પત્ની જો રોજ આ કામ કરે તો પતિનું ભાગ્ય ખુલી જશે ! જીવન બની જશે લીલુંછમ !

આપણા શાસ્ત્રોમાં ઘરની વહુને ઘરની લક્ષ્મી કેહવામાં આવી છે અને તે માત્ર કહેવામાં જ નથી આવ્યું પણ જો શાસ્ત્રો પ્રમાણે પત્નીનું વર્તન રહે તો તે ચોક્કસ ઘરની લક્ષ્મી જ સાબિત થાય તેમ છે. પત્નીને પતિની અર્ધાંગિની એટલે કે અરધું અંગ ગણવામાં આવે છે. તેનું એક એક કૃત્ય પતિને અસર કરે છે પછી તે કૃત્ય સારું હોય કે ખરાબ હોય તેની અસર બન્નેના જીવન પર પડે છે.

શાસ્ત્રોમાં પત્ની માટે પતિના ભાગ્યના દરવાજા ખોલવાના કેટલાક ઉપાય દર્શાવવામા આવ્યા છે. જો તમે પણ તમારા પતિના ભાગ્ય દ્વારા ઘરના દરેક વ્યક્તિનું નસીબ પાવરધુ કરવા માગતા હોવ તો અજમાવો આ ઉપાય.

સવારે વહેલા સ્નાન કરી લેવું

ઘરની ગૃહિણીઓએ સવારે ઉઠતાંની સાથે જ સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન કરી લીધા બાદ ધરતી માતાને પગે લાગીને સમગ્ર ઘરને સ્વચ્છ કરવું જોઈએ. આ ઉપરાંત ઉઠીને ઘરની સફાઈ કર્યા બાદ પુજા કરતાં પહેલાં તુલસી માતાને પાણી રેડવું જોઈએ.અને પોતાની મુશ્કેલિઓ દુર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ.

નિયમિત પુજા-પાઠ

આગળ જણાવ્યું તે પ્રમાણે સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે જો તેઓ રોજ સવારે ઉઠીને નિત્ય ક્રમ પતાવીને નિયમિન પુજા-પાઠ કરે તો ઘરમાં એક અજબનું પવિત્ર વાતાવરણ સર્જાય છે અને તેના કારણે ઘરના બધા જ લોકોનું મન પ્રફુલ્લિત રહે છે. નિયમિત પુજાપાઠ કરવાથી પતિના બધા જ અટકેલા કામ પતિ જાય છે અને પતિને સફળતા મળે છે.

અઠવાડિયે એકવાર મંદિરે દર્શન કરવા જવું

ઘરની લક્ષ્મીએ નિયમિત ઘરે તો પુજા કરવી જ જોઈ પણ સાથે સાથે અઠવાડિયે એક વાર તો નજીકના મંદિરની મુલાકાત લેવી જ જોઈએ. ઘરે પુજા કરતાં હોવા છતાં જો મંદિરની મુલાકાત લેવામાં આવે તો મનને એક અલગ જ શાંતિ મળે છે. આ ઉપરાંત મંદિરમાં માત્ર એક ઘર નહીં પણ ત્યાં આવતા હજારો ભક્તોની આસ્થા સ્થાપિત હોવાથી એક અલગ જ શક્તિ ભક્તને મળે છે. અને વ્યક્તિ ક્યારેય નિરાશ નથી થતી.

તાંબાના લોટામાં પાણી રાખી તેનો છંટકાવર કરવો

એવું કહેવાય છે કે તાંબાના લોટામાં રાખેલા પાણીનો જો આખા ઘરના ખૂણે ખૂણે અંજલી આપવામા આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે. અને ઘરના ખૂણે-ખૂણે વસેલી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.

જમતા પહેલાં કૂતરા કે ગાયને અન્ન દાન

શાસ્ત્રોમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે જમતા પહેલાં આરાધ્ય દેવતા, ગાય તેમજ કુતરાને રાંધેલું અન્ન અર્પણ કરવું જોઈએ. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ઘરમાં હંમેશા પ્રસન્નતા છવાયેલી રહે છે. ઘણા ઘરોમાં રિવાજ હોય છે કે રસોઈ બન્યા બાદ એક નાનકડી થાળીમાં રાંધેલી વાનગી પિરસવામાં આવે છે અ ઘરના મંદીરમાં બિરાજમાન દેવતાઓને તે થાળી અર્પણ કરવામાં આવે છે.

ઉપર જણાવવામાં આવેલા ઉપાયોને જો ઘરની ગૃહિણી પોતાનો નિયમ બનાવીલે પોતાના રોજિંદા જીવનમાં તેને વણી લે તો ઘરમાં ક્યારેય નિરાશા, હતાશા, દરિદ્રતા, કંકાસ વિગેરે નથી થતાં. અને ઘરમાં હંમેશા પ્રસન્નતા રહે છે. આ ઉપાયોથી માત્ર પતિને જ શુભઅસર નથી થતી પણ સમગ્ર ઘરમાં રહેતા લોકો હકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે અને તેમના કૃત્યોના હંમેશા હકારાત્મક પરિણામ મળે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ