બાળકોને ભાવતી આ વાનગી બનાવતા શીખી જાઓ પછી જુઓ કમાલ…

બાળકોને ભાવતી આ વાનગી બનાવતા શીખી જાઓ પછી જુઓ કમાલ, પૌંઆની આ ફ્રેન્ચ ફ્રાઈસ તમને મેક ડી અને બર્ગર કિંગની ફ્રાઈસ ભુલાવી દેશે, મનગમતી ફ્રેન્ચ ફ્રાઈસને કેવી રીતે બનાવશો ઘરે?

બાળકોને ક્રન્ચી ફ્રેન્ચફ્રાય ( French Fries ) ખૂબ પ્રિય હોય પણ હંમેશા બહાર જેવી કુરકુરી ફ્રેન્ચ ફ્રાઈસ અગર તમારાથી નથી બનતી તો ટેન્શન ના લો અહીં અમે લઈને આવ્યા છીએ એવી રેસિપી જેનાથી તમે ખુદ તમારા માટે તમારા બાળકો માટે ઘરે બનાવી શકશો ફ્રેન્ચફ્રાઈસ (French Fries ).

image source

બનાવતા કેટલો સમય લાગશે?

અહીં આપેલી રેસિપથી 2 લોકો માટે તમે પૌઆંની ફ્રેન્ચ ફ્રાઈસ ( French Fries ) બનાવી શકશો. આ માટેની તૈયારીનો સમય 30 મિનિટ લાગસે જ્યારે તેને બનાવતા 10 મિનિટ એટલે કુલ 40 મિનિટના સમયમાં તમે એકદમ કુરકરી ફ્રેન્ચ ફ્રાઈસ ( French Fries )થી તમારા બાળકોનું દિલ જીતી શકો છે.

અલગ અલગ દેશમાં અલગ અલગ ઓળખ

ફ્રાઈસને અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે ખાવામાં આવે છે. અમેરિકામાં ટોમેટો કેચઅપ ( Tomato ketchup ) સાથે ફ્રેન્ચ ફ્રાઈસ ખાવામાં આવે છે જ્યારે યુરોપમાં મેયોનીઝ ( mayonnaise )સાથે લોકો ફ્રાઈસ પંસદ કરે છે. અને બ્રિટમાં માઈલ્ડ મસ્ટર્ડ સોસ ( mustard sauce ) સાથે ફ્રાઈસને કાવામાં આવે છે.

image source

ભારતમાં ફ્રાઈસ ( French Fries ) નું નવું સ્વરૂપ અપનાવવામાં આવ્યું છે પણ પરંપરાગત બટાકાની કાતરીને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. અહીં આપેલી ફ્રેન્ચફ્રાઈસ ( French Fries )ની રેસિપીને અનુસરશો તો તમારા બાળકો મેક ડોનાલ્ડ ( McDonald’s ) અને બર્ગર કિંગ ( Burger king ) જેવી ફૂડ ચેઈનને ફ્રેન્ચ્ર ફ્રાઈસ પણ ભૂલી જશે.

આ રહી રેસિપી

શું જોઈએ સામગ્રી?

  • 1 કપ પૌંઆ
  • 2 બાફેલા બટાટા
  • 1 ચમચી શેકેલા જીરાનો પાવડર
  • 1 ચમચી બ્લેકપેપર પાવડર
  • થોડોક મેંદો અને ચોખાનો લોટ
  • તળવા માટે તેલ
  • બ્લેક સ્લોટ સ્વાદનુસાર
image source

પૌંઆ ફ્રેન્ચ ફ્રાઈસ ( French Fries ) બનાવવાની વિધિ

પૌંઆને પીસીને પાવડર બનાવી લો

બાફેલા બટાકાને મેશ કરી લો

પાવડર પૌંઆમાં તેલ, મેંદો અને ચોખાના લોટ સિવાયની બધી વસ્તુ ઉમેરો

હવે તેને એક સરખી રીતે મિક્સ કરો

હવે તેમાં મેંદો અને ચોખાના લોટ મેળવી તેનો લોટ બાંધો

હવે તેમાંથી રોટલા વણી વણી તેની ઉભી સ્ટ્રીપ્સ કાપી લો

ત્યાર બાદ તેને 15 મિનિસ સુધી ફ્રીજરમાં રાખો

image source

હવે તેને ગરમ આંચે હળવું તળી લો

હવે તેને ઠંડા થવા દો અને જ્યારે ખાવા હોય ત્યારે ફરીથી તળી ગરમા ગરમ પીરસો

નોંધ: તમે આ ફ્રાઈસને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ