પત્ની બે સંતાનોને ભગવાન ભરોસે છોડી પિયર જતી રહી, તો પતિએ બાળકો સાથે કર્યો સામુહિક આપઘાત, આ કરુણ ઘટના વાંચીને તમે પણ રડી પડશો

ભાવનગરમાં 30 દિવસમાં સામૂહિક આપઘાતની બે ઘટના બનતા ભારે અરેરાટી ફેલાઈ છે. ભાવનગર પાસે આવેલા નવાગામ ખાતે શ્રમજીવીએ બાળકો સાથે આત્મહત્યા કરી લીધી છે. શ્રમજીવીની પત્ની છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસના કારણે રિસામણે હતી અને તે પરત ન આવતાં કંટાળેલા યુવકે તેના બન્ને બાળકોને ગળે ટૂંપો દઇ પોતે પણ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

image source

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ ખાતે રહેતા અને મજૂરીકામ કરતા 30 વર્ષીય લાલાભાઇ નાગજીભાઇ ચોહાણને તેની પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. આ ઘરકંકાસનું કારણ તેની નબળી આર્થિક સ્થિતિ હતી. જેના કારણે વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. પરંતુ છેલ્લે થયેલા ઝઘડા બાદ પત્ની રિસાઈને તેના પિયરે ચાલી ગઈ હતી અને બાળકોને પણ પતિના ભરોસે છોડી દીધા હતા.

image source

પતિએ તેને ખૂબ સમજાવી પરંતુ તેમ છતાં તે પરત ન આવતાં લાલાભાઇ પર કામધંધા સાથે બાળકોની જવાબદારી પણ આવી હતી. આ વાતથી કંટાળી અને 30 વર્ષીય પિતાએ 5 વર્ષની માસૂમ દીકરી પ્રતિજ્ઞા તથા 3 વર્ષના દીકરા માનવને મોતને ઘાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી હતી. પિતા પર બંને નાના બાળકોને સાચવવાની જવાબદારી આવી હતી. તેનાથી તેઓ કંટાળી ગયા હતા.

image source

આ અવસ્થામાં 30 વર્ષીય પિતાએ પહેલા તો બન્ને બાળકોને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડું બાંધી ગળે ટૂંપો દઈ દીધો અને પછી પોતે પણ ફાંસો ખાઇ લેતાં ત્રણેયનાં કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં.

image source

બનાવની જાણ થતાં ભાવનગર પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તેમણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા સામૂહિક આપઘાતનું કારણ ઘરકંકાસ હોવાનું જાણવા મળ્યું છે.

image source

જણાવી દઈએ કે ગત 16 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત્ત ડીવાય.એસપીના પુત્રએ પોતાના ઘરે પોતાની બે પુત્રી, પત્ની અને કૂતરાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમા પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાને 1 મહિનો થયો ત્યારે શહેરમાં ફરી એકવાર સામૂહિક આત્મહત્યાની ઘટના બની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ