“પત્નીના ભરણ-પોષણનો ફાળો આપો” આવું લખેલું પોસ્ટર લઇને ઉભેલા હિતેશભાઈ સાથે થયું એવું કોઈ સાથે ના થાય!

ઘરકંકાસ એ દરેક ઘરની અને દરેક માણસની કહાની હોય એવું લાગી રહ્યું છે. કારણ કે દરરોજ આપણે કોઈને કોઈ જગ્યાએથી આવા કેસ સાંભળવા મળે છે. પહેલાં નાના મોટા ઝઘડા થાય પછી એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને વાત અલગ થવા પર આવી જાય. જ્યારે લગ્નજીવનમાં પતિ-પાણી વચ્ચે અણબનાવ થાય ત્યારે ઘણીવાર વાત છુટાછેડા સુધી પહોચી જતી હોય છે. પણ વાત ત્યાં અટકતી નથી, છૂટાછેડા લીધા બાદ પતિએ પત્નીને ભરણપોષણ માટે જે તે રકમ દર મહિને આપવા પડે. ત્યારે આવો જ એક કિસ્સો છે બોટાદનો. કે જ્યાં એક વ્યક્તિએ કઇક એવું કર્યું કે બધા ચોંકી ગયા. તો આવો જાણીએ બોટાદમાં રહેતા હિતેશભાઈ યાદવની અનોખી કહાની

હિતેશભાઈ તેમના એક ભાઈ અને માતા-પિતા સાથે નાનકડા ગામમાં રહે છે. હિતેશભાઈના લગ્ન થોડા વિલંબથી થયા. પછી એવું બન્યું કે લગ્નના થોડા મહિના બાદ પત્નીએ હિતેશ ભાઈને સિટી માં નોકરી કે ધંધા માટે જવાનું કહ્યું અને આખરે એવું નક્કી કરાયું કે હિતેશભાઈ એકલા શહેરમાં જશે અને ધંધો સેટ થયા પછી પત્નીને પણ સાથે લઈ જશે. પણ સાથે જ એવી શરત રાખવામાં આવી કે જ્યાં સુધી ધંધો સેટ ન થાય ત્યાં સુધી પત્ની પિયરમાં રહેશે. પછી હિતેશભાઈ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ધંધો કરવા શહેરની વાટ પકડે છે.

image source

હવે શરૂ થઈ છે હિતેષભાઇના સંઘર્ષની કહાની. શહેરમાં જઇને અત્યાર સુધીની ખુબ મહેનતથી ભેગી કરેલી તમામ મુડી હિતેશ ભાઈ ધંધામાં રોકી નાખે છે અને સાથે બહારથી પણ મુડી લાવીને ધંધામાં રોકાણ કરે છે. રાત દિવસ જોયા વિના ખુબ જ મહેનત કરે છે, ધીમે ધીમે ધંધો સેટ થવા લાગે છે. ભગવાનની કૃપા અને હિતેશ ભાઈની મેહનતથી આવી રીતે બધું બરાબર ચાલતું હતું. પણ એટલામાં જ નોટબંધી આવી અને સેટ થયેલો ધંધો ધીમે ધીમે ભંગવા લાગ્યો અને જાણે બધું વેર વિખેર થઈ ગયું. બાદમાં એક સમયે સંપુર્ણ ધંધો ઠપ્પ થઈ ગયો.

પરિસ્થિતિ એ હદે વણસી ગઈ કે બહારથી લાવેલા પૈસા ચુકવવા માટે ઘરે પડેલા માતાપિતાના દાગીનાઓ તથા તેના લગ્નમાં કરાવેલા દાગીનાઓ વેચવાનો વારો આવ્યો અને એમ કરીને બહારનું બધું દેવું ભરપાઈ કરી દીધું. પણ કુદરત હજુ હિતેશ ભાઈને અસલી પરિસ્થિતિનો સામનો કરવાની ઈચ્છા રાખતા હોય એમ અચાનક એક દિવસ હિતેશભાઈને કેન્સર હોવાની જાણ થઇ. તેમણે પત્નીને પેલેથી છેલ્લે સુધી તમામ કહાની કીધી અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તો પત્નીને હિતેશ ભાઈએ કહ્યું કે ગામડે ગામડે આવી જાવ પણ પત્નીએ આડાઅવળ જવાબો આપી દીધા.હિતેશભાઈ હિમત ન હાર્યા અને પહેલા સારવાર પર ધ્યાન આપ્યું. સારવારમાં ખુબ જ ખર્ચો થયો જે મિત્રોની મદદથી તેમજ ઉધાર લીધેલા પૈસાથી ચુકવણી કરી અને સારવાર પૂરી કરી.

#મદદ_મદદ_મદદ

આમ તો માંગવુ એ મરવા સમાન કહેવાય, એ પણ મારા માટે તો ખાસ, કારણ કે આટલા વર્ષો મા ગમેતેવી તકલીફો આવી છે છતા પણ…

Posted by Hitesh Yadav on Wednesday, 6 January 2021

 

પણ વાત જાણે એમ હતી કે કેન્સરની સારવાર બાદ તેઓ શારીરિક રીતે પણ ભાંગી પડ્યા હતા. જો વાત કરીએ હિતેશભાઈના કેહવા મુજબ તો પત્નીએ આવા કપરા સમયમાં સાથ તો ન જ આપ્યો પણ એક દિવસ કોર્ટમાંથી કાગળો આવ્યા. અને હું ગભરાઈ ગયો. કાયદાકીય બાબતોમાં ખબર પડે નહી એટલે કાગળો ઓળખીતા વકીલને બતાવ્યા તો તેઓએ કહ્યું કે તમારા પત્નીએ તમારા ઉપર ખાધાખોરાકીનો કેસ કર્યો છે એટલે તમારે કોર્ટમાં હાજર થવું પડશે. આ સાંભળીને હિતેશ ભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે એક બાજુ બીમારી અને બીજી બાજું આવું થયું. પણ હિતેશ ભાઈ લાંબી રેસના ઘોડા હતા એટલે હિંમત હાર્યા વગર કોર્ટમાં તેઓ હાજરી આપતા હતા. જો કે કોર્ટના આદેશ મુજબ પત્નીને હવે ખાધાખોરાકી/ભરણપોષણ આપવું એ હિતેશ ભાઈ માટે હવે ફરજીયાત થઈ ગયું હતું.

હવે હાલત એવી થઈ કે કોઈનું પણ કાળજું કંપી ઊઠે. એક તો આર્થિક ભીંસમાં હતા એટલે રૂપિયા ચૂકવી ન શક્યા. તો પછી જેલમાં જવાનો વારો આવ્યો. એક બાજુ કેન્સર જેવી ગંભીર બીમારી અને બીજી બાજુ જેલમાં જેમ તેમ સમય વિતાવવો પડ્યો. હવે આ બધું સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યું છે અને હિતેશ ભાઈની વ્યથા જાણી સૌ કોઈ ચિંતા કરી રહ્યુ છે.

હિતેશ ભાઈ આ બધું સહન કર્યા પછી આજે તેઓ કહે છે કે મારી પાસે બે જ રસ્તા છે કા તો મરવું કા તો માંગવું. પણ મેં માંગવાનો રસ્તો અપનાવ્યો છે. જો હિતેશભાઈની ફેસબુક પોસ્ટ પ્રમાણે વિગતે વાત કરીએ તો તેઓ લખે છે કે આમ તો માંગવું મરવા સમાન કહેવાય, એ પણ મારા માટે તો ખાસ, કારણ કે આટલા વર્ષોમાં ગમે તેવી તકલીફો આવી છે છતા પણ મેં જાત મહેનત કરીને એ તકલીફોને દુર કરવાની કોશિશો કરી છે અને ગમે તે પરિસ્થિતિમા પણ એ બધી તકલીફો દુર કરી છે અને સ્વમાનથી જીંદગી જીવ્યો છું. આજના સમયમાં મધ્યમ વર્ગનો પુરુષ કોઈને કોઈ રીતે જુદી જુદી ખરાબ પરિસ્થિતિ માથી પસાર થઈ રહ્યો છે અને જીવનને ટકાવી રાખવા માટે લડી રહ્યો છે, એમા પણ લોકડાઉન પછી ખુબ જ કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે.

એવી જ એક વિચિત્ર કહી શકાય તેવી પરિસ્થિતિ મારે પણ ઉભી થઈ છે, આમ તો મારી આ માંગણી જોઈને લોકો હાંસી કરશે કારણ કે આવી માંગણી હજુ સુધી કોઈએ નહીં કરી હોય અને હાંસી નુ બીજું કારણ પણ છે કે જો કોઈ મહિલાએ આવી રીતે માંગણી કરી હોય તો તે મુદ્દો બધી રીતે બધાને ધ્યાનમાં આવ્યો હોય અને મદદ માટે ઘોડાપુર ઉમટ્યુ હોય પરંતુ કોઈ પુરુષ આવી માંગણી કરે તો હાંસી ને પાત્ર બને છે કારણ કે ” સ્ત્રીની વેદનાને વાચા હોય છે જ્યારે પુરષની વેદના મુંગી હોય છે.

image source

મારા લગ્ન વૈશાલીબેન,ગાંધીનગર(રહે.) સાથે થયા હતા તથા હાલમાં પણ તેઓ ત્યાં જ રહે છે.અમો ખુશીથી લગ્નજીવન ગાળતા હતા પરંતુ અચાનક કોઈ કારણ વિના તેઓ પોતાના માબાપ ના ઘરે જતા રહ્યા હતા અને ઘણી બધી વખત આવવા માટે કહ્યું પરંતુ આવ્યા નહીં કે કોઈ કારણ જણાવ્યું નહીં ને એમ કરતાં ત્રણ વર્ષ પસાર થઈ ગયા.

હાલમાં પ્રોબ્લેમ એ થયો છે કે છેલ્લા 12 મહિનાનાં ભરણપોષણ ના 96000 ( છન્નુ હજાર રૂપિયા ) એક સાથે ભરવાના આવ્યા છે ,આમ પણ મને તકલીફ થયા પછી પહેલા જેવો કામધંધો કંઈ થતો નથી ને એમા પણ લોકડાઉન થયું એટલે જે આવક હતી તે પણ જતી રહી, અત્યાર સુધી ગમે તેમ કરીને, ઉછીના પાછીના કરીને પણ પૈસા ભરી દેતો હતો પણ હવે એ રીતે પણ કોઈ પાસે મંગાઈ એવું નથી થોડી ઘણી માબાપ માટે મુડી ભેગી કરી હતી તે પણ કાઢીને આપી દીધી,બીજી કોઈ તકલીફો હોય તો પહોંચી જવાય છે પરંતુ જીવનમાં અગત્યની તકલીફ રૂપિયા બાબતે હોય છે, જો એ ના હોય તો જીવનમાં કંઈ નથી એમ પણ કહી શકાય, મારે પોતાના રીપોર્ટ કરાવવાના છે પરંતુ પૈસાના અભાવે નથી કરાવી શકતો અને આમને ગમે તેમ કરીને પૈસા આપવા પડે છે.

હાલમાં મારી પાસે બે જ વિકલ્પો છે,કા તો મરવું ને કા તો માંગવુ.જો કે મારા માટે તો બંને એક જ છે,તેમાંથી મે બીજો વિકલ્પ પસંદ કર્યો છે.મેં ઘણીવાર અહીં ફેસબુક ના મંચ ઉપર ઘણા મહાનૂભાવોની પોસ્ટો જોઈ હતી તેઓ કહેતા હતા કે ગમે તેવી તકલીફ હોય તો પણ મરાય નહીં સામનો કરાય તો મેં એ તકલીફો નો સામનો કરવા માટે આ પોસ્ટ મુકી છે.તો જો કોઈ મિત્રોએ મદદ કરવી હોય તો નીચે આપેલ ખાતા નંબર અથવા ગુગલ પે દ્વારા કરી શકે છે.

image source

એવું નહીં રાખતા કે કોઈ મોટી રકમ દેવી.આપને યથા શક્તિ 10,20,50,100.જે પણ આપી શકાય તે આપવા વિનંતી,બીજી વાત કે જે લોકોએ જેટલી પણ મદદ કરી હશે તે તમામ લોકોને સમય આવ્યે બધી જ પાછી આપી દઈશ.ગુગલ પે નંબર- 9904728889

કલ્પેશ યાદવ, ખાતા નંબર – 91110100003472

ફોન નં-9737723501 (જે પણ આવા કાયદાઓમા ખોટી રીતે સલવાણા હોય તેઓને હુ આમંત્રણ આપું છું કે આવો મારી સાથે સૌ મળીને એક નવી શરૂઆત કરીએ, કાયદાઓનો નહીં પરંતુ આ કાયદાઓના થતા દુરુપયોગ સામે અવાજ ઉઠાવીએ અને હિન્દુ સંસ્કૃતિ ને બચાવીએ)સૌ મિત્રોને નમ્ર વિનંતી કે જો મારી રજૂઆત યોગ્ય હોય તો પોસ્ટ ને જેમ બને તેમ શેર કરવી એટલે જેટલા લોકો વાંચે તેઓને પણ ખ્યાલ આવે કે દુનિયામાં ઘણી બધી જાતની તકલીફો વચ્ચે પુરુષ જીવતો હોય છે.

હવે હિતેશ ભાઈની આ પોસ્ટ ચારેકોર વાયરલ થઈ રહી છે અને લોકો તેમાં અવનવી કૉમેન્ટ કરી રહ્યા છે. હિતેશ ભાઈએ બધી જ માહિતી આપી હોવાથી કોઈએ મદદ કરી પણ હશે કે કેમ એ અંગે સવાલો થઈ રહ્યા છે. તો વળી આ અંગે હિતેશ ભાઈએ પણ કઈ ખુલાસો કર્યો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ