પતાયા શહેર એ ફરવા અને શોપિંગ માટે છે હોટ ફેવરીટ, વાંચો અને આ જગ્યાની મુલાકાત લેવાનું ચુકતા નહિ…

ફરવા જવા માટે ગુજરાતીઓનું હમણાંનું ફેવરીટ સ્થળ એ વિદેશ રહ્યું છે ઘણા એવા મિત્રો હોય છે જે થોડી રજાઓ મળતા જ બેંકોક અને પતાયા ચાલ્યા જતા હોય છે. સુંદર નજર ઠરે એવા દરિયાકિનારાની સાથે સાથે તમને અહિયાં બીજી ઘણી બધી નવી નવી જગ્યાઓ જોવા મળશે. જો તમે સુંદર સાંજ વિતાવવા માંગો છો તો આપણા દેશમાં દિલ્હી, મુંબઈ, ગોવા, દહેરાદૂન જેવી જગ્યાઓ અને જો સારી વિદેશી જગ્યાઓની વાત કરીએ તો દુબઈ, માલદીવ, બેંકોક અને પતાયા જેવી જગ્યાઓ સૌથી પહેલા ધ્યાનમાં આવે છે.

બેંકોક પછી જો કોઈ સુંદર અને પ્રવાસીય સ્થળ પતાયા માનવામાં આવે છે. પતાયા એ બેંકોકથી ૧૬૫ કિલોમીટર દૂર આવેલ છે. અહિયાં પહોચવા માટે તમારે અડધો દિવસની મુસાફરી કરવાની રહેશે. પતાયા એક એવું શહેર છે જ્યાં દિવસ કરતા રાત્રે ચમક દમક અને રોશની વધારે જોવા મળે છે. ત્યાં રાત્રે રસ્તાઓ પર તમે ગાડીઓની ભરમાર જોઈ શકો છો. પતાયામાં હોટલનું કાઉન્ટર આખી રાત ચાલુ રહે છે. અહિયાં દિવસે પણ તમને વાદળી સમુદ્રની સુંદર લહેરો જોવા મળશે જે તમારા મનને અનોખી શાંતિ આપશે.

પતાયામાં અદ્ભુત દરિયા કિનારા અને દ્વીપ આવેલ છે. અહિયાંનો પ્રખ્યાત દ્વીપ કોહ લર્ન દ્વીપ છે, આ દ્વીપને કોરલ દ્વીપ પણ કહેવામાં આવે છે. ગલ્ફ ઓફ થાઈલેન્ડ કિનારો પણ અહિયાં આપણા ભારતના અંડમાન અને નિકોબાર જેવો સુંદર સમુદ્ર કિનારો છે. અહિયાં તમે ઘણી વોટર રાઈડનો આનંદ માણી શકશો. પતાયા એ મનોરંજનનું શહેર છે અહિયાં વોકિંગ સ્ટ્રીટ આવેલ છે અહિયાં ઘણીબધી ઈમારતો અને નાઈટ ક્લબ આવેલ છે. ડિસ્કો ક્લબ અને બાર પણ આવેલ છે.

અહિયાં રાત્રે ચાલવાવાળા લોકોની સંખ્યા એટલી બધી વધી જાય છે કે ત્યાં સરળતાથી ચાલી શકાતું નથી. ત્યાં જોયેલ રાત તમને જીવનભર યાદ રહેશે. પતાયામાં સ્ટ્રીટ હિલ્ટન એક બહુ જ સુંદર જગ્યા છે. અહિયાં સૂર્યાસ્તના બહુ સુંદર દ્રશ્યો જોવા મળે છે. સ્ટ્રીટ હિલ્ટન એ પતાયા બીચની સૌથી ઉંચી ઈમારત છે. આના ૩૪માં માળે હોરીજન બાર આવેલ છે અહિયાંથી તમે પૃથ્વીની વક્રતા પણ જોઈ શકશો. પતાયામાં ફ્લોટિંગ માર્કેટ પણ આવેલ છે આ એક બહુ લોકપ્રિય બજાર છે. અહિયાં તમને રેસ્ટોરન્ટ, સામાન અને ફળોની સુંદર દુકાનો અને કળા પ્રદર્શનના અદ્ભુત સ્ટોલ પણ આવેલ છે.

અહિયાં થતો અલ્કાજાર શો એ નૃત્ય, સંગીત, નાટક અને વેશભૂષાનું અદ્ભુત પ્રદર્શન છે જે તમને મોહિત કરી દેશે. અહીયાના એક કલાકના શોમાં તમને અહીયાની સંસ્કૃતિના અલગ અલગ પાસાઓ જોવા મળશે. કહેવાય છે કે અહિયાં ફરવા આવનાર કોઈપણ આ શો જોયા વગર પરત જતો નથી. તો જો તમે પણ પતાયા ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ શો જરૂર જોવા જજો.

હાર્ડ રોક કેફે પતાયાની બહુ જ શાનદાર અને સૌથી મજેદાર જગ્યાઓમાંથી એક છે. સાંજે અહિયાં અનેક મિત્રોની મહેફિલ જામે છે અહિયાં ગીટારના તાલે અનેક લોકો ડાન્સ કરતા પણ જોવા મળે છે. અહિયાં પૂર્વ એશિયાનો સૌથી મોટો અને સુંદર વનસ્પતિ ઉધાન આવેલ છે. આની સાથે સાથે તમને અહિયાં હાથીઓ નો શો પણ જોવા મળશે, અહિયાં થાઈ સંસ્કૃતિના શો પણ થાય છે. આ શો તમે સવાર, બપોર અને સાંજ ગમે ત્યારે જઈને જોઈ શકો છો.

જો તમને નોનવેજ ખાવાનું પસંદ છે અને તમે સી ફૂડના ચાહક છો તો તમને અહિયાં ઘણીબધી વાનગીઓ જોવા અને માણવા મળશે. જો તમે વેજ ખાવ છો તો તમને અહિયાં તમને ઘણી ઇન્ડિયન અને વેજ રેસ્ટોરન્ટ પણ જોવા મળશે.