NRI ગુજરાતી કપલની ટ્વિસ્ટેડ કહાની – You will love it

ઘણા વર્ષો પહેલાની વાત છે..

ન્યુ યોર્કમાં રહેતા એક ગુજરાતી ભાઇ ભારતમાં લગ્ન કરીને પત્ની સાથે પાછા US આવ્યા.

નવી પરણેલી વધુ તેના પતિ સાથે નવા ઘરે રહેવા માટે આવી..

નવોઢા પત્નીએ આવતાની સાથે જ એક નાનું બોક્ષ માળિયા પર ચડાવી દીધું. માળિયામાં બોક્ષ રાખતા રાખતા તેના પતિને કહ્યું કે આ બોક્ષ ને અડકશો નહિ.. મારી માતાએ ખાસ મારા માટે આ મોક્લ્યુ છે… એટલું જ નહીં, પણ મને ક્યારેય પૂછજો પણ નહીં કે એ બોક્ષમાં શું છે. તમે દિલ-દીમાગમાંથી આ વાત જ કાઢી નાખજો કે આવી કોઇ વાત થઇ હતી આપણા વચ્ચે.

પતિ ડાહ્યો હતો.. એને એમ લાગ્યુ કે જરૂર કંઇક અગત્યનું હશે.. એટલે વધારે કાંઇ પૂછ્યુ નહિં..

.

.

.

અને આમ ને આમ વર્ષોનાં વર્ષો ચાલ્યા ગયા…

ધણી વાર પતિને પત્નીએ મુકેલું બોક્ષ યાદ આવતું. તો ક્યારેક સ્પ્રીંગ ક્લિનિંગ વખતે સાફ-સફાઇ કરતા કરતા એ બોક્ષ પર નજર પડતી. પણ પતિ પત્ની સાથે થયેલી શરતયુક્ત જુની વાત યાદ કરીને એ બોક્ષને અવગણી નાખતો..

આપ આ પોસ્ટ “જલ્સા કરોને જેંતીલાલની વેબસાઇટ (www.Jentilal.com) પર વાંચી રહ્યા છો

.

.

.

આમ ને આમ, ૫૦ વર્ષ સુધી પતિએ તો તે બોક્ષ ને અડક્યું પણ નહિ…

આ બાજુ પત્ની પણ ઘરડી થઇ ગઈ હતી.. અને મૃત્યુ નજીક આવતાં એ મરણ-પથારી એ પડી હતી..

.

.

.

એક દિવસ જયારે પતિ ઘરની વસ્તુઓ બરાબર ગોઠવતો હતો ત્યારે અચાનક પેલું બોક્ષ તેના ધ્યાનમાં આવ્યું..

અને તેણે વિચાર્યું કે આ બોક્ષમાં જરૂર કઈક મહત્વનું તો હશે જ .. એટલે તેણે પત્નીની પરવાનગી લઈને એ બોક્ષ પત્નીની પાસે લઇ આવ્યો…

તેણે જયારે બોક્ષને ખોલ્યું તો તેની અંદરથી ૨ સ્વેટર અને $282,500 (બે લાખ બ્યાંંશી હજાર પાંચશો યુ.એસ. ડોલર પૂરા)

તે આ જોઈને આશ્ચર્ય પામ્યો.. આટલા બધા પૈસા કેશમાં જોઇને એને કુતુહલ થયુ અને પત્નીને બોક્ષ વિશે પૂછ્યુ…

પત્નીએ કહ્યુ, “જયારે હું પરણીને સૌપ્રથમ આ ઘરમાં આવી ત્યારે મારા મમ્મીએ આ બોક્ષ મને આપેલ… એમા સ્વેટર ગૂંથવા માટે ઊન અને એનો સામાન છે…મારી મમ્મીએ કહ્યું હતું કે તું જયારે જયારે તારા પતિથી નિરાશ થઇ જાય અથવા એમના પર ગુસ્સો આવે ત્યારે તું સ્વેટર બનાવવા લાગજે.. જે તારી હતાશાને દુર કરશે..”

પેલો પતિ તો એક દમ ગળગળો થઈ ગયો…દિલગીર થઇ ગયો.. એણે જોયુ કે બોક્ષમાં તો માત્ર બે જ સ્વેટર હતા… એટલે ગળગળો થઇ ને ગળામાં બાજેલા ડૂમા સાથે ધીમે થી બોલ્યો, ” છેલ્લા ૫૦ વર્ષમાં તેં બે જ સ્વેટર બનાવ્યા!?!!”

“પણ આ $282,500 કેમ અહિં છે?”

પત્નીએ કહ્યું, “અરે એ તો અત્યાર સુધીમાં જેટલા સ્વેટર વેંચ્યા તેના છે!!”

વાર્તા સંકલન અને અનુવાદ – રાજ અધારા

========================

આ પોસ્ટ જો તમને પસંદ આવી હોય તો અચૂક લાઇક અને શેર કરો. આવો દિલ બહેલાવનારા બીજા લેખ માટે આજે જ લાઇક કરો અમારા ફેસબુક પેજ ને – જલ્સા કરોને જેંતીલાલ Jalsa Karo ne Jentilal

કમેન્ટમાં જણાવજો કે તમને આ પોસ્ટ કેવી લાગી?

ટીપ્પણી