌરાણિક ભારતની આધુનિક શોધો, જેની આગળ આજનું આધુનિક વિજ્ઞાન પણ પાણી ભરે છે…

“આપણા પર પૌરાણિક ભારતનું ઘણું બધું ઋણ છે. તેમણે આપણને ગણવું કેવી રીતે તે શીખવ્યું, જો આ શોધ ન થઈ હોત તો આધુનિક જગતની ઘણીબધી શોધો ન થઈ હોત.” – આલ્બર્ટ આઇનસ્ટાઇન

હીન્દુ ધર્મના પુરાણોમાં દુનિયાના દરેકે દરેક પ્રશ્નનો જવાબ છે. તે પછી સ્વાસ્થ્યને લગતો પ્રશ્ન હોય, આધ્યાત્મને લગતો પ્રશ્ન હોય કે પછી આધુનિક વિજ્ઞાનને લગતો પ્રશ્ન હોય. હીન્દુ ધર્મના પુરાણોમાં એટલે કે આજથી હજારો વર્ષો પુર્વે એવા એ શસ્ત્રો, સંશોધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેની કલ્પના પણ સૈકા પહેલાંનો માણસ નહોતો કરી શકતો.

આજે વિજ્ઞાન ગમે તેટલું આગળ કેમ ન નીકળી ગયું હોય કે હજુ નીકળી રહ્યું હોય તેમ છતાં આપણા પુરાણોથી તો તે હજારો વર્ષ પાછળ જ રહેવાનું છે. આપણે આપણા ગ્રંથો વિષે ઘણી બધી મહત્ત્વની વાતો નથી જાણતા તેમાંની જ મહત્ત્વની એક વાત આ છે જેને અમે તમને વિગતવાર આ લેખ દ્વારા જણાવીશું. તો ચાલો જાણીએ ભારતની પૌરાણિક શોધો વિષે જે આજે પણ વિજ્ઞાનથી હજારો વર્ષો આગળ છે.

પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર

આપણામાંના ઘણા બધા એ નથી જાણતા કે આપણા રોજિંદા પાઠ એવા હનુમાનચાલિસાના પાઠમાં પૃથ્વીથી સુર્યના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હનુમાન ચાલીસાનો આ શ્લોક ‘જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ, લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ’ જેનો અર્થ થાય છે ભાનુ એટલે કે સૂર્ય, પૃથ્વીથી જુગ સહસ્ત્ર યોજનના અંતરે છે. અને આ શોધ ખગોળશાસ્ત્રીઓએ હજુ તાજા જ ભૂતકાળમાં કરી છે જેનો ઉલ્લેખ હજારો વર્ષો પૂર્વે હનુમાન ચાલિસામાં કરવામાં આવ્યો હતો.

સૌર રચના / સોલર સિસ્ટમ

વિજ્ઞાન છેલ્લા બસ્સો ત્રણસો વર્ષોથી જ એક્ટિવ થયું છે. હજુ થોડા સૈકાઓ પહેલાં લોકોને એ પણ નહોતી ખબર કે પૃથ્વી ખરેખર ગોળ છે. પૃથ્વી સુર્યના ચક્કર લગાવે છે. ચંદ્ર પૃથ્વીના ચક્કર લગાવે છે. ત્યારે આપણા ઋગવેદ કે જેની રચના પ્રાચિનકાળમાં થયેલી છે તેમાં સોલર સિસ્ટમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં સોલર સિસ્ટમની શોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુરજ પોતાની કક્ષામાં ફરે છે અને ફરતી વખતે તે પૃથ્વી તેમજ અન્ય ગ્રહો વચ્ચે સંતુલન જાળવી રાખે છે જેથી કરીને તે એકબીજા સાથે અથડાય નહીં.

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ

આજે મેડિકલ જગતમાં ઓર્ગન ટ્રાન્સ્પ્લાન્ટે તરખાટ મચાવી દીધો. ડોક્ટરો પોતાની આ ઉપલબ્ધીને લઈને ઘણીબધી વાહવાઈ મેળવી રહ્યા છે. પણ આ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો, પ્લાસ્ટિક સર્જરી તેમજ અન્ય દાક્તરી સારવારોનો ઉલ્લેખ ઋગવેદમાં પ્રાચિન કાળમાં કરવામાં આવ્યો છે. તેમજ ગણપતિનું માથુ ધડથી અલગ કરી લીધા બાદ તેમના ધડ પર હાથીનું માથુ લગાવવાનો પણ ઉલ્લેખ છે.

જીવંત પ્રસારણ

આપણે આજે ઘરે બેઠા દરેક ક્રિકેટ મેચ કે પછી મહત્ત્વની ઇવેન્ટ કે પછી લાલ કીલ્લાથી વડાપ્રધાનનું ભાષણ જે રીતે જીવંત જોઈ શકીએ છીએ તે જીવંત પ્રસારણનો ઉલ્લેખ પણ મહાભારતમાં કરવામાં આવ્યો છે. મહાભારત કાળમાં સંજયે, ધૃતરાષ્ટ્રને મહાભારતનું યુદ્ધનું જીવંત પ્રસારમ બતાવ્યું હતું.

પૃથ્વીની પરિમિતિ

વૈજ્ઞાનિકોએ પૃથ્વીની પરિમિતિને મહાપ્રયાસે શોધી જે છે 40,075 કીલો મીટરની. આ જ શોધ ભારતીય વિદ્વાન બ્રહ્મગુપ્તે 7મી સદીમાં કરી હતી જેમાં પરિમિતિ 36000 કીલો મીટરની હતી. આ બન્ને આંકડાઓમાં માત્ર 1 ટકાનો જ ફરક છે જેની પાછળ આપણે સદીઓથી પૃથ્વીની ભૌગોલિક સ્થિતિમાં આવેલા પરિવર્તનને જવાબદાર માની શકીએ.

ગણિતમાં પૌરાણિક ભારતનો ફાળો

આખા ઇતિહાસ તેમજ આખા જગતની મહત્ત્વની શોધોમાં શૂન્યની શોધનો સમાવેશ થાય છે. ગણિતશાસ્ત્રી આર્યભટે શૂન્યની શોધ કરી હતી અને ત્યાર બાદ આંકડાઓના વત્તાકાર, ઓછાકારમાં શૂન્યના ઉપયોગની શરૂઆત થઈ. અને મોટી મોટી ગણતરીઓ અચાનક સરળ બની ગઈ.

ભારતે જ દુનિયાને મોટામાં મોટા આંકડાઓને માત્ર દસ જ આંકડાઓથી દર્શાવી શકાય તેવી શોધની ભેટ આપી. આ ઉપરાંત અપૂર્ણાંકોને દર્શાવવા માટે દશાંશની શોધ પણ ભારતના જ ગણિતશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ