તમારી પાંપણો પાતળી છે અને તેને જાડી અને લાંબી કરવી છે? તો ફોલો કરો આ ટિપ્સ…

શું તમને પણ ઘેરી લાંબી પાપણો ગમે છે ? તો આ ઉપાય અજમાવી તમારી પાપણો પણ લાંબી અને ઘેરી બનાવો, બોલીવૂડ અભિનેત્રીઓ જેવી ઘેરી લાંબી પાપણો મેળવવા આ ઉપાય અજમાવો

આંખો એ વ્યક્તિના દેખાવનો એક મહત્ત્વનો ભાગ છે. આંખોને માણસની બીજી જીભ કહેવામાં આવે છે કારણ કે ઘણી બાબતો તમે શબ્દોથી નથી કહી શકતા તેને તમે તમારી આંખો દ્વારા કહી શકો છો. અને આંખોને સુંદર બનાવે છે તેની પાપણો. આપણે ઘણી વાર કેટલીક સ્ત્રીઓની લાંબી-લાંબી પાપણો જોઈને જીવ બાળતા હોઈએ છે.

image source

પણ હવે તમારે જીવ ન બાળવો જોઈએ કારણ કે તમે પણ તમારી આંખોની પાપણો એટલે કે આઇ લેશિશને લાંબી અને ઘેરી બનાવી શકો છો તે પણ આર્ટિફિશિયલી નહીં પણ કુદરતી રીતે જ. તો આજે અમે તમને જણાવીશું કુદરતી રીતે જ આંખને સુંદર બનાવતી આઈ લેશીશને ઘેરી અને લાંબી બનાવવાના ઉપાયો વિષે. ખુશીની વાત એ છે કે આ સામગ્રીઓ ખુબ જ સરળતાથી તમારી આસપાસ ઉપલબ્ધ છે.

પોષણથી ભરપૂર તેલનો ઉપયોગ

પાપણના વાળને લાંબા કરવા માટે તમે તમારી પાપણો પર સીધો જ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલમાં તમે કોપરેલ તેલ, દીવેલ, બદામનું તેલ વિગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

તેના માટે તમારે તમારી આંગળીના ટેરવા પર થોડું તેલ લેવું અન તેનાથી તમારી પાપણ પર તેલ લગાવો અન તેને હળવા હાથે મસાજ કરો. આ ક્રિયા તમે ઓઇલ બ્રશથી પણ કરી શકો છો. આ ઉપાય તમારે રાત્રે સુતી વખતે કરવો જેથી કરીને આખી રાત તમારી પાપણો પર તેલ રહે. આ પ્રયોગને રોજ રાત્રે નિયમિત કરવાથી તમારી આઈ લેશિશ ઘેરી અને લાંબી બનશે.

પેટ્રોલિયમ જેલી

image source

પેટ્રોલિયમ જેલી તમારી પાપણના વાળ ઘેરા અને લાંબા પણ બનાવશે અને સ્મુધ અને સિલ્કી પણ બનાવશે. તેના માટે તમારે એક મસ્કરા બ્રશ લેવાનું છે તેના દ્વારા તમારી પાપણ તેમજ તેના મૂળિયા પર પેટ્રોલિયમ જેલી લગાવવી. તેને રાત્રી દરમિયાન તેમજ રહેવા દેવું. આ ઉપાય અજમાવવાથી ધીમે ધીમે તમારી પાપણો ઘેરી અને લાંબી બનવા લાગશે.

વિટામીન ઈ

વિટામીન ઇ સુંદર ત્વચા, લાંબા, કાળા ઘેરા વાળ માટે ખુબ જ જરૂરી છે. કારણ કે વિટામીન ઈમાં પુષ્કળ પ્રમાણમાં એટિઓક્સિડન્ટ સમાયેલા હોય છે. વાળ નહીં વધવા અથવા ઘેરા ન થવા વિગેર બાબતો પાછળ કેટલાક ઓક્સિડન્ટ્સ જવાબદાર હોય છે તે ઓક્સિડન્ટ્સ સામે વિટામીન ઈ રક્ષણ આપે છે.

image source

વિટામીન ઈ તમે બે રીતે મેળવી શકો છો એક તો તમારા ખોરાકમાંથી અને બીજું તેનો પુરક ખોરાક એટલે કે તેની દવામાંથી. વિટામીન ઈ તમને ઘઉં, સુરજમુખી, મકાઈ, સોયાબીન, હેઝલનટ, બદામ, મગફળી, પાલક, બ્રોકોલી, ફળોના જ્યુસ વિગેરેમાંથી મળી શકે છે.

image source

હવે વિટામીન ઈની કેપ્શ્યુલની વાત કરીએ તો તેમાંથી તમને સીધું જ વિટામીન ઈ મળે છે. તેનો તમે આ રીતે તમારી આઈ લેશીશ વધારવા માટે ઉપયોગ કરી શકો છો.

  • – સૌ પ્રથમ તો વિટામીન ઇની કેપ્શ્યુલમાંથી તમારે તેમાંથી તેલ દબાવીને કાઢી લેવું.
  • – હવે તે તેલમાં તમારે રુનું પુમડું ડુબાડવું.
  • – ત્યાર બાદ આ રૂના પુમડાને તમારી આંખોની પાપણો પર લગાવવું. આમ કરવાથી તમારી આંખની પાપણોને સીધું જ વિટામીન ઈ મળશે.
  • – આ પ્રયોગ તમારે રાત્રે કરવો અને રાત્રે પાપણ પર તેલ રહેવા દઈને જ સુઈ જવું.
  • – સવારે ઉઠીને તમે તમારો ચહેરો સાફ કરી શકો છો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં 4-5 વાર કરી શકો છો.

એલોવેરા જેલ

image source

એલોવેરા જેલમાં એન્ટિઓક્સિડન્ટ્સ તેમજ એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ સમાયેલી છે. તેના માટે તમારે તમારી આંખની પાપણો પર એલોવેરા જેલ લગાવવાની છે. તેને તમે રૂ દ્વારા કે પચી મસ્કરા બ્રશ દ્વારા કે પછી આંગળીના ટેરવા વડે લગાવી શકો છો. જેલને તેમ જ દોઢથી બે કલાક રહેવા દેવી. અને ત્યાર બાદ પાણી વડે આંખો ધોઈ લેવી.

અઠવાડિયામાં 3-4 વાર આ પ્રયોગ કરવાથી તમારા આંખની પાપણો ધીમે ધીમે ઘેરી અને લાંબી થવા લાગશે.

આંખની પાપણો ટ્રીમ કરો

વાળના ગ્રોથને વધારવા માટે તેને ટ્રીમ કરવાથી લાભ થાય છે. જેમ આપણે માથાના વાળ ટ્રીમ કરીએ છે તેવી જ રીતે તમે આંખની પાપણો પણ હળવી હળવી ટ્રીમ કરી શકો છો. તેની માત્ર થોડી કીનારી જ તમારે ટ્રીમ કવરાની હોય છે. આમ કરવાથી પાપણની લંબાઈ ઝડપથી વધવા લાગશે.

ગ્રીન ટી

image source

ગ્રીન ટી પીવાથી તો તમને ઘણા બધા ફાયદા થાય જ છે. આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે ગ્રીન ટીમાં ભરપુર પ્રમાણમાં એટિઓક્સિડન્ટ્સ હોય છે અહીં પણ તેનો આ જ ગુણ આંખની પાપણો માટે પણ આશિર્વાદરૂપ છે. તેના માટે તમારે ગ્રીન ટી બનાવવી જો કે તેમાં ખાંડ ન ઉમેરવી. હવે આ ગ્રીન ટીને તમારે તમારી આંખની પાપણો પર લગાવવી. તેને તમે તમારી આંગળી કે પછી રૂ દ્વારા લગાવી શકો છો. ઇયર બડનો ઉપયોગ કરીને પણ તમે તેને લગાવી શકો છો.

લીંબુની છાલ

image source

આ પ્રયોગ માટે તમારે લીંબુની છાલ અલગ કરી લેવી. હવે એક વાટકીમાં ઓલિવ ઓઇલ અથવા તો દીવેલ લેવું. તેમાં લીંબુની છાલ ઉમેરવી. હવે તેને એક એર ટાઇટ બરણીમાં બંધકરી દેવું. હવે તેને તેમજ એક અઠવાડિયા સુધી રહેવા દેવું. એક અઠવાડિયા બાદ તમારે બ્રશની મદદથી તે તેલને તમારી આઈ લેશીશ પર લગાવવું. ઉપર જણાવ્યું તે પ્રમાણે આ પ્રયોગ પણ તમારે રાત્રે જ કરવો અને રાત્રી દરમિયાન પાપણો પર તેલને તેમજ રહેવા દેવું.

પોષણથી ભરપુર ખોરાક લો

image source

આપણે આપણી જાતને સુંદર બનાવવા માટે માત્ર બાહ્ય ઉપાયો જ ન અજમાવવા જોઈએ પણ શરીરને અંદરથી સ્વસ્થ બનાવીને પણ આપણે આપણા બાહ્ય સૌંદર્યને ઓર વધારે સુંદર અને લાંબા ગાળા માટે સુંદર બનાવી શકીએ છે. માટે જ જો તમારે આંખની પાપણો લાંબી અને ઘેરી બનાવવી હોય તો તમારે એક સંતુલીત ભોજન લેવું જોઈએ. એવું ભોજન ખાવું જોઈએ જેમાંથી શરીરને સંપુર્ણ પોષણ મળી રહે. તેમ કવરાથી તમારા વાળ, તમારી ત્વચા, તમારી આંખોનું તેજ, તમારા દાંતની ચમક બધું જ બરકરાર રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ